તૃણા બંદરેથી થતી જીવતા પશુઓની નિકાસના કેસમાં
ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં કચ્છ જીલ્લા, પાંજરાપોળ ગૌ શાળા સંગઠ્ઠનની પક્ષકાર તરીકે ગણવાની અરજી કાઢી નાખતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ?
ચાલુ વર્ષે કચછમાં ઓછા વરસાદના કારણે અછતની સ્થિતિ ઉભી થવા પામી છે. જેથી કચ્છના તૃણા બંદરથી વિદેશોમાં થતી જીવતા પશુઓની નિકાસ પર પ્રતિબંધ મુકવા જીવદયા પ્રેમીઓમાં માંગ ઉભી થવા પામી હતી. જેથી જીવદયા પ્રેમીઓની લાગણીને ઘ્યાનમાં લઇને રાજયની રૂપાણી સરકારે આ નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. જે સામે નિકાસકાર પ્રીક્ષા ઓવરસીઝ કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.
આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા કચ્છ જીલ્લા પાંજરાપોળ ગૌ શાળા સંગઠ્ઠને અરજી કરી હતી.ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં આ સંગઠ્ઠનની અરજી કાઢી નાખી હતી. જે સામે રાજયભરના જીવદયા પ્રેમીઓ અને પાંજરાપોળ સંચાલકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ અંગે ભારતમાંથી જીવતા પશુઓની વિદેશોમાં થતી નિકાસ અટકાવવા લાંબા સમયથી કાર્યરત એવા એનીમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડીયાની લીગલ અને ઇન્સ્પેકશન કમીટીના સભ્ય કમલેશભાઇ શાહે અબતક સાથેની ખાસ વાતચીતમાં પોતાની લાગણી વ્યકત કરતા કેટલીક વાતો જણાવી હતી.
કચ્છની ૩૬૨ ગૌશાળા પાંજરાપોળોમાં ઘાસની તંગી: કમલેશભાઇ શાહ
ગુજરાત હાઇકર્ટમાં પ્રીસા ઓવરસીઝ પ્રા. લી. એ પીટીસન ફાઇલ કરી હતી. જેમાં ગુજરાત સરકાર ને પાર્ટી બનાવી હતી અને તેમની માંગણી એવી હતી કે ગુજરાત સરકારનું ૧૪/૧૨/૧૮ના રોજ જે નોટીફિકેશન છે. ત્યારે દુષ્કાળ જાહેર થઇ ગયો હતો. હાલ આખા ગુજરાતમાં ખુબ ભયંકર દુષ્કાળ ની ૫રિસ્થિતિ છે અને એને લઇને પશુને ખોરાક ઓછો મળે છે. પીવાના પાણીની તંગી છે તો પશુની રોગ પ્રતિકારક શકિત ઘણી ઘટી ગઇ છે. અથવા હજારો પશુ નબળા થઇ ગયા છે. જેનાથી બહારના પશુ પણ રોગીષ્ટ બને અને સર્વત્ર રોગ પ્રસરી જાય છે. તેના માટે કાળજી રાખવા એવી પરિસ્થીત ન સર્જાય એના માટે ગુજરાત સરકારે પશુપાલન વિભાગ પાસે તપાસ કરી એવા નિષ્કર્ય પર આવી હતી કે ગુજરાતમાંથી પશુ બહાર જશે કે બહારથી પશુ અંદર આવશે. તો આ રોગ સર્વત્ર ફેલાશે અને રોગચાળો ફેલાશે એટલા માટે ગુજરાત સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
હહીકતમાં પશુ અહી આવે તેમને ૧ કે ર દિવસ રહેવું પડે છે કેમ કે તેમની તપાસ કરવામાં આવે છે. જો એક પશુને તપાસ કરે તો કતલખાના અંગેના વર્ષ ૨૦૦૧ ના નિયમો પ્રમાણે ડોકટરો એક કલાકમાં ૧ર પશુની તપાસ કરી શકે અને આખા દિવસમાં ૯૬ પશુઓની તપાસ કરી શકે જે કાયદો છે. જેના અલગ અલગ કંડીશન આવે છે પશુઓને યુનિકનીસીસ ન હોવો જોઇએ. એવીસોટીક ન હોવો જોઇએ. કંટેજીયનસ, અને ઇન્ફેકટીયસ રોગો ન હોવા જોઇએ. તેવી આરબ દેશોના નિયમો આ ચાર પ્રકારના રોગથી કોઇપણ પશુ સ્લોટરીંગ માટે આવે તેનાથી મુકત હોવા જોઇએ. કચ્છ જીલ્લા પાંજરાપોળ સંગઠને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા અરજી કરી હતી. જેને નામદાર કોર્ટે એમ કહીને કાઢી નાખી હતી કે, આમા તેમનો કોઇ રોલ નથી. જેથી પક્ષકાર તરીકે રજુઆત કરવાની તક આપી શકાય નહીં.
