ઈડર સમાચાર
સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં અત્યારે રેલ્વે વિભાગ દ્વારા હાલ રેલ્વે પ્લેટફોર્મ નવું બનાવવાની કામગીરી પૂજોશમાં ચાલી રહી છે ત્યારે તેની દક્ષિણ દિશામાં આવેલી પરમહંસ,પંડ્યા તેમજ બ્રહ્માણી સોસાયટીના રહીશો રેલ્વે વિભાગ પાસે પરમહંસ સોસાયટીની નજીક એક અંડર પાસ રસ્તાની માંગ કરી રહ્યા છે . જેમાં અહીંના સ્થાનિકોને જો બજાર જવું હોય કે પછી અંબાજી તરફ જવું હોય તો જલારામ મંદિર થઈને જવું પડે છે જેનું અંતર આવવા તેમજ જવાનું થઈને આશરે ૪ કિલોમીટરથી પણ વધુ થાય છે .
જ્યારે આ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ લોકો વસે છે એટલે આ મોંઘવારીમાં પેટ્રોલ,ડીઝલ પોસાય તેમ નથી જો વધુમાં વાત કરવામાં આવે તો હાલ આ રસ્તાનો ઉપયોગ મોટાભાગની વસ્તી કરી રહી છે કારણકે આ રસ્તો હાઈવે પર અને બજારમાં જવા માટે નજીક પડે છે જો આ રસ્તા પર અંડર પાસ આપવામાં આવે તો ધાર્મિક સ્થળ એવા મહાકાલેશ્વર મંદિર,આરોગ્ય વન,જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ તેમજ ગુરુદેવ-૧ અને ૨ સોસાયટી,કષ્ટભંજન સોસાયટી,રબારી વાસ,છાપરીયા વિસ્તાર આ ઉપરાંત લાલોડા,સવગઢ, છાવણી,કુકડીયા અને શેરપુર વિગેરે ગામોની હજારોની વસ્તીને આનો સીધો લાભ થાય તેમ છે અને સમયની સાથે ઈંધણ પણ બચી શકે છે ત્યારે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા નાના વાહનો સરરતાથી અવર જવર કરી શકે તે માટે રેલ્વે વિભાગના અધિકારીઓને અમારી વિનંતી છે કે અહી એક અંડર પાસ રસ્તો બનાવી આપવામાં આવે જ્યારે આ ગરીબ અને મધ્યમ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોનો અવાજ રેલ્વે વિભાગ સાંભળશે કે કેમ તે હવે જોવું રહ્યું જો આ અંડર પાસ રસ્તો આપવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવું આ વિસ્તારના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું.
સંજય દિક્ષિત