ભારત ક્યારે વિશ્વગુરૂ બનશે?

કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં આઇઆઈએસસી બેંગલોર 155માં ક્રમે

 

અબતક, નવીદિલ્હી

શિક્ષણ એ સૌથી મોટું દાન માનવામાં આવે છે અને ભારત એક સમયે શિક્ષણમાં વિશ્વ ગુરુ માનવામાં આવતું હતું ભારતની યુનિવર્સિટીઓમાં દેશ-વિદેશના લોકો અભ્યાસ કરવા આવતા હતા અને તે તમામ હાલ ક્યાંકને ક્યાંક ઉચ્છ સ્થાન અને ઉચ્ચ નામના પણ પ્રાપ્ત કરી છે. હું તો હાલના સાંપ્રત સમયમાં આ સ્થિતિનું નિર્માણ ફરી ક્યારે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ તેમ ભારત શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે ત્યારે કયુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં દોઢસો યુનિવર્સિટીમાં ભારતની એક પણ મહાવિશ્વવિદ્યાલય નો સમાવેશ થયો નથી જે સૌથી મોટી ખરાબ વાત છે.

જે રંગ બહાર પાડવામાં આવ્યા છે તેમાં 155 માં ક્રમે બેંગ્લોરની આઇઆઈએસસીનો સમાવેશ થયો છે આઈઆઈટી બોમ્બે પણ 172માં ક્રમે જોવા મળી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ભારતની યુનિવર્સિટીઓ નું સ્તર ઊંચું આવે તે માટે સરકારે ઘણા પ્રયત્નો હાથ ધરવા જરૂરી છે અને વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીમાં રસ જાગે એ પણ એટલું જ જરૂરી છે. હાલ શિક્ષણનું સ્તર સુધારવા માટે એ વાત ખૂબ જ જરૂરી છે કે એક સમયે જે રીતે ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વ ગુરુ માનવામાં આવતું હતું તેને યોગ્ય રીતે અનુસરવું જોઈએ અને આવનારા સમયમાં પણ તે સ્થિતિનું યથા યોગ્ય રીતે પાલન થાય તો શિક્ષણનું સ્તર ખૂબ સારી રીતે ઊંચું આવી શકે છે.

બીજી તરફ દેશના નવયુવાનો એ પણ ભારતની કોલેજો અને યુનિવર્સિટીઓ ઉપર ભરોસો રાખવો પડશે કારણ કે હાલ ઘણા ખરા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માં જ રસ ધરાવે છે જેના કારણે શિક્ષણનું વ્યસ્તતા હોવું જોઈએ તે ખૂબ જ નીચું આવ્યું છે ત્યારે આવનારા સમયમાં જો વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીઓ ઉપર ભરોસો રાખી અને યુનિવર્સિટીઓ શિક્ષણનું સ્તર ઓછું લાગશે તો ફરી એ સુવર્ણ કાળ શિક્ષણ ક્ષેત્રે જોવા મળશે અને ભારત ફરી વિશ્વગુરુ બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.