બોટાદ તાલુકાના તુરખા ગામના રસ્તા પર સરખુ ચાલવા જેવી સામાન્ય બાબતની બોલાચાલી બાદ એક યુવાન પર છરીથી કરેલા હુમલા બાદ ઘવાયેલા યુવકના પિતરાઇના મકાનમાં ઘુસી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની સાત શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તુરખા ગામે રહેતા દિક્ષિત હીરાભાઇ પરમાર નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે જયરાજ મનુભાઇ ચાવડા, દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ બોરીચા અને રાજુ કનુભાઇ ભોજક નામના શખ્સો જી.જે.1સીએમ. 3804 નંબરના બાઇક પર આવી ઘરમાં ઘુસી ગનથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાની હીરાભાઇ નારણભાઇ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા.21 જુને હરસુખ મેઘાભાઇ પરમારને રસ્તો ઓળંગતા હતા ત્યારે જોઇને ચાલવા બાબતે દિલીપ પ્રતાપભાઇ ખાચર, ભગીરથ ફુલભાઇ ધાધલ અને છત્રપાલ સુરેશભાઇ બસીયા સાથે ઝઘડો થયો હતો. ત્રણેય શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. આથી દિક્ષિત પરમાર સમાધાન માટે બોટાદના ઝરીયા ગામે દિલીપભાઇ ખાચર, ભગીરથ ધાધલ અને છત્રપાલ સુરેશભાઇ બસીયાએ સમાધાન નથી કરવું કહી માર મારી કાઢી મુકયા હતા.ત્યાર બાદ સાંજે હીરાભાઇ પરમાર તેમનો પુત્ર દિક્ષિત, પત્ની મંજુબેન અને પુત્ર બીપીન ઘરે હતા ત્યારે જયરાજ ચાવડા, રાજુ કનુભાઇ ભોજક અને દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ગન સાથે ઘરે આવી બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાયલાના સુદામડા ગામના દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ, બોટાદના ઝરીયા ગામના રાજુ ઉફેઈ બહારવટીયો ભોજક, વિછીંયાના આકડીયા ગામના જયરાજ ચાવડા, રાજુ ઉર્ફે જોન્ટી ભોજક, તુરખા ગામના કિરીટ ખાચર, ભગીરથ ધાધલ અને છત્રપાલ બસીયા સામે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.