કાલે તમાકુ નિષેધ દિન: ધનવાન બનવું છે? તો વ્યસસનને કહો ‘ના’…
આજના સમયમાં ધનવાન થવાની સહેલી રીત કોઈ નથી, પણ ખરેખર એવું નથી. ધનવાન એટલે લોકોને એમ જ કે રૂપિયા. રૂપિયા એ તો ખરા જ પણ! ગુણવાન, ચારિત્ર્યવાન, બુધ્ધિવાન, દેહવાન આ બધા વાન માંથી જ ઉત્પન્ન થાય છે. ધનવાન. પરંતુ એક વિચાર આવે કે આવા બધા થવાન દરેક વ્યક્તિમાં હોઈ શકે? આનો સવાલ પોતાને જ પૂછો જવાબ મળી જશે. હવે પોતાને જ આવો બીજો સવાલ પૂછો? આવા વ્યક્તિઓ વ્યસન કરતા હશે ખરા! બહું જ ઓછા, તો વ્યસનની લોકો જ ધનવાન બનતા હશે? એવું તે કયું કારણ હશે ?
વ્યસની લોકો દિવસમાં ત્રણ વખત પાનના ગલ્લે જઈ, રોજની છ ફાકી બનાવડાવી, મો ચુનો ચોપડાવી, બીજાને પૈસાદાર બનાવતા હોય છે. એક-એક તમાકુ ભરેલી સોપારીનો ટુકડો અને સાથે ચૂનાનો સ્વાદ એમાંય સિગરેટનો ધુમાડો શરીરના અવયવોને તો ધીમીધારે બાળે જ છે. સાથે- સાથે આપણી આસપાસના લોકોમાં પણ આની અસર કરે છે. આર્થિક રીતે તો આ વ્યસનો નુકશાન કરે છે. પરંતુ સમાજમાં પણ આવા લોકોનું સન એક વ્યસનીથી ઓછુ નથી ભલે તે દારૂ ન પીતો હોય!
રોજની આવી નાની-નાની બાબતો એક દિવસ વિકટ સ્થિતિમાં મૂકી દે છે અને એ સ્થિતિ દેવાદાર કરીને જ છોડે છે. આપણી વચ્ચે જ એવા કેટલાય લોકો છે જેઓ દરરોજ બે-ચાર ફાકી ખાવા દિવસમાં રોજનો નજીવો ખર્ચ કરે છે પણ પોતાના માટે રૂપિયા ભેગા કરી ગમતી વસ્તુ નથી લઈ શકતા અને પરિવાર માટે પણ તેઓ આર્થિક રીતે નિ:સહાય રહે છે. એજ વ્યક્તિ રોજના ૩૦ કે ૫૦ રૂપિયામાથી તેના મહિનાના ઘરખર્ચના થોડા પૈસા ચૂકવી શકે છે કે અથવા તો એ બચેલા ૨૦૦, ૫૦૦ રૂપિયાનું મહિનાનું રોકાણ કરી શકે છે આ પૈસાથી તેઓ ગણતરીના વર્ષોમાં જ પોતાની મનપસંદ વસ્તુ લઈ શકે છે. ઉપરાત તેઓ પોતે અને પોતાના પરિવારને દરેક પળે ખુશ રાખી શકે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના આકડા જોઈએ તો તમાકુ અને સિગરેટ ના બંધાણીઓની સંખ્યા વિશ્વમાં ૧૧૦ કરોડને પાર છે. તેમાંથી ૨૧.૪ ટકા પુરુષો ભારતમાં છે. જયારે ૧૨.૮ ટકા મહિલાઓ છે. તેમજ ૮૦ ટકાથી વધુ ભારતીયો મધ્યમ અને નીચી આવક ધરાવે છે. આ બંધાણી દુનિયાભરમાં વર્ષે ૬૦ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ૨૦૨૨-૨૩ માં આ આકડો અસામાન્ય થવાના અંદાજો છે. તેમજ આ વર્ષો દરમ્યાન ૮૦,૦૦,૦૦૦ થી ૯૦,૦૦,૦૦૦ લોકોને કેન્સર, હ્રદયરોગ થી મૃત્યુને ભેટવાની સંભાવના વધુ છે. માનસિક તનાવ, મોઢામાંથી સતત વાસ આવવી, નાની વયે દાંત ખરાબ થઈ જવા, ફેફસામાં બળતરા થવી વગેરે તેના સામાન્ય લક્ષણો કેન્સર, બ્રેઇન હેમરેજ, લકવો, હ્રદયરોગ જેવા ભયાનક રોગોમાં પરિણમે છે
આપણા વૃદ્ધોની એક કહેવત છે ટીપે-ટીપે સરોવર ભરાય આજ કહેવત થકી આવા માણસો ધનવાન બનતા હોય છે. સફળતાની કોઈ જ ચાવી નથી તેમ ધનવાન બનવાની પણ કોઈ જ ચાવી નથી. માણસ ધારે ત્યારે એક દિવસનો ધનવાન બની શકે છે. આવા એક-એક દિવસ ભેગા કરીએ તો એક ઓર એક ગ્યારાહ ની જેમ મહીને ૫૦૦ લેખે ૧૨ મહિનાનો હિસાબ કરો, કેટલા થાય? તો બોલો!! કોને ધનવાન થવું છે!!?
૩૧ મે એ તમાકુ નિષેધ દિવસ છે તો ચાલો વ્યસન ને કહીએ ‘ના’, વ્યસનમુક્ત જીવનને કહીએ ‘હા’