દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ દાવો કર્યો કે અયોધ્યા સ્થિત રામજન્મભૂમિમાં મસ્જિદ ક્યારેય હતી જ નહીં. 6 ડિસેમ્બર, 1992માં કારસેવકોએ અયોધ્યામાં મસ્જિદ નહોતી તોડી, પરંતુ મંદિર તોડ્યું હતું.
શંકરાચાર્ય સરસ્વતીએ ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “રામજન્મભૂમિમાં મસ્જિદ ક્યારેય હતી જ નહીં. કોઇ એવું ચિહ્ન ન હતું, જેનાથી તેને મસ્જિદ કહી શકાય.”
તેમણે કહ્યું, “કાર સેવકોએ મસ્જિદ નહીં, મંદિર તોડ્યું હતું. ન તો બાબરનામામાં અને ન તો આઇને અકબરીમાં એવું કોઇ વિવરણ મળે છે, જેનાથી એ સિદ્ધ થઇ શકે કે બાબરે અયોધ્યામાં કોઇ મસ્જિદનું નિર્માણ કર્યું હતું.”
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,