બોર્ડની પરીક્ષા પૂર્વે ‘અબતક’ના વિશેષ અહેવાલમાં શિક્ષણશાસ્ત્રીઓ, શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ મનની વાત કહી
અબતક, રાજકોટ
છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં સૌથી વધુ અસર પડી હોય તો તે શિક્ષણ ક્ષેત્રને અને સૌથી વધુ નુકશાન થયું હોય તો તે વિદ્યાર્થીને આગામી દિવસોમાં ધો. 10 અને ધો. 1ર ની એટલે કે બોર્ડની પરીક્ષા આપી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં એક રિટ થઇ છે જેમાં બોર્ડના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થશે એવો સવાલ ઉઠાવાયો છે, સુપ્રિમે પણ શિક્ષણવિદ્દો સમક્ષ આ પ્રશ્ર્ન મૂકયો છે.‘અબતક’ દ્વારા આ જ પ્રશ્ર્ન શિક્ષણશાસ્ત્રીઓ, શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પુછવામાં આવ્યો જેના ઉત્તરો મળ્યા એનું સંકલન અહીં રજુ કરવામાં આવ્યું છે.
MCQ અને લેખિત પઘ્ધતિમાં સમાનતા હોવી જોઇએ: વિદ્યાર્થી (ભરાડ સ્કુલ)
કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિકના વિદ્યાર્થીઓની પરીક્ષા આ વર્ષે લેવાવી જ જોઇએ. કેમ કે તેના આધારે તેઓ ભવિષ્યના અભ્યાસમાં આગળ વધતા હોય છે. પરિક્ષાની પઘ્ધતિમાં ખઈચ પઘ્ધતિ અને થીયરીની પઘ્ધતિ બન્નેમાં સમાનતા રાખી ફેરફાર કરવામાં આવે તો બધા જ વિદ્યાર્થીઓ સારાી ગુણોથી ઉર્તીણ થઇ શકે.
બધા જ વૈકલ્પિક પ્રશ્ર્નોથી સાચું મૂલ્યાંકન થતું નથી: તૃપ્તિબેન ગજેરા (સંચાલીકા ક્રિષ્ના સ્કુલ)
આપણા દેશમાં ઘણાં બોર્ડ છે અને તેમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ છે.પરંતુ બધા જ વિદ્યાર્થીઓ એક જ વસ્તુ ઇચ્છે છે કે તેમની જે પરીક્ષા લેવાય છે તેમાં તેમનો ક્ધસેપ્ટ કલીયર હોય નહિ કે ગોખણપટ્ટીવાળો હોય.પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર થાય એ જરુરી છે પરંતુ તેને લેવાતી પરીક્ષામાં સઁપૂર્ણ પ્રશ્ર્નો વૈકલ્પિક ના હોવા જોઇએ કેમ કે તેનાથી સાચુ મુલ્યાંકન થતું નથી પરીક્ષામાં લેખીત પ્રશ્ર્નો પણ હોવા જોઇએ જેથી બધા વિદ્યાર્થી પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે.
પ0 ટકા લેખિત, પ0 ટકા ખઈચ થી વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થઇ શકે: જતીનભાઇ ભરાડ
ધોરપ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે વિઘાર્થીઓનું મૂલ્યાકંન સાચું થઇ શકયું ન હોય, ધોરણ 10 અને 1ર એ વિદ્યાર્થીઓ માટે મહત્વના વર્ષો ગણાય છે. માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો હોઇ તેવું ગણી શકાય.ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ નથી મેળવી શકયા. ત્યારે માસ પ્રમોશનના કારણે અને ઓનલાઇન પરીક્ષા લેવાઇ હતી. જેમાં તેનું સાચું મૂલ્યાકન થઇ શકયું નથી.આ વર્ષે વિદ્યાર્થીની પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર થાય અને ગોખણપટ્ટીવાળી પરીક્ષા પઘ્ધતિ દૂર થાય તો જ તેનું સાચું મૂલ્યાંકન થઇ શકે છે.પ0 ટકા ખઈચ અને પ0 ટકા લેખીત પરીક્ષા પઘ્ધતિ રાખવામાં આવે તો બધા જ વિદ્યાર્થી સારી રીતે પાસ થઇ શકે છે.ઉપરાંત વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીવાળા શિક્ષણ કરતાં ભવિષ્યમાં ઉપયોગી થાય તેવું શિક્ષણ આપવામાં આવે તો તેનો વિકાસ પણ થઇ શકે છે.
