રફાલ ડીલ માટે રિલાયન્સ ગ્રુપ સાથે અમે સ્વૈચ્છિકને સ્વતંત્ર ભાગીદારી કરી છે: ફેંચ કંપની ડેસલ્ટ એવીએશન
ભારત ફ્રાન્સ વચ્ચેની રફાલ ડીલ માં ભાજપ સરકારે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. અને આ મુદે મોદી સરકાર સાથે સાથે રીલાયન્સને પણ કોંગ્રેસે ઘેરી છે. તો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોચ્યો છે. ત્યારે આ રફાલ લડાકુ વિમાનો બનાવતી ફ્રાન્સની કંપની ડેસલ્ટ એવિએશને દાવો કર્યો છે કે આ ડીલમાં રિલાયન્સના અનિલ અંબાણીને ભાગીદાર બનાવવામાં કોઈ રાજકારણ નથી. રિલાયન્સ ડીફેન્સ સાથે કરાર કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો.
ફ્રેન્ચ ઓનલાઈન મિડીયા રીપોર્ટમાં કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, ડેસલ્ટ એવિએશને રિલાયન્સને ભાગીદાર બનાવતા પહેલા ૧૦૦ કંપનીઓને તપાસી હતી. ફ્રાંસની ઈન્વેસ્ટીગેટીવ વેબસાઈટ મીડીયા પાર્ડ અનુસાર તેમની પાસે આ વાતની પુષ્ટિ માટે જરૂરી દસ્તાવેજો પણ છે. ડેસલ્ટ એવિએશનના ડોકયુમેન્ટમાં આ વાતની પુષ્ટિ થાય છે. કે તેઓ પાસે રિલાયન્સને ભાગીદાર બનાવવા સિવાય કોઈ વિકલ્પ નહતો અને આ ભાગીદારીમાં કોઈ રાજકારણ રમાયું નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતે ફ્રાંન્સ પાસેથી ૫૯ હજાર કરોડ રૂપીયાની કિંમતના ૩૬ રાફેલ લડાકુ વિમાન ખરીદેલા છે. અને આ માટે ફ્રાંસની ડેસલ્ટ અને રીલાયન્સ વચ્ચે મુખ્ય ભાગીદારી કરવામાં આવી હતી. જેના પર કોંગ્રેસ સહિતના વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે.
આ રાફેલ ડીલ મુદે અગાઉ ફ્રાંસ સરકારે દાવો કર્યો હતો કે, રિલાયન્સ સાથે ભાગીદારી કરવા ભારત સરકારે જ સુચવ્યું હતુ પરંતુ ભારતીય રક્ષા મંત્રાલયે આ દાવાઓને ખોટા ગણાવી કહ્યું હતુ કે, ભારતે આ પ્રકારે કોઈ કંપનીનું નામ સુચવ્યું નથી. અને કોન્ટ્રાકટ અનુસાર કરારમાં સામેલ ફ્રેન્ચ કંપનીને ભારતે કોન્ટ્રાકટ વેલ્યુના ૫૦ ટકા કિમંત ઓફસેટ આપવા રીઈન્વેસ્ટમેન્ટ તરીકે ચૂકવવાની હતી આ મુદે બંને દેશની સરકારની કોઈ ભૂમિકા નથી.
કંપનીના સીઈઓએ વધુમાં એ પણ ખુલાસો કર્યો કે, ડેસલ્ટ એવિએશને ભારતના રિલાયન્સ ગ્રુપ સાથે સ્વૈચ્છિક ભાગીદારી કરી છે.