રાજકોટ રેલવે ડીવીઝનમાં છેલ્લા 28 મહિનાથી ડી.આર.એમ. તરીકે કાર્યભાર સંભાળનાર પરમેશ્ર્વર ફુંકવાલની પશ્ર્ચિમ રેલવેના મુખ્ય મથક ચર્ચગેટ ખાતે મુખ્ય ટ્રેક એન્જિનીયર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને 1990 બેચના વરિષ્ઠ અધિકારી અનિલકુમાર જૈનએ રાજકોટ રેલવે ડિવિઝનના ડી.આર.એમ. તરીકે કાર્યભાળ સંભાળ્યો છે. ગઈકાલે પરમેશ્ર્વર ફૂંકવાલે ડી.આર.એમ.નો ચાર્જ છોડયો હતો અને નવનિયુકત ડી.આર.એમ. તરીકે ચાર્જ સંભાળનાર અનિલકુમાર જૈનને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.
આ તકે અબતક દ્વારા પૂર્વ ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂંકવાલ તથા નવનિયુકત ડી.આર.એમ.ની મુલાકાત લેવામાં આવી હતી. અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ પૂર્વ ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂંકવાલએ જણાવ્યું હતુ કે વર્ષ 1990થી રેલવે સાથેની મારી સફર શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 31 ર્ષની મારી સર્વીસ પૂરી કરી છે.
રાજકોટ શહેરના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરૂ તો આમ્રપાલી ફાટકને અંડર બ્રીજ બનાવેલ જે કાર્ય અમે સમયથી પહેલા પૂર્ણ કરેલ ચાર મહિના વહેલાએ બ્રીજ બનાવ્યો છે. એ કામથી સંતુષ્ટ છું રાજકોટ રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટ વર્કમં નવા એન્ટ્રી ગેઈટસ પ્લેટફોર્મ સર્ફેસનું ઈમ્પ્રુવમેન્ટ, હેરીટેજ ગેલેરીનું નિર્માણ અને એક નવું ફુટ ઓવર બ્રીજ બનીને તૈયાર છે. ત્રણ એસકેલેટર્સ આ મહિનામાં તૈયાર થઈ જશે.
જામનગરમાં એક નવું ફૂટ ઓવરબ્રીજ બનાવેલ જામનગર, ઓખા, ખંભાળીયામાં બે લીફટ લગાડવામાં આવી છે. યાત્રી સુવિધામાં ઘણા સ્ટેશનોમાં વધારો થયો છે. ચમારજ, સુરેન્દ્રનગર, વાંકાનેરમા ફૂટ ઓવરબ્રીજ બની રહ્યા છે. કવર શેડના વિસ્તાર વધ્યાં કોચ ઈન્ડીકેટર્સ બોર્ડ અલગ અલગ જગ્યાઓ પર લગાડવામાા આવ્યાં. યાત્રી સુવિધાઓ વધારવા ઘણા રૂપીયાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા અને રાજકોટ મંડળના વિસ્તારમાં યાત્રીઓની સુવિધા માટે પ્લેટફોર્મમાં એકસ્ટેન્સન કર્યો પ્લેટફોર્મની રેઝીંગ કરેલ, સિગ્નલીંગ સિસ્ટમ બદલવામાં આવ્યા. અંદાજે 20 સ્ટેશનો પર સીમા ફોર્સ સિગ્નલ સિસ્ટમથી કલર લાઈટ સિગ્નલ પર ગયાં અમારી ઈન્ટરલોકીંગ જૂની પધ્ધતિ બદલી ઈલેકટ્રોનીક ઈન્ટરલોકીંગ મોર્ડન પધ્ધતિ પર ગયા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક સ્લોગન આપવામાં આવ્યું
અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝનના ડીઆરએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝનના ડીઆરએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, ડિવિઝનલ રેલવે મેનેજર, રાજકોટનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ જયપુરમાં મુખ્ય વિદ્યુત વિતરણ ઇજનેર તરીકે કાર્યરત હતા.
ભારતીય રેલવે ઈલેક્ટ્રિકલ સર્વિસના 1990 બેચના વરિષ્ઠ અધિકારી શ્રી જૈને GECU, ઉજ્જૈનમાંથી B.Tech ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને આઈ આઈ ટી દિલ્હી થી M.Tech (ગોલ્ડ મેડલ) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે દક્ષિણ રેલવેમાં 10 વર્ષ સુધી વિવિધ મહત્વ ના હોદ્દા પર કાર્ય કર્યું છે ,જેમાં સહાયક વિદ્યુત ઇજનેર, વિભાગીય વિદ્યુત ઇજનેર, નાયબ મુખ્ય વિદ્યુત ઇજનેર (મુખ્યાલય) સામેલ છે. પશ્ચિમ મધ્ય રેલવેમાં સાડા પાંચ વર્ષ ડેપ્યુટી જીએમ અને સેક્રેટરી ઓફ જીએમ તરીકે અને ઉત્તર- પશ્ચિમ રેલવેમાં લગભગ અઢી વર્ષ વીજળીકરણમાં અને પાંચ વર્ષ
DFCCIL-જયપુરમાં કામ કર્યું, સાથે જ RITES અને ગુજરાત મેટ્રો અમદાવાદમાં પણ કામ કર્યું છે . તેમણે ઉત્તર પશ્ચિમ રેલવેમાં વીજળીકરણ અને ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. દક્ષિણ રેલવેમાં તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચેન્નાઈ ખાતે રેલવે ક્રૂ સ્ટાફ માટે ભારતીય રેલવેમાં પ્રથમ વખત પેજર્સ આપ્યા હતા.
