મહાપાલિકાએ સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં મોન્સુન કંટ્રોલરૂમ શરૂ કર્યા
રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ઈ છે. ગઈકાલે રાત્રે દોઢ કલાકમાં અનરાધાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતા મહાપાલિકાએ શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનમાં મોન્સુન કંટ્રોલ‚મ શ‚ કરી દીધા છે. હવે શહેરીજનો કંટ્રોલ‚મ ઉપરાંત ટવીટર અને ફેસબુક પેઝ પર પણ વરસાદી પાણી ભરાયાની ફરિયાદ નોંધાવી શકશે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા કંટ્રોલ‚મ શ‚ કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણી ભરાવા, વૃક્ષો કે હોર્ડીંગ્સ ધરાશાયી વા જેવી ફરિયાદો ફોન નં.૨૨૨૫૭૦૭ કે ૨૨૨૮૭૪૧ પર કરી શકશે. આ ઉપરાંત ૨૪ કલાક ટવીટર પેઝ અને ફેસબુક પેઝ પર પાણી ભરાવાની ફરિયાદ નોંધાવી શકશે જેમાં ટવીટરમાં @smartsityrajkot અને ફેસબુક પર www.facbook.com/rajkotmunicipalcorporationઓનલાઈન પાણી ભરાવા સહિતની ફરિયાદો નોંધાવી શકાશે.