જો ફિટ હે વો હિટ હૈ…..
બદલતા જતાં સમય સંજોગો અને પરિસ્થિતિ વચ્ચે હવે પુરૂષ પ્રધાન સમાજના પુરૂષ અને મહીલાઓ વચ્ચેનો ભેદ અને નિશ્ચિત મહિલા- પુરૂષની લાક્ષાણિક ઇજારાશાહીમાં પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી હાથ છુટો રહે અને વૈકિલ્પક વધારાની આવક માટે ઘરમાં બેઠા બેઠા કામ કરવા માટે મહીલાઓ જાણીતી હવે પરંતુ હાલમાં જ આવેલા એક સર્વેમાં ચિત્ર આખું અલગ જ રીતે સામે આવ્યું છે. ઘેર બેઠા કામ કરવાવાળા કામદારોમાં મહીલાઓની સાથે સાથે પુરૂષો પણ કામ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
નોવોટીશ ઇન્ડિયાના ૪૪ ટકા કામદારો કે જેઓ પરાવર્તિત શ્રમનિતિ ૨૦૧૮ મુજબ વૈકિલ્પક રોજગારી માટે નોંધાયા છે તેમાં મોટાભાગે પુરુષો છે જેમાં કેપજીમીનીમાં છેલ્લા છ મહિનામાં વૈકિલ્પ કામો કરનારાઓમાં પ૦ ટકા પુરુષો હોવાનું બહાર આવ્યું છે. ઓવરએલ કેપજીમીની માં આ મહિનાના માર્ચ મહિનાથી મુકાયેલા કાર્યક્રમ અંતર્ગત ઘરેથી કામ કરવાની વ્યવસ્થામાં રર ટકા લોકો જોડાયા છે. ફ્રાન્સની ટેકનોલોજી સર્વિસમાં ભારતમાં કામ કરતું એકમ ૧ લાખ વધુ કામદારો ધરાવે છે. જયારે મોવોટીસમાં પ૦ ટકા લોકો નોંધાયા છે.ફાર્માજાયન્ટ કંપનીમાં ૮૦૦૦ કામદારો કામ કરી રહ્યા છે.
કેપજેમીનીના ગાયત્રીરામ મૂર્તિએ જણાવ્યું હતુંકે કંપનીમાં પુરુષો અને મહીલાઓ બન્ને ઘેરથી કામ કરનારા કામદારો તરીકે રોજગારી મેળવે છે. વૈકીલ્પક આવક અને ઘેરથી કામ કરવામાં જાતિ ગત તફાવતનો કોઇ અવરોધ આવતો નથી મહિલાની જેમ જ પુરુષો પણ ઘરે બેઠા બેઠા કામ કરે છે.
ઇન્ફારસીસના હેડ એચઆર રિચાર્ડ બોબો રામમૂર્તિની વાત સાથે સમર્થન છે બેગ્લોરની એક આરટી કંપનીએ મહીનામાં નવ દિવસ ઘર બેઠા કામ કરવાની પઘ્ધતિ અપનાવતા અમે જોયું કે આ રીતે કામ કરવામાં મહીલા અને પુરુષો બન્નેએ રસ દાખવ્યો છે.
કામદારોને ઘેરથી બેઠા બેઠા કામ કરવાના અનેક કારણો સામે આવ્યા છે જેમાં બાળકો અને વયોવૃઘ્ધ માતા-પિતાની સંભાળ ઘરના અન્ય અધુરા કામો પુરા કરવા માટેની કવાયતની સાથે સાથે કર્મચારીઓને વધુ અનુકુળ વાતાવરણના કારણે પોતાની કાર્યક્ષમતા અને પરફોરમેન્ટ વધારવાના ઉત્સાહ જેવા પરિબળો માનવમાં આવે છે. ઘેરથી કામ કરવાની સ્વાયત્તા દેશના સામાજીક બદલાવનું પ્રતિક માનવામાં આવે છે. અત્યારે દેશમાં વિભકત કુટુંબોની સંખ્યા વધતી જાય છે નાના કુટુંબોના બન્ને પાત્રો મહીલા અને પુરુષો એકબીજાના સહયોગથી તાઢ, પડકો વરસાદની પરિસ્થિતિમાં ઘેર બેઠાં કામ સારી રીતે કરી શકે છે.મુંબઇની જ વાત કરીએ તો ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ઘેરથી નીકળવાનું શકય બનતુ નથી. ત્યારે ઘરમાં બેસી રહેવાના સમયેના સદઉપયોગ કરીને કલાકો રસ્તામાં ફસાઇને બગાડવા કરતા ઘેર બેઠા બેઠાં કામ કરવાથી વધુ ફાયદો થાય ફુડ સર્વિસ કંપની સોડક શો ઇન્ડિયા માં ૪૭૦૦૦ કર્મચારીઓ ઘેર બેઠા બેઠા કોઇપણ દિવસે કંપનીએ સોંપેલું કામ કરે છે. સામાન્ય રીતે ઓફીસનો સમય ત્યાંથી પાંચ ગણાય છે. પરંતુ ઘેરથી બેઠા બેઠા કામ કરવામાં આવી ગણતરી કરવામાં આવતી નથી ઘેેર બેઠા બેડા કામ કરવાથી કર્મચારીઓમાં ઓફીસના કામના ભારણથી ઉદભવતો કંટાળાની સમસ્યાનું પણ નિવારણ આવે છે. જો તમામ કંપનીઓ વિવિધ કારણોસર વિવિધ કંપનીઓ કર્મચારીઓને ઘેર બેઠા કામ કરવાની સ્વાયત્તા આપવા રાજી નથી. પરંતુ હવે એક મોટો વર્ગ એવો તૈયાર થયો છે કે જે ઘર બેઠા કામ કરવા તૈયાર થયા છે જો કામદારોને ઘર બેઠા બેઠા કામ કરવાની રજા આપવામાં આવે તો કંપનીની ગુપ્તતા વિશ્વસનીયતા અને બીઝનેશ પોલીસી પર જોખમ ઉભુ થાય છે. અને વગતો લીંક થઇ જવાનો ભય રહે છે તેમ એક છ આંકડાની સંખ્યામાં કામદારો ધરાવતી એક કંપનીના મેનેજરે જણાવ્યું હતું ઘર બેઠા કામ કરવાની પ્રથામાં હવે માત્ર બહેનોનું જ ઇજારો રહ્યો નથી.