દેશના રાજકારણમાં ભારે હલચલ મચાવનારા રાફેલ યુધ્ધ વિમાન સોદામાં મોટી ગેરરીતિ થઈ હોવાના વિપક્ષના આક્ષેપ સામે બચાવમાં મુકાય ગયેલી સરકારને રાહત આપતી ઘટનામાં ડેસોલ્ટના સીઈઓ એરિકકેપીયરે જણાવ્યું હતુ કે રાફેલમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી.
ઈન્ડિયન એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તમામ પ્રક્રિયા અને ૧૨૬ મધ્યમ કક્ષાના કોમ્બેટ એરફ્રાકટ બાદ ૩૬ વિમાનોની ડિલેવરી માટેની પ્રક્રિયામાં તમામ પ્રકારની વિધી અને નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
ડેસોલ્ટ એવિશેશન સીઈઓએ કહ્યું હતુ કે રાફેલમાં કિમંત અને તેની ગુણવત્તા બાંધછોડ થાય તેવી એક પણ ક્ષતિ સામે આવી નથી.
રાફેલમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપનો સામનો કરતી સરકારે અગાઉ જ આ સોદા અંગેની તમામ પ્રક્રિયામાં કલીનચીટ મેળવી લીધી છે. બુધવારે વધુ એક કલીનચીટ જેવા એરિકસનના નિવેદનથી રાફેલમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરનારાઓની પીછે હઠ થઇ છે.