ભાજપની હિન્દુત્વવાદી છબીના પોસ્ટર બોય અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે કેરળની મુલાકાતે છે. તેઓ ભાજપની જન રક્ષા યાત્રામાં જોડાયા અને ડાબેરીઓના ગઢ કેરળમાં પદયાત્રા કરી રહ્યા છે. તેમણે કન્નૂરથી યાત્રા શરૂ કરી છે.
આ યાત્રા દરમિયાન યોગીએ કહ્યુ કે કેરલ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાની કમ્યુનિસ્ટ સરકારનો વાસ્તવિક ચહેરો બતાવવા માટે આ યાત્રા થઈ રહી છે. રાજનીતિક હત્યા રોકાવવી જોઈએ. યોગીએ કહ્યું કે લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. પરંતુ રાજનીતિથી પ્રેરિત હત્યા થઈ રહી છે
અમિત શાહ ગઈકાલથ કેરળમાં છે. જેમાં ભાજપના મોટા નેતાઓ જોડાશે. અને વિભિન્ન ભાગોમાં ફરીને આ યાત્રા રાજધાની તિરુવનંતપુરમમાં સમાપ્ત થશે. કેરળમાં ભાજપ અને સંઘ કાર્યકરોની હત્યાને લઈને કથિત રાજનીતિક હત્યાનું ષડયંત્ર ગણાવીને ભાજપે 15 દિવસની જન રક્ષા યાત્રા શરૂ કરી છે.