મહાનગરના વિસ્તારની અવિકસિત જંગલના નેસડા જેવી હાલત: અધીકારીઓ અને પદાધિકારીઓ વિકાસના નામે ઉઠ્ઠા ભણાવી રહ્યા છે
જૂનાગઢ મહાનગરપાલિકા હાલ ચુટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોના વિસ્તારમાં ઉડતી મુલાકાતે નીકળયે તો ખ્યાલ આવે જાહેરમાં ફાકા ફોજદારી કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ વાસ્તવમાં શું છે જૂનાગઢ વોર્ડ નંબર વીસના પચેશ્વર વિસ્તારની હાલત પણ કાઇક આવિજ છે કોંગ્રેસના નેતાઓ આ વિસ્તારમાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે સાથે ખુલ્લેઆમ ઉઠા ભણાવે છે જેના કારણે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે વિકાસની વાતો કરવામાં સતત હરીફાઈ કરનારા નેતાઓ આ વિસ્તારમાં શુધ્ધ પીવાનું પાણી આજ દિવશ સુધી આપી શક્યા નથી આટલાથી ના અટકી ધરાર કામગીરી દેખાડવા હાલ દિવસોથી આ વિસ્તારના રોડ રસ્તાઓ રીતસર ખોદી નખાયા છે સરખી રીતે ચાલી પણ ના શકાય તેવા મહાનગરનાં આ રસ્તા પર ચાલનારી પ્રજા આવનારી મહા નગરપાલિકાની ચુંટણીમાં કચ કચાવિને જવાબ આપવાની તૈયારી કરી રહી છે
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકાના વોર્ડ નંબર વીસના પચેશ્વર વિસ્તારમાં ઉડતી મુલાકાતે જતા અનેક સમસ્યાઓથી પીડાતી પ્રજાની વેદના છલકાઈ જવા પામી હતી વોર્ડ નંબર વીસ ના સ્થાનીક રહેવાસી હેતલ બેને જણાવ્યું હતુ કે જવાબદારોને અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાઓ દિવસેને દિવસે વિકરાળ બનતી જાય છે નજીકમાં મહા નગરપાલિકાના મુકેલા અન્ય ટાકા પર પાણી ભરવા જાય ત્યારે તમે તમારા ટાકેથીજ પાણી ભરો અહી અમારે પણ પાણીની ઘટ છે માટે પાણી માટે ધોમ ધખતા તાપમાં ભટકવું પડે છે પદાધિકારીને રજૂઆત કરીએ છીએ ત્યારે તમે ઓને મત આપોછો આને મત આપોછો એટલે તમારે ભોગવવુ પડશે તેવા ઉડાવ જવાબો મળે છે જ્યારે આજ વિસ્તારના અન્ય એક મહિલા રૂપલ બેને જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં બે મહિના જેવા સમય ગાળાથી સતા વાળાઓ દારમાં નથી નવી મોટર નાખી શકતા કે નથી દારમાં સલવાયેલ મોટર કાઢી શક્તા પાણી માટે આ કાળજાળ તાપમાં એક થી બે કિલોમીટર ભટકવું પડે છે મહા નગરપાલિકાનો ટાકો પાણી નાખી જાયછે તે પાણી પીવા લાયક આવતુ નથી ડોહ્ળુ અને ગટરના પાણી જેવુ ગંધાતુ પાણી આવે છે તાત્કાલિક અમારી સમસ્યાનું નિરાકરણ નહી આવે તો મહા નગરપાલિકા ખાતે જોવા જૈવી થાસે અને તેની તમામ જવાબદારી હાલ અમને રંજાડનાર જવાબદારોની રહેશે
અન્ય એક આજ વિસ્તારના સિનીયર સીટીઝન પ્રભા બેને જણાવ્યું હતું કે ઘણા સમયથી આ વિસ્તારમાં રહીએ છીએ આવી પાણીની અછત જૂનાગઢમાં આજ દિવશ સુધી જોવા મળી નથી હવે આ જાતી જીંદગીએ બેળા સરઘસમાં જોડાવું પડશે ? પાણીની અછત સાથે ઉમર મારે જાવુ ક્યાં બે ત્રણ દિવસ સુધી પાણી નથી આવતુ અને આવે ત્યારે અછત ના કારણે રઘયાત્રા થયેલા લોકો ધક્કે ચડાવે છે એવુ લાગે છે કદાચ આજ દિવસો દેખાડવાનું ભગવાને બાકી રાખ્યું હશે ? પાણીની સમસ્યાનો નિકાલ નહી આવે તો મારે બેળા સરઘસમાં આગેવાની લેવી પડશે આજ વિસ્તારના અન્ય એક રબારી આગેવાન ગાંડાભાય જગાભાય કટારાએ જણાવ્યું હતું કે અમારો વિસ્તાર જમીયલસા દતાર બાપુ ની તળેટીમાં આવેલો છે એની છત્રછાયામાં બેસી ખોટુ નહી બોલું અમે ગંદી રાજનીતિ નો શિકાર બન્યા છીએ અણઘડ આયોજનના કારણે અમારા વિસ્તારના લોકોને રોડ તેમજ પાણી ના પ્રશ્ને મહિનાઓથી શહન કરવુ પડે છે.