જૈનને એન્જીન ની જાળવણી, ઇલેક્ટ્રિક લોકો શેડનું બાંધકામ, રેલવે એન્જિનોની વિશ્વસનીયતામાં સુધારો અને મટીરીયલ મેનેજમેન્ટનો નોંધપાત્ર અનુભવ છે. તેમને ચેન્નઈમાં મંડળ વિદ્યુત ઈજનેર (ઓપરેશન્સ) અને ડેપ્યુટી જીએમ જબલપુર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જનરલ મેનેજર એવોર્ડ મળ્યો હતો.
જૈને જાપાનમાં વેગનમાં ભારે સામાન લોડ કરવા અને દક્ષિણ કોરિયામાં ગુજરાત મેટ્રો રોલિંગ સ્ટોક ડિઝાઇન કરવાની તાલીમ મેળવી છે. તેઓ વિવિધ અભ્યાસો અને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ ધરાવે છે.છે. ફાટક મૂકત ગુજરાત અંતર્ગત 35 ફાટકોને બંધ કરેલ અથવા તેમને લીમીટેડ હાઈટસ સબવે બનાવેલ તેમને બીજા ફાટક સાથે જોડેલ ડબલીંગનું કામ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરથી દિગસર સુધી થઈ ગયેલ છે. ઈલેકટ્રીફેકશનની વાત કરીએ તો પૂરા મંડળમાં ખૂબજ તેજીથી કામ થઈ રહ્યું છે. રાજકોટથી ઓખા સુધીનું કામ પૂર ઝડપે થઈ રહ્યું છે.
મારા સૌથી નજીકના પ્રોજેકટની વાત કરૂ તો આમ્રપાલી અન્ડરબ્રીજ જે સમયથી વહેલો ચાર મહિના પહેલા પૂરો કર્યો આ પ્રોજેકટએ ખૂબજ નજીક છે. મારી કારણ કે તે સમયે કોરોના મહામારીથી આપણે લડી રહ્યા હતા તે સમયે અમારી ટીમ દ્વારા કામ કરવામા આવેલ. મેં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રોમીસ કરેલ કે સમયથી પહેલા પૂર્ણ કરીશું અને અમને પ્રશાસનનો ખૂબજ સહકાર મળ્યો.
રાજકોટ સ્ટેશન રીડેવલેપમેન્ટનો પ્રોજેકટ પર પણ ઘણું વર્ક પૂર્ણ થયું છે. કોરોના દરમિયાન ઘણા પડકારો હતા અમે તેવું માની રહ્યા હતા કે કોરોનાના કારણે બધુ બંધ થઈ જશે. પરંતુ રેલવે એ વિશ્રામ નહોતો કર્યો. નિરંતર કામ કરેલ. તે સમયે પાર્સલ એકસ્પ્રેસ ટ્રેન ચલાવેલ જરૂરત સમાન જવા દીધેલ 117 શ્રમીક સ્પેશ્યલ ટ્રેન ચલાવી 1.73 લાખ શ્રમીક લોકો પોતાના વતન ટ્રેન મારફત ગયા હતા તે સમયે અમારી ટીમ દ્વારા ખૂબ હિંમતભેર કામ કરેલ. તે સમયે અમારી ટીમ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, ટ્રેનના કામ, બ્રીજના કામ, સીગ્નલીંગના કામ કરેલ. ટ્રેનની અવર જવર તે સમયે ઓછી અથવા ન હોવાના કારણે ઘણા કામો જલ્દી પૂર્ણ કર્યા.
જહે પહેલા ગાડીઓને રોકીને કરવા પડતા જે અમે આ લોકડાઉન સમયે પૂર્ણ કરેલ. અમે 2019-2020 દરમિયાન અમે માલ મોકલવા માટેનું લક્ષ્ય હતુ તે અમે પૂર્ણ કરેલ.
ઘણી બધી યાત્રીઓ માટેની સુવિધાઓ લોકાપર્ણ માટે તૈયાર છે. અમે કોશિષ કરીશું કે જે તે વિસ્તારના સાંસદ, જનપ્રતિનિધિના માધ્યમથી લોકાપર્ણ જલ્દીથી થાય. તેવી મારી આશા છે. ડબ્લીંગની કાર્યને ખૂબજ મહત્વપૂર્ણ છે તેમાં ખૂબજ તેજી આવશે. જેમાં રાજકોટ કાનાલૂસના ડબ્લીગનું કામ ઝડપથી આગળ વધશે. મને આશા છે કે આવતા એક વર્ષમાં આ મંડળ પૂરી રીતે વિધુતીકૃત થઈ જશે.
રાજકોટમા બે વર્ષ મેં ખૂબજ આનંદથી વિતાવ્યા. ખૂબજ શાનદાર શહેર છે. શહેરની સંસ્કૃતિ, લોકો ખૂબજ મળતાવળા છે. મને કયારેય એવું લાગ્યુ નથી કે હું રાજકોટનો નથી. રાજકોટમાં ઘણા બધા દર્શનીય સ્થાનો છે. જે સારી રીતે સંભાળીને રાખેલ સૌથી વધુ મને ગાંધી મ્યુઝીયમ ગમે છે ત્યાં હુ ઘણી વખત ગયો છું મને ખૂબજ ખુશી કે રાજકોટ-શહેરમાં જનસેવા કરવાનો મોકો મળ્યો.