વિદ્યાર્થીઓનું થોડા થોડા સમયે મૂલ્યાંકન જરૂરી હેમાંશુભાઇ દેસાઇ (વાલી, ક્રિષ્ના સ્કુલ)
પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર કરીને એવા પ્રકારની ગોઠવામાં આવે કે જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન કરેલા અભ્યાસ સારી રીતે રજુ કરી શકે નહિ કે ગોખણપટ્ટી કરીને આ ઉપરાંત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વાર્ષિક થાય જ છે પરંતુ સાથે સાથે ત્રિમાસિક અને છ માસિક મૂલ્યાંકન થાય તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ સરળતા રહે.
પુસ્તકિયા શિક્ષણ કરતાં ભવિષ્યમાં ઉપયોગી શિક્ષણ આપવું જોઇએ: શિક્ષકો (મોદી સ્કુલ)
વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે તે વધારે વિશ્ર્લેષણ વાળું હોવું જોઇએ કેમ કે ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે વિઘાર્થીઓને ખાલી પુસ્તકિયું જ્ઞાન નહિ પરંતુ ભવિષ્યમાં ઉપયોગી થાય તેવું આપવું જોઇએ. ઉપરાંત વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે તેમાં 30 ટકા ખઈચ અને 70 ટકા લેખીત હોવું જોઇએ કેમ કે જો વિદ્યાર્થીઓને ખઈચ પ્રકારના પ્રશ્ર્નો વધારે પુછવામાં આવશે તો તે માત્ર ગોખણપટ્ટી કરી પાસ થશે ત્યારે ખઈચ પ્રકારના પ્રશ્ર્નો ઓછા હોવા જોઇએ અને બધા વિદ્યાર્થી સાથે ન્યાય થાય તેવા પ્રશ્ર્નપત્રોથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થવુઁ જોઇએ.
વિદ્યાર્થીઓને ભણતરમાં ડર ઓછો થાય તેવી પરીક્ષા પઘ્ધતિ જરૂરી: વિપુલભાઇ જાની (ભરાડ સેન્કડરી સ્કુલ)
બે વર્ષના કોરોના કાળમાં વિઘાર્થી ઓનલાઇન અભ્યાસ કર્યો હોય છે ત્યારે આ વર્ષે પરિસ્થિતિને ઘ્યાનમાં લઇ પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર કરવો જોઇએ ગણીત, વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોને ઘ્યાનમાં લઇને વિદ્યાર્થી પોતાનો અભ્યાસમાં આગળ વધતા હોય ત્યારે વિઘાર્થીઓને વર્ષના અંતે એક સાથે સંપૂર્ણ અભ્યાસ તૈયાર કરવો પડે છે. જો પરીક્ષાની પઘ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવે તો બધા જ વિઘાર્થી પરીક્ષામાં સારા ગુણથી ઉર્તિણ થઇ શકે અને વિઘાર્થીની સાથે તેના વાલી પર તેના ભણતરના વિશે ડર હોઇ તે ઓછો થઇ શકે છે.
