શું આતંકી હાહાકારનાં મૂળમાં કશુંક ભેદી નથી?

“મારા  દેશની સ્વાધીનતા – સ્વરાજ એ મારો જન્મસિઘ્ધ અધિકાર છે અને હું જે મેળવીને જ જંપીશ અંગ્રેજી સલ્તનતની હાકેમીને સમયે શ્રી બાળગંગા ધર ટિળકે આમ માનવાની અને ખુલ્લે આમ કહેવાની હિંમત કરી હતી.”સ્વરાજને ખાતર અને ગુલામીને ખતર કરવા ખાતર આખો દેશ મારી સાથે રહેવાનો છે એમ માનવાની હિંમત મહાત્મા ગાંધીએ બતાવ હતી.

સાધુ વાસવાણીના શબ્દોમાં કહીએ તો, ‘ટિળક એન્ડ ગાંધી ડેઅર્ડ ટુ બિલીવ’એમની તેજસ્વિતા અસાધરણ હતી.હેડગેવારનો દ્રષ્ટિકોણ પણ મૌલિક અને વજનદાર હતો. છેક ૧૯૨૫ના દશેરાના દિને તેમણે આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું મંગલાચરણ કર્યુ અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતરનો સુરમો આંજીને કૂચ આરંભી હતી. એ ઘડીએ ૯૪ વર્ષનાં વ્હાણાં વાઇ ચૂકયાં છે.

કહેવાય  છે કે આર્ય અને અનાર્ય, વિધર્મી અને સ્વધર્મી, સુર અને અસુર વચ્ચે આપણે ત્યાં અને લગભગ સર્વત્ર યુઘ્ધ ચાલ્યા જ કરે છે જય-પરાજયનું નું સ્મરણ કરાવતી અને સર્જન-સંહારની ઐતિહાસિક ઘટનાઓ આ રાષ્ટ્રની ભુમિ પર બની છે. અને બનતી રહી છે. રામ-રાવણ વચ્ચેનું યુઘ્ધ, કૌરવો પાંડવો વચ્ચેનું યુઘ્ધ અને બીજાં નાનાં-મોટાં યુઘ્ધો ભરત ખંડની ધરા નિહાળી ચૂકી છે.

આર.એસ.એસ. પરિવાર હવે વિશ્વહિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, સ્વદેશી જાગરણ મંચ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિઘાર્થી પરિષદ, ભારતીય મઝદુર સંઘ અને અન્ય એકમો સાથે વિસ્તર્યો છે.વડાપ્રધાન અને તેમની સરકાર આર.એસ.એસ.ની પ્રભુતા હેઠળ ચાલવા જોઇએ એવો સૂર અત્ર-તત્ર-સર્વત્ર રેલાતો થયો છે.

પાટીદાર અનામત આંદોલન અંગે વિહિપના નેતાની ગુજરાત સરકાર વિરુઘ્ધની ‘ગઇકાલ’ની ટિપ્પણીઓ અનામત અંગેની નીતિમાં બદલાવની ‘સંઘ’ના નેતા મોહન ભાગવતની ગઇ ગુજરી સમી હિમાયત સંબંધી વિવાદ, બિહારમાં ભાજપના નેતાઓ તથા નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના નેતઆોને રદિયો, નવરાત્રિમાં વિધર્મીઓ અને મૂર્તિપુજામાં ન માનતા લોકોને ન પ્રવેશવા દેવાનો તેમજ કપાળમાં તિલક સાથે ગૌમૂત્રની અંજલી માથે ચડાવવાની શરતે જ નવરાત્રિમાં ગરબાનાં સ્થાને જવા દેવાનો વિહિપનો હુકમ સંઘની રોજીંદી સંખ્યામાં વધારો કરવાના આદેશનું પગલું, હિન્દુઓનું બળ વધારવાની પ્રવૃતિઓમાં વૃઘ્ધિ તેમજ લેખકો, સાહિત્યકારોએ રાષ્ટ્રમાં વધતી જતી અસહિષ્ણુતાના વિરોધમાં સાિ!ત્ય એકેડેમીના એવોર્ડ તેમજ પદ્મશ્રી એવાર્ડ પરત કરનારાઓ સામે સરકારની તેમજ સંઘની લાલ આંખ વગેરે બધું સંઘ પરિવારની ગતિવિધિઓ વિષે એકાત્મકતા અને સમાન વિચારની સારી છાપ ઉપસાવી નહોતી.

એને લીધે સંઘની સર્વોપણૂતાનું અવમુલ્યન તથા સંઘના મૂળભૂત લક્ષ્યનું અવમૂલ્યન ખુલ્લું પડયા વિના રહ્યું ન હોતું. અત્યારે પણ સંઘના વડાનું વલણ સંબંધમાં તથા સરકારના એ અંગેના વલણે ભાજપના પીઢ નેતાઓને સારી પેઠે નારાજ કર્યા હોવાનું તેમના પ્રવચનો ઉ૫રથી ખુલ્લુ થયું છે. યશવંતસિંહા, શત્રુઘ્ન સિંહા અને અન્યોનો તેમાં સમાવેશ થયો છે.