કેમ કે આ કેસમાં પાર્ટીએ ગુજરાત સરકારને ચેલેન્જ કરેલ છે. આમાં પાંજરાપોળ એ બહારની સંસ્થા છે. કે જેનો આમા વિશેષ રોથી નથી. જયારે અમારા લોકોનું એવું માનવું છે કે જયારે પશુ અહીંથી જાય છે. જેટલા દિવસ પશુ બોટમાં રહે છે. તેટલા દિવસ પશુઓને ઘાસ પાણી,બોટમાં લઇ જવાનું રહે છે. રર૦૦ થી ૨૮૦૦ જેટલા પશુઓ વેંચાણ માટે એક બોટમાં જાય ત્યારે તેમાં ૮ થી ૧૦ હજાર કીલો ઘાસ મુકવામાં આવે છે. ૩૦ થી પ૦ હજાર લીટર પાણી મુકવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ માં ૮ લાખ ૫૦ હજાર પશુઓ તૃણા બંદરેથી નિકાસ થયા હતા એટલે કે એક બોટમાં રર૦૦ થી ર૮૦૦ પશુ જાય છે. રપ૦૦ ની એવરેજ ગણતાં ૩૦૦ બોટોમાં ગયા હતા.
કચ્છમાં આશરે ૩૬૨ જેટલી ગૌ શાળા અને પાંજરાજોળ છે. આ બધી જ જગ્યાએ વર્તમાનમાં ઘાસની બહુ તંગી છે. આંધ્રપ્રદેશ અને ઝારખંડથી ઘાસ અને ભુસો અહી મંગાવામાં આવે છે. આ સમગ્ર બાબત કોર્ટે સાંભળવાની જરુર હતી. જો કચ્છ જીલ્લા પાંજરાપોળ સંગઠનને આ કેસમાં પક્ષકાર તરીકેની નથી આપવામાં આવી જે દુ:ખદ છે. અત્યારે સંગઠનના ટ્રસ્ટીઓ પાસેથી સાંભળ્યા મુજબ સંગઠન ચોકકસ સુપ્રીમ કોર્ટમાં જશે અને ગુજરાત હાઇકોર્ટે તેમની અરજી કાઢી નાખવાનો હુકમ કર્યો છે. જેને પડકારશે
ખેડુતો પાસેથી પશુધન છીનવાય તો કંગાળ થઇ ગયું: મિતલભાઇ ખેતાણી
આ અંગે રાજકોટના જાણીતા જીવદયા પ્રેમી આજે સામાજીક આગેવાન મિત્તલભાઇ ખેતાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કચ્છના તૃણા બંદરથી જીવતા પશુઓની નિકાસ આરબોના પેટ ભરવા માટે થાય છે. આરબો તેને જીવતા સળગાવે અને જીવતા ફ્રાય કરી ને ખાય છે. જે કોઇપણ જીવદયા પ્રેમીઓને અકળાવે તેવું છે આ નિકાસની પ્રક્રિયામાં સમગ્ર વિશ્વમાં એકસપોર્ટ માટેના જે નિયમો છે તેવા એક પણ નિયમનું પાલન થતું નથી. ભારત સરકારનો ઉકક્રમ હોવા છતાં તેના એક પણ નિયમનું પાલન થતું નથી.
અવાર નવાર મીડીયાના માઘ્યમથી જાણવા મળ્યું છે. કે જીવતા પશુઓની નિકાસની આડમાં આતંકવાદને પણ પ્રોત્સાહન મળે છે. તેવી ભીતી પણ સંસ્થાઓ સેવી રહી છે. આપણા પશુધન ખેડુતો પાસેથી છીનવાશે તો આપણો ખેડુત કંગાળ થઇ જશે અને જયારે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, યુરોપ જેવા દેશો પણ જીવતા પશુઓની નિકાસ બંધ કરી રહ્યા છે. ત્યારે જીવતા પશુની નિકાસ કોઇના પેટ ભરવા, ખેડુતના નુકશાન કરીને જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેને મદદ કરવા સમાન છે.