વિદ્યાર્થીઓનો ડર દૂર થવો જરૂરી છે: હરેન્દ્રસિંહ ડોડીયા (આચાર્ય, વીરાણી હાઇસ્કુલ)
કોરોનાના સમય બાદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી ઓછી થઇ છે. તેનું એક કારણ ઓનલાઇન અભ્યાસ ગણાવી શકાય છે. વિઘાર્થીઓને માનસિક રીતે પરીક્ષાનો ડર આવી ગયો છે. તેણે કરેલી તૈયારી ઓછી હશે તેવા કારણે તે પરીક્ષાથી ડરે છે. તેમને પરીક્ષામાં પુછાયેલા પ્રશ્ર્નોનું તે સારી રીતે વિશ્ર્લેષણ નહિ કરી શકે. એડરથી પરીક્ષા પઘ્ધતિમાં થોડો ફેરફાર થવો જોઇએ.પરીક્ષા એ શિક્ષણનો એક ભાગ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાવી જ જોઇએ પણ તેની સઁપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા લેવાઇ તો તેના મનમાં રહેલ ડર દુર થાય અને વિઘાર્થી તથા તેના વાલી માનસિક રીતે ડરમાં ઘેરાયેલા છે તે ડર પણ દૂર થાય.
અધરા વિષયોના ક્ધસેપ્ટ વધુ કલીયર થાય તો સરળતાથી પાસ થઇ શકાય: વિદ્યાર્થીઓ (ક્રિષ્ના સ્કુલ)
સામાન્ય રીતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ વિષયો મુખ્ય વિષય તરીકે ગણવામાં આવતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયો અધરા લાગતા હોય છે ત્યારે જો વિષયનો ક્ધસેપ્ટ કિલયર હોય તો તેનો અભ્યાસ કરવો તેના માટે સરળ બની જાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા પઘ્ધતિમાં ફેરફાર કરી આપવામાં આવે તો તેને અધરા લાગતા વિષયોમાં પાસ થવું પણ વધુ સરળ રહે છે.
સામાન્ય પ્રવાહમાં મુખ્ય વિષયો વધુ હોય એથી અધરું પડે છે:કમલેશ દવે (પ્રિન્સીપલ, ભરાડ હાયર સેક્ધડરી સ્કુલ)
ઉચ્ચતર માઘ્યમિક અભ્યાસમાં સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહ કરતા વધુ વિષયો હોય છે ત્યારે વિદ્યાર્થીને બધા વિષયોનો અભ્યાસ કરવો ઘણો અધરો બની જાય છે. સામાન્ય રીતે જોઇએ તો સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, નામામૂળ તત્વો જેવા વિષયો મુખ્ય વિષય હોય છે. જેમાં વિદ્યાર્થીને વધુ ઘ્યાન આપવું પડતું હોય છે. ત્યારે જો પરીક્ષા પઘ્ધતિમાં ખઈચ સીસ્ટમ રાખવામાં આવે તો બધા વિદ્યાર્થી પરીક્ષામાં સારી રીતે થઇ શકે અને વિદ્યાર્થી ઉપર જે પરીક્ષાને લઇને ડર હોઇ તે ઓછો થઇ શકે.
માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓનો વિકાસ અટકે છે નિલેશભાઇ સેંજલિયા (પ્રિન્સીપાલ, મોદી સ્કુલ)
વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય છે. તેમાં તેને સમગ્ર વર્ષનું એક સાથે પ્રશ્ર્નો દ્વારા મૂલ્યાંકન થાય છે. બધા બોર્ડ અલગ અલગ પઘ્ધતિથી પરીક્ષા લેતા હોય છે. સામાન્ય રીતે જોઇએ તો વિદ્યાર્થીઓ ઘણી બધી પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં નીટની પરીક્ષામાં તેમને ખઈચ પ્રકારે પ્રશ્ર્નો પુછાતા હોય છે ત્યારે તેને તે પ્રકારની તૈયારી કરવામાં આવે તો વધુ સરળતા રહે છે. સરકાર દ્વારા પરીક્ષાની પઘ્ધતિમાં થોડો એવો ફેરફાર થઇ ચૂકયો છે. અને હવે પરીક્ષા નજીક છે ત્યારે એમાં કોઇ ફેરફાર આવે તેવી શકયતા નથી. ખરેખર માસ પ્રમોશન વિઘાર્થીઓને ન મળવું જોઇએ ગત વર્ષે વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન આપવામાં આવ્યું તેનાથી તેના ભણતરની રૂચીમાં ઘણો ફેરફાર થયો છે. જેથી આ વર્ષે પરીક્ષા લેવાવી જ જોઇએ કેમ કે બોર્ડની પરીક્ષાના આધારે આગળ શું અભ્યાસ કરવો અને પોતાનું ભવિષ્ય વિચારતા હોય છે.
