દલિત હકક રક્ષક સમિતિના કન્વીનર કેશુભાઈ વિંઝુડાનું નિવેદન
ગુજરાત સરકારે એક પરીપત્ર બહાર પાડેલ છે, તા.૧/૧/૨૦૧૯થી ગુજરાતની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ જય હિન્દ, જય ભારત બોલવાનું અત્રે ઉલ્લેખનીય છે કે, જય હિન્દ કે હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ સંવિધાનમાં કયાંય નથી. થોડા દિવસ પહેલા તા.૨૪/૪/૨૦૧૮ના રોજ એક અખબારી યાદીમાં કેન્દ્રીય સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલયે તમામ રાજયોને લેખિત આદેશ આપ્યો હતો કે હવે સરકારી સ્થળ પર કે કયાંય પણ દલિત શબ્દનો પ્રયોગ કરવો નહીં, જેના અનુસંધાને ગુજરાત સરકારે કામગીરીમાંથી દલિત શબ્દની બાદબાકી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, દલિત શબ્દનો પ્રયોગ સંવિધાનમાં કયાંય નથી. કેશુભાઈ વિંઝુડા વધુમાં જણાવે છે, સરકારના આ પગલાને મુર્ખામીભર્યું ગણાવ્યું છે. દલિત શબ્દનો સંવિધાનમાં પ્રયોગ કરવામાં નથી આવેલ તો સંવિધાનમાં જયહિન્દ કે હિન્દુસ્તાન તેમજ હિન્દુ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ નથી.
ડો.બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ ઘડવામાં અથાગ મહેનત કરી છે. બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ થયા છે. ભારતના તમામ સમાજના નાગરિકોને સમાન અધિકાર મળેલ છે. જો વ્યવસ્થિત રીતે ઈતિહાસના મુળ તથ્યો સાથે નવી પેઢીને ભણાવ્યો હોત તો આજનું ભારત જુદું જ હોત. પરંતુ વાસ્તવિક ઈતિહાસ પર હંમેશા પડદો પાડી દેવાય છે. ડો.બાબા સાહેબ આંબેડકર કેશુભાઈ વિંઝુડા અંતમાં જણાવે છે કે, ક્રાંતિ જયોતિ સાવિત્રીબાઈ ફુલે આપણા ભારત દેશની પહેલી મહિલા શિક્ષિકા છે. જે આજે ઓબીસી તરીકે ઓળખાતા હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થામાં જે સૌથી અધમ શુદ્ર વણે સમાજની સ્ત્રી છે તેને શિક્ષણ પોતાના પતિ જયોતિબા ફુલે પાસેથી ગ્રહણ કરી મહાન ભારતની પ્રથમ મહાન મહિલા શિક્ષિકા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
આપણા ભારત દેશની મહિલાઓ માટે તો વિધાની દેવી સાવિત્રીબાઈ ફુલે જ કહેવાય ને ? તો શાળામાં હાજરી પુરે ત્યારે જય ભારત, જય સાવિત્રીબાઈ ફુલે આમ તો સાચી વિદ્યાની દેવી સાવિત્રીબાઈ ફુલે જ છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ તા.૩ જાન્યુઆરી ૧૮૩૧માં થયો છે. આજે ૧૮૮મી જન્મજયંતિ છે. સાવિત્રીબાઈ ફુલેને મહાત્મા જયોતિબા ફુલે બને પતિ-પત્નીએ ભારત દેશમાં શિક્ષણનો વ્યાપ વધારેલ છે. બંને પતિ-પત્નીને ભારત સરકાર તરફથી ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ એવી દલિત હકક રક્ષક સમિતિની માંગ છે.