એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર…..! એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.

33987 Squirrel With Walnutઆમ જ સમય વિતતો રહ્યો…..

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.

પણ… ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?

આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! !

maxresdefault 11આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.

ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?

શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !

 આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !

એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે “મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો.

 BUSY પણ અને  BE-EASY પણ રહો

-: આર્ટીકલ ગમે તો અચૂક શેર કરો:-

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.