દર અઠવાડીયે શાળામાં પ્રેકિટસ પરીક્ષા લેવાવી જોઇએ: વિદ્યાર્થીઓ (મોદી સ્કુલ)
વિદ્યાર્થીઓને ઓછા સમયમાં વધુ ગુણ કઇ રીતે મેળવવા ઉપરાંત તેમને દર અઠવાડીએ અલગ અલગ પ્રશ્ર્નપત્રો આપીને પરીક્ષા લેવાઇ તો તેમને પરીક્ષા અંગેનો ડર ઓછો થઇ શકે છે. અને તે વધુ તૈયારી કરી શકે છે. ઉપરાંત પરીક્ષા પઘ્ધતિમાં 30 ટકા ખઈચ અને 70 ટકા લેખીત હોય તો તેઓ વધુ સરળતાથી પરીક્ષામાં પાસ થઇ શકે.
વધુ દ્રષ્ટાંતો આપીને શીખવાય તો વિદ્યાર્થીને બધું યાદ રહી જાય: ડો. અનિલ અંબાસણા (શિક્ષણશાસ્ત્રી)
શિક્ષણ એટલે શીખવું અને શીખવવું છે. વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા જે વિષય શિખવવામાં આવે છે તેઓ તેને તૈયાર કરે છે. અને શિક્ષક દ્વારા તેની પરીક્ષા લઇ તેની ચકાસણી કરાય છે. પરીક્ષા ભૂતકાળમાં પણ લેવાઇ છે અને અત્યારે પણ લેવાઇ છે. પરંતુ બન્નેમાં ઘણો ફરક છે. અત્યારના વિદ્યાર્થીને જે શીખવામાં આવે છે. તેને ખાલી તે ગોખણપટ્ટી કરી પરીક્ષા આપે છે તેના આપવામાં આવેલ પુસ્તકોમાંથી તે ગોખીને જવાબ લખે છે. તે પોતાની સમજ શકિતથી જવાબ નથી લખી શકતા તેથી તેમાં ફેરફાર થવો જોઇએ.ઉપરાંત ઘણા વાલીઓ પ્રશ્ર્નો હોય છે કે તેમને કયા બોર્ડમાં ભણવવા જોઇએ ત્યારે બધા બોર્ડ તો સરખા જ ગણાવી શકાય કેમ કે બધાનું પરિણામ પાસ અથવા નાપાસ જ હોઇ શકે છે. ત્યારે વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે. તેમાં તેને વધુ ઉદાહરણ આપી અલગ રીતે સમજાવામાં આવે તો તેનો વિકાસ સારો થઇ શકે. કેમ કે શિક્ષણ એ તેનો સ્વાર્ગીવિકાસ છે. તેનો ભવિષ્યનો વિકાસ છે. તેથી તેને સારી રીતે અને વધુ ઉદાહરણથી શીખવામાં આવે તો તેનો સારો વિકાસ થઇ શકે.
લેખિત કરતા ખઈચ પ્રશ્ર્નો વધારે હોવા જોઇએ ધ્રુવ વાઢેર: (શિક્ષક, ક્રિષ્ના સ્કુલ)
કોરોના સમયથી વિદ્યાર્થીઓનો અભ્યાસ થોડા સમય ઓનલાઇન અને થોડા સમય ઓફલાઇન આવી રીતે ચાલવાથી વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડી હોય છે. ત્યારે વિઘાર્થીઓનું થીયરી પ્રશ્ર્નો કરતા વૈકલ્પિક પ્રશ્ર્નો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે તો વધુ સરળતા રહે ઉપરાંત વિદ્યાર્થીઓને દર અઠવાડીયે તથા દર મહિને જે પરીક્ષા લેવાય તેમાં પણ જો આ ફેરફાર કરવામાં આવે તો વધુ સરળતા રહેશે.