‘ઈઝ ધેર ગોડ ?’ મહાન ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકીંગ્સનું અંતિમ પુસ્તક પ્રકાશિત આ સદીના અંત સુધીમાં આપણે બધા ‘ભગવાનના મગજને’ સમજતા થઈ જઈશુ: સ્ટીફન હોકીંગ્સ
શું પૃથ્વીગ્રહ સ્વયં સંચાલિત ?
વિશ્વ વિખ્યાત અને આ સદીના મહાન વૈજ્ઞાનિક એવા સ્ટીફન વિલિયમ હોકીંગ્સની અંતિમ બુક લોન્ચ થઈ છે. આ બુકનું નામ ‘ઈઝ ધેર ગોડ ? ’ છે. જેમાં સ્ટીફન હોકીંગ્સે ભગવાનની ઉપલબ્ધતા, નસીબ અને બ્રહ્માંડ વિશે સંબંધિત કડીઓની વાત કહી છે. આ ઉપરાંત બ્રહ્માંડના નિર્માણ, એલિયન ઈન્ટેલીજન્સી, સ્પેશકોલોનાઈઝેશન અને આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સ જેવા ઘણા મહત્વના પ્રસ્નોના જવાબો લખ્યા છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, દુનિયામાં ભગવાન કે નશીબ જેવું કંઈ નથી.
ભગવાને બ્રહ્માંડની રચના કરી નથી અને કોઈ આપણી નિયતી રચતુ નથી. સ્ટીફન હોકિંગ્સ પહેલેથી જ ભગવાનમાં વિશ્ર્વાસ ન રાખનારા વ્યકિત રહ્યા છે તેઓ આ કારણસર જ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે અને કારણસર જ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે અને લોકોની આકરી ટીકાનો ભોગ પણ બન્યા છે ત્યારે પોતાના અંતિમ પુસ્તકમાં ભગવાનની અનઉપલબ્ધતા વિશે સ્ટીફન હોકિંગ્સે પોતાના વિચારો તો રજુ કર્યા છે પરંતુ આ પરથી એ પ્રશ્નો પણ ઉઠે છે કે, શું ભગવાન નથી ? તો પૃથ્વી સ્વયંસંચાલિત ગ્રહ છે.
ઉલ્લેખનીય છે કે, મહાન ખગોળશાસ્ત્રીય સ્ટીફન હોકીંગ્સનું મોત આ વર્ષમાં જ થયું છે તેઓએ ૧૪ માર્ચના રોજ આ રહસ્યમય દુનિયામાંથી અંતિમ વિદાય લીધી હતી. સ્ટીફન હોકીંગ્સે કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાં કોસ્મોલોજીમાં ડિગ્રી મેળવી બ્રહ્માંડ વિજ્ઞાન પર સંશોધન કરેલા છે.
તેમણે બ્રહ્માંડની ઉત્પતિ પર ઘણી શોધખોળના પ્રયાસો કર્યા છે એટલું જ નહીં બ્લેક હોલ થીયર અને બ્રહ્માંડની સીમા સહિતની થીયરીઓ સમજાવી અંતરીક્ષ ક્ષેત્રે સંશોધનમાં મોટો ફાળો આપેલો છે. સ્ટીફન હોકીંગ્સને ૨૧ વર્ષની ઉંમરે એમ્યોટ્રોફીક લીટરલ સ્કલેરોસીસ નામની ગંભીર બિમારી લાગુ પડી હતી કે જેમાં માણસ માત્ર માનસિક રીતે જ સ્વસ્થ રહે છે અને ધીમે ધીમે આખું શરીર કાર્ય કરતું બંધ થઈ જાય છે. સ્ટીફન હોકીંગ્સ સાથે પણ કંઈક આવું જ થયું અને અંતે ૧૪ માર્ચ ૨૦૧૮ના રોજ તેમનું મોત થયું.
સ્ટીફન હોકિંગ્સે પોતાના સંશોધનથી વિશ્ર્વભરમાં લોકપ્રિયતા મેળવી પરંતુ તેઓની ભગવાન વિશેની ટીપ્પણીથી તેઓએ ઘણીવાર આકરી ટીકા પણ સહન કરવી પડી ત્યારે તાજેતરમાં જ તેમના દ્વારા લખાયેલી અંતિમ બુક જહોન મુરે નામની હેચેટ કંપની દ્વારા પબ્લીશ કરાઈ છે જેમાં પણ તેઓએ ભગવાન જેવું કંઈક હોવાનું લખ્યું છે.
તેમણે જણાવ્યું છે, કે બ્રહ્માંડ કયારેય ખત્મ ન થનારુ ફ્રી લંચ છે અને જો આ દુનિયામાં બ્રહ્માંડ કંઈ નવું જોડી શકતુ ન હોય તો તેનું નિર્માણ કોઈ ભગવાને કર્યું હશે તેવું માની લેવું અયોગ્ય છે. સદીઓથી ઘણા લોકો એવું માની રહ્યા છે કે મારા જેવા ડિસેબલ લોકો પર ભગવાનનો શ્રાપ હોય છે પરંતુ મારું માનવું છે કે, આવું કંઈ હોતુ નથી. દરેક ચીજ વસ્તુની ધાખ્યા એક અલગ અંદાજથી પણ થઈ શકે છે.હોકીંગ્સે બુકમાં લખ્યું છે કે, ભગવાન શબ્દનો ઉપયોગ બધા લોકો પોત-પોતાના વિચારોથી કરે છે.
જેમ કે, આલ્બર્ટ આઈનસ્ટાઈને લો ઓફ નેચર માટે ગોડ શબ્દનો ઉપયોગ કર્યો એનો મતલબ એવો થયો કે, લો ઓફ નેચર સમજવું જ ભગવાનના મગજને સમજવું બરાબર છે અને મારું માનવું છે કે, આ સદીના ખત્મ થતા-થતા આપણે બધા ભગવાનના મગજને સમજવા મંડીશું.
વધુ એક પ્રશ્નના જવાબમાં હોકિંગ્સે લખ્યું છે કે, આપણે જે ઈચ્છીએ તે જ માનવા સ્વતંત્ર છીએ આથી જ હું માનું છું કે, ભગવાન નથી. કોઈએ બ્રહ્માંડનું નિર્માણ કર્યું નથી અને આપણુ નશીબ પણ કોઈ નિર્માણ કરતુ નથી. મને એ વાતનો પૂર્ણ અહેસાસ છે કે, અહીં કોઈ સ્વર્ગ નથી અને મર્યા બાદ કોઈ જીવન નથી. જો તમે આવું વિચારો છો કે સ્વર્ગ છે તો તે માત્ર તમારા કાલ્પનીક વિચાર છે. બાકી સ્વર્ગ હોવાના મર્યા બાદ જીવન હોવાના કોઈ પુરાવા નથી.