આજથી આફ્રિકા સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે, પ્રથમ મેચ પાલ ખાતે રમાશે
અબતક, પાલ
ટેસ્ટ સીરીઝ આવ્યા બાદ ભારત આફ્રિકા વચ્ચે આજથી વનડે સિરીઝ નો પ્રારંભ થઇ રહ્યો છે જેમાંઆ સિરીઝમાં ભારતીય ટીમે કંઈજ ગુમાવવાનું રહેતું નથી. પરંતુ સૌથી મોટો સવાલ ભારતીય ટીમ માટે એ છે કે ટીમને યોગ્ય રીતે સમજી અને ટીમનું નેતૃત્વ ત્રણ ફોર્મેટમાં કોણ કરી શકશે. હાલ જે રીતે રાહુલને તો ખાલી પાંચ સોંપવામાં આવ્યું છે તે એક્સપેરિમેન્ટ પૂરતું યોગ્ય છે પરંતુ જો તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે તો તેમને ઘણી માઠી સમસ્યાનો સામનો કરવો પડશે અને જે રીતે ટીમ ઉભરીને આવી જોઈએ તે પણ શક્ય નહીં બને. હાલના તબબકે ટીમમાં સિનિયર ખિલાડીઓ હોવા છતાં પણ જે જરૂરી જવાબદારીઓ આપવામાં આવેલી હોઈ તે કોઈજ પાસે નથી. પરિણામે ટીમ મેનેજમેન્ટે નવોદિત ખિલાડીઓ પર મદાર રાખવો પડ્યો છે.
જે સમયે ટીમ ઈગ્રેસન સાથે મેદાનમાં ઉતરે ત્યારે વિપક્ષીઓને હંફાવવામાં સરળતા રહે છે. હાલનો સમય ભારતીય ટીમ માટે ખુબજ મહત્વનો છે. આ સમયગાળામાં ભારતીય ટીમ ફરી ઉભરી આવે અને યોગ્ય નેતૃત્વ ટીમને મળી રહે તો એક સોનેરી તક ઉભી થશે. વર્ષ 2009ના વિશ્વ કપમાં ભારતીય ટીમમાં દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં ટીમનું સુકાની પદ ધોનીને સોંપવામાં આવ્યું હતું અને તે નિર્ણય યોગ્ય સાબિત થતાં ભારતીય ટીમ નું મનોબળ ઊંચું આવ્યું હતું સાથોસાથ ટીમેં એક નવી જ ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.
ની ધ્યાને લેતા ભારતીય ટીમ માટે આ સમય ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યો છે ત્યારે કે.એલ.રાહુલ ટીમનું સુકાની પદ કેવી રીતે સંભાળશે સામે રોહિત શર્માને પણ સુકાની બાદ સોંપવાની વાત આવી રહી છે તેમાં તેઓ યોગ્યતા સાબિત કરી શકશે કે કેમ તે અંગે હજુ અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે ત્યારે ભારતીય ટીમ માટે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ભારતીય ક્રિકેટ ટીમને દરેક ફોર્મેટમાં એક યોગ્ય વ્યક્તિને સુકાની પદ સોપાવમાં આવે અને જેનો ફાયદો ટીમને લાંબા ગાળા સુધી મળતો રહે. થી શરૂ થતી આફ્રિકા સીરીઝ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે એક તરફ ટેસ્ટ સીરીઝ ના હારનો બદલો તો સામે કે.એલ.રાહુલ નું સુકાનીપદ આ બંને પરિબળોને ધ્યાને લઇને ભારતીય ટીમ મેદાનમાં ઊતરશે અને કે.એલ રાહુલનું સુકાની પદ પર ટીમ મેનેજમેન્ટની પણ નજર રહેશે.