કચ્છ બંદરેથી ત્રણ વર્ષમાં ર૧ લાખથી વધુ પશુઓનો નિકાસ નિરાશાજનક: રાજેન્દ્ર શાહ
આ અંગે ગુજરાત રાજયના એનિમલ વેલ્ફર બોર્ડના ડીરેકટર રાજેન્દ્રભાઇ શાહે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ માં સમગ્ર દેશના નહી પણ માત્ર કચછના બંદરેથી ર૧ લાખથી વધુ ઘેટા બકરાની નિકાસ થઇ છે. આપટલા પશુની નિકાસની સામે સરકારને ૪૨૫ લાખ રૂની આવક થઇ છે. જેના હીસાબની ગણતરીમાં એક પશુ દીઠ ૨૦.૨૫ રૂ ની અવાક થઇ છે. એની સામે પોર્ટ મેનેન્ટેનસ બીજા બધા ખર્ચાને ઘ્યાનમાં લઇ તો સરકારી આંકડાઓ દર્શાવે છે કે સોના કરતાં ધડામણ મોંધી જેવું સાબીત થઇ રહ્યું છે. બીજી એક અગત્યની વાત કે સમગ્ર દેશમાંથી પશુઓની જે નિકાસ છે તેમાંથી તૃણા બંદરેથી થતી પશુઓના નીકાસ ૦.૦૩ છે. એટલે કે સાવ ન ગણ્ય છે. એટલે તેનું આથીંગ નુકશાન પણ ભયંકર છે. જીવદયાની વાત તો છે પણ જીવદયાને બાજુએ મુકેઈ તો સરકાર ખોટનો ધંધો કરે રહી છે.
ઓર્ગેનીક ખેતી અને પશુપાલનથી દેશ ફરીથી ‘સોને કી ચીડિયા’બની શકે તેમ છે: રમેશભાઇ ઠકકર
ભારતમાં જયા સુધી ખુબ મોટા પ્રમાણમાં પશુપાલન થતુ અને તેના દ્વારા ઓગેનીક ખેતી થતી હતી ત્યાં સુધી સોનાની ચીડીયા જેમ જેમ પશુ-પક્ષીઓ ઘટતા ગયા તેમ તેમ જંગલ ઘટતા ગયા છે. માનવોનો સ્વભાગ બગડતો ગયો છે જયાં સુધી યુરીયા અને દવાઓ નહોતા છાંટતા ત્યાં સુધી માનવોની તબીયત ખુબ સારી હતી. દવાખાના ઓછા હતા સુખ અને સંતોષ હતો. ગોબર અને ગૌમૂત્રથી જમીનને ખાતરની જરુરીયાત પુરી થતી હતી. જમીનનું નવનિર્માણ થતું હતું અને જે થકી પૌષ્ટીક અનાજ પેદા થતું હતું તે લોકોને સુખી અને સમૃઘ્ધ બનાવતું હતું. જો સરકારે માટે ખર્ચ ઘટાડવો હશે અને સશકત માણસોનું નિર્માણ કરવું હશે તો ઓર્ગેનીક ખેતી તરફ વળવુ જ પડશે.
ઉ‚ગ્વે અને બ્રાઝીલ જે લોકોએ ગાય આધારીત ખેતી કરે છે તે આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યાં છે. તેમજ ન્યુઝીલેન્ડ, સ્વીત્ઝરલેન્ડ ગાય આધારીત ખેતી જ કરે છે. આફ્રિકા આખો દેશ હજી જેણે યુરીયા જોયું નથી તેના પાકોની મીઠાસ ખુબ સારી છે. અને આપણે જીવતા ઘેટા બકરા આપીને અન્ય દેશોને જ વધારે તૈયાર ભોજન અને વિકાસ આપી રહ્યા છીએ. અને આપણા દેશનું પશુધન ખલ્લાસ થઇ રહ્યું છે.
હાલમાં જ નીતીનભાઇ ગડકરી શોઘ્યું છે કે માનવ વાળમાંથી એમીનો એસીડ બને છે અને તે માટે તેઓએ નાગપુરમાં આ માટે ફેકટરી નાખી છે અને હવે તેઓ જ કહે છે કે દરેક પશુ-પક્ષીઓના વાળમાંથી એમીનો એસીડ બની શકે છે. જે પાક માટે અને આપણા શરીર માટે ખુબ જ જરુરી તેમજ પાકને પણ ખુબ જ જરુરીયાત છે. ઘેટા, બકરા, ગાય, ભેંસની ઉપર રુવાટી એટલી બધી હતી. ખેતરમાં ફરતુ જંગલમાં ફરતુ ગૌમૂત્ર, ગોબરથી ઓટોમેટીક એમીનો એસીડ તેમજ પાકને મળતા બધી જ પ્રકારના ઔષધીય ગુણો પણ મળી રહેતા હતા. જમીનમાં જ પેદા થઇ જતુ હતું જે આપણને માટે ખુબ જ જરુરીયાત પોષણતમ છે એટલે આપણે આનો ઉલ્લેખ કરવો જરુરી છે.
જમીન નવી બનાવવાની તાકાત ગોરબ અને ગૌમૂત્રની છે અને ખેડુત ને આવક વધારવી હશે તો ધાસભૂસાની આવકના ૫ૈસા મળે છે તેજ જનાવર ખાય છે અને જનાવર થકી જ ખેડુત પણ જીવી જશે. અને સાથે સાથે માનવીને દુધ અને સારો ખોરાક મળશે. સૃષ્ટિની આપણી આખી સાઇકલ ભગવાને ગોઠવી છે. ઉપરનું અનાજ આપણે માટે અને નીચેનો રોગ છે તે પશુ-પક્ષી માટે અને પાછળના મુળ છે તે જમીનને ફરી નવપલ્લીત કરવા માટે છે. આ બધાનું વિજ્ઞાન કુદરતી ચાલતુ વિજ્ઞાન છે આમા કયાંક પણ આપણે ભેળસેળ કરી છે. અને ઓર્ગેનીક ખેતી માટે તો ખાતર ખુબ જરુરી છે. જયારે બકરીની લીંડી હોય કે ઉંટ હોય સ્વીત્ઝરલેન્ડ, જાપાન અને અન્ય વિકસીત દેશોમાં તો બધા પશુ-પક્ષીઓની લાદ માંથી ખેતી કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન છે. કે ખેડુતોને આવક વધારવી તો પશુ પાલન થકી અનાજ સિવાય ઘાસભૂસાની આવક જે પશુઓનો ખોરાક છે તે વેંચાણ થકી ખેડુતોને રપ થી ૩૦ ટકા ની આવક થાય છે. જેની સામે એનો જ ખાતર તરીકે ઉપયોગ કરતા યુરીયા અને પેસ્ટીસાઇડ ખરીદવા નથી પડતા. જે બીજી ૧૫ થી ર૦ ટકા ની આવક વધારે છે. અને સમાજને હેલ્ધી ફુડ દ્વારા સારુ તન અને મન આપે છે. અને દવાઓનો ખર્ચ પણ ઘટે છે. આખી દુનિયાના દેશોમાં આજે પશુપાલન માં ગાય અગ્રીમ સ્થાન છે. અને તેના ગોબર અને ગૌમૂત્રથી ખેતી થાય જ છે.
પરંતુ ભારતને મળેલી હોલી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં ૧૪૮ થી વધારે પ્રકારના ઔષધિક ગુણો આવેલા છે જે અત્યારની વૈજ્ઞાનિક લેબોરેટરીઓઅ પણ સાબીત કરેલું છે. જેની સામે જર્સી ગાયનું દુધ પીવા લાયક નથી તેવું તે લોકો કહે છે પરંતુ આપણી કમનશીબી આપણે આપણા દુધને વધુ પોષણતમ જાહેર કરી શકયા નથી. જો તેના ગુણોને લેબોરેટરી દ્વારા સાબીત કરીને દુનિયાને બતાવવામાં આવે તો આ ગાયની કતલ બંધ થઇ જશે અને દુધ અને ગોબર, ગૌમૂત્રમાંથી થતી આવકમાંથી વધારો થશે તેવી અપીલ જાણીતા જીવદયા પ્રેમી રમેશભાઇ ઠકકરે એક અખબારી યાદીમાં કરી છે.