દર્શનાથ સિલ્વર આર્ટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા એક ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની ઈમ્પીરીયલ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્મ ‘સંજુ’માં દર્શાવવામાં આવેલા મિત્ર કમલેશ ઉર્ફે કમલીને દરેક લોકોએ ફિલ્મમાં જોયા છે પરંતુ બહુ ઓછા લોકો આ કમલેશ એટલે પરેશ ઘેલાણીને ઓળખે છે. આજ પરેશ ઘેલાણી આ કાર્યક્રમમાં રાજકોટના મહેમાન બન્યા હતા.
આ પ્રસંગમાં પરેશ ઘેલાણીની સાથે જય વસાવડાએ ઉપસ્થિત રહી લોકોને મોટીવેશન આપ્યું હતું.અબતક સાથેની વાતચીત દરમિયાન સંજય દતના મિત્ર પરેશ ઘેલાણીએ જણાવ્યું કે તે આજ પોતાના વતનમાં આવ્યા છે તો આનંદ તો થાય જ. જુની યાદો તાજા થાય આજે બધાને મળીને કાલે નિકળી જઈશ. વિશેષમાં જણાવીશ કે રાજકોટમાં દિલ છે અને ભાઈની લાગણી છે તેથી તેમને મળવા આવ્યો છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે.સિલ્વર રાજકોટના રણજીતભાઈ વાઢેરે જણાવ્યું કે, આજે જય વસાવડાને અમે આમંત્રણ આપેલ છે. અમારું ટીમ વર્ક, અમારું ડી.એસ.એ.સિલ્વર, અમારા ભાઈ રાજુભાઈ ગૌસ્વામી એમના મેનેજિંગ ડિરેકટર છે. એના બધા સભ્યો, મિત્રો અને આજે પરેશભાઈ યુ.એસ.એ થી આવેલા છે એ એમના ખાસ મિત્ર છે.એમને પણ એક સારું અને અમે રાજકોટમાં બધાને મોટીવેટ કરીએ છીએ તેથી અમે બધા સાથે મળીને પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને અમને બધાને તેમાંથી કંઈક નવું શીખવા મળે તથા પરેશભાઈમાંથી કાંઈક નવું શિખવા મળે કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી યુએસ છે. તેઓએ બહુ સરસ રીતે પોતાનો બિઝનેસ કરે છે તેથી અમને બધાને મોટીવેટ કરવા માટે અમે બધાએ સાથે મળીને પ્રોગ્રામ કરેલ છે.