ભાજપ અને આરએસએસને મુસ્લીમ સમસ્યા મુંજવે છે. ભાજપ તેને હિન્દુઓના પક્ષ તરીકે જાહેર કરી શકતો નથી, અને મુસ્લીમોની હરકતોને શાંખી શકતો નથી. મુસ્લીમોના મત વિના પોતે નબળા પડશે એવી દહેશત આરએસએસ અને ભાજપ એમ બન્ને છે !અજવાળુ અને અંધકાર વચ્ચેનો સંઘર્ષ યુગોથી ચાલ્યો આવ્યો છે. રામ અને રાવણ વચ્ચેનો સંઘર્ષ પણ કોઇને કોઇ સ્વરુપે ચાલતો રહ્યો છે.અંધકારની સામે અંધારું પરાજિત થતું જ રહ્યું છે, પણ એને કાયમી દેશવટો આપી શકાયો નથી !

એમની વચ્ચે સમાધાન થાય, એમાં કોઇને રસ નથી !આમ તો આપણા દેશના ઋષિઓએ તો સ્પષ્ટ પણે એવું કહ્યું છે કે, જેને સમાધાન કરતાં ન આવડે તેમણે યુઘ્ધો નહિ કરવા જોઇએ.પરંતુ પાકિસ્તાનની રચના સાંપ્રદાયિક ધોરણે જ થઇ છે અને તેને લીધે જ બન્ને વચ્ચે કંકાસ, કડવાશ, શત્રુતા અને દુશ્મનાવટ સતત ચાલુ રહ્યા છે.

ઓછામાં પૂરું આપણા દેશમાં દેશદાઝનો છપ્પનિયા દુકાળ જેવો દુકાળ પડયો છે. રાષ્ટ્રીય હિતોની ઘોર અવગણના થઇ રહી છે. રાજકીય પક્ષો સત્તાની લાલસામાં ગાંડાતૂર બન્યા છે.ભ્રષ્ટાચાર સામેના યુઘ્ધમાં આપણી સરકારો અને રાજકર્તાઓ બૂરી રીતે પરાજિત થયા છે.ચૂંટણીઓ વખતે તેમને અસંખ્ય બનાવટી વચનો આપીને અને ખોટાં આંબા આંબલીઓ દાખવીને દેશવાસીઓ સાથે છેતરપીંડીઓ કરી છે.

હમણાં સુધીની ચુંટણીઓમાં મતદારો છેતરાયા છે, અને હવે એનું ભાન થયું હોવાનું જણાય છે.રામજન્મ ભૂમિ મંદિરનાં નિર્માણની ગુલબાંગોનો અંત નથી. બેફામ વધતી મોંધવારીને કાબુમાં લેવાની અને બેકારોની ફોજને નોકરીઓ આપવા સહીતની ગુલબાંગોનો પણ અંત નથી. ‘વિકાસ’શોઘ્યો જડતો નથી.

શિક્ષણ ક્ષેત્રનું બેહુદું વ્યાપારીકરણ થયું છે. રાજકારણનું અપરાધીકરણ થયું છે. નેતાની, પ્રજાએ ચુંટેલા પ્રતિનિધિઓના ખરીદ-વેચાણ ખુલ્લી રીતે થઇ રહ્યા છે.પક્ષાતર કરનારને પ્રધાનમંડળમાં બેઠેલાઓ મહત્વના લાભો સાથે અભિનંદન આપે, એવો જમાનો આવી ગયો છો.આવી પ્રવૃતિઓને દેશદ્રોહ નહિ તો શું કહેવું?જયાં રાજનેતાઓના મુખ, હસ્ત, ચરણ અને હ્રદય પવિત્ર નથી. ત્યાં સુધી શાંતિ કયાંથી હોય ? આ આતંકીઓ જન્મતા નથી. પેદા થાય છે. રશિયામાં અપરાધ કરનાર માણસને સજા કરતાં પહેલા ત્યાંની સમાજવ્યવસ્થા પ્રતિ નજર કરવામાં આવે છે. અને એ કયાં કારણોસર અપરાધી બન્યો તે જાણીને એમાં ઉચિત સુધારા કરવામાં આવે છે. આપણા દેશમાં ગુનાખોરો વધે છે ને જેલો વધે છે. જાણકારી મુજબ ત્યાં જેલોની સંખ્યા ઘટે છે !આપણે ત્યાં આતંકી રકતપાન સર્જનારા પાકિસ્તાનની પેદાશ હોય છે. એમને સખ્તમાં સખ્ત રીતે ભોંય ભેગા કરવા જોઇએ.

સમગ્ર ભારતમાં રોષ-આક્રોશ ભભૂકાવનાર કાશ્મીરી આતંકીઓને વીણી વીણીને મોતનાં ખપ્પરમાં હોમી જ દેવા જોઇએ. તેની સાથે પાકિસ્તાનને પણ જુદી જુદી રીતે ખોખરું કરવું જ પડે !બીજી બાજુ, આપણે ત્યાં દેશદ્રોહનું ધોર પાપ કરનાર દેશદ્રોહીઓને અને તેમના પાપાચારને નેસ્તનાબુદ કરવા જોઇએ.

આની સાથે, આટલો ભયંકર રકતપાત કેમ શકય બન્યો, જાસૂસી તંત્ર કેમ ઊંધતું રહ્યું, આતંકી પરિબળોને પગદંડો જમાવવા દેવામાં કોણે કાળા હાથ કર્યા, એમાં પણ ઊંડા ઉતરવું જોઇએ અને ઉપર દર્શાવ્યું છે તે બધી જ પ્રવૃતિઓ આચરનારાઓની હલકટાઇને ‘દેશદોેહ’જ ગણીને તેને લગતી કાનુની કાર્યવાહી ગણવી જોઇએ.

આપણા દેશની આંતરિક સ્થિતિનું પુનરાવલોકન કરવું ઘટે, અને છૂપા દેશદ્રોહીઓ