વર્ષોની સડી ગયેલી પાઇપલાઇન બદલાતી નથી એવીજ રીતે જૂની ખખળધજ મોટર પણ બદલાવાતી નથી માટે રાજકીય રાગ દ્વેષ રાખી જાણી જોઈને અમારી આ હાલત કરાય છે આવનારા સમયમાં જવાબદારો ધ્યાન નહી આપે તો અમારે આનામાટે જલદ આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જોકે આ લોકોના પ્રશ્નો અંગે ઇન્ચાર્જ વોટર વર્કસ ઇજનેર ચુડાસમાને પુછતા આ લોકો તદ્દન ખોટા હોવાનું જણાવ્યું હતું પાણી નીયમીત અને પીવા લાયક અપાતું હોવાના રટણ સાથે આ વિસ્તારના લોકો બે જવાબદાર અને બે દરકાર હોય પાણીની મોટર સતત્ ચાલુ રાખતા હોય પરીણામે આ પરીસ્થીતી સર્જાય હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણી માટીના કારણે ડ્હોળુ દેખાય રહ્યું છે બાકી તેની સુધ્ધતા અંગે લેબોરેટરી પણ કરાવી લેવામાં આવી છે અને તેનો રીપોર્ટ પણ નોર્મલ હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ પાણી નજરે જોનારા કોયપણને આ વાત ગળે ઉતરતી નથી પાણી રીતસર ગંધાતુ અને ડ્હોળુ હોવાનું રટણ નજરે જોનારા કરી રહ્યા છે પાણી પુરવઠા વિભાગના સુપ્રીટેંન્ડેંટ ઇજનેર એ. એચ. મલેક ને વર્તમાન પાણીની પરીસ્થીતી અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસેથી પાણી ખરીદી અને વિતરણ કરતી જૂનાગઢ મહા નગરપાલિકા પાસે અમારા વિભાગનું સાડા ત્રણ કરોડથી વધુ લેણું બાકી છે અલગ અલગ વિસ્તારમાં વિતરણ વ્યવસ્થા માટે પાણીની ટાકીઑ અમેજ પુરી પાડતા પરંતુ બીલ બાકી હોવાના કારણે હાલ નીયમોનુસાર હાલ રોકડેથી ખરીદી કરવાની થતી હોય મહા નગરપાલિકા ખાલી પાણીની ટાકીઓ ખરીદી રહી નથી અછત અંગે પુછતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા ડેમોમા હાલ ૪૫ % જેટલો પુરવઠો હોય અછત ની પરીસ્થીતી ઉભી થાય તેવા કોઇ એંધાણ દેખાતા નથી
પ્રજા પાસેથી પાણી વેરો ઉઘરાવવામાં પાવરધી મહા નગરપાલિકા ઉધારી ચુકવવામાં અહી વામણી પુરવાર થતી જોવા મળે છે બીજી તરફ પ્રજા સમક્ષ ક્રુત્રીમ અછત નું વાતાવરણ ઉભુ કરી મતોનું રાજ કારણ રમાય રહ્યુ હોય તેવું જાગ્રુત નાગરિકોને લાગી રહ્યું છે એક તબક્કે બધી રીતે સક્ષમ તંત્ર પ્રજાને પાણી માટે ધરાર ટટળાવી રહ્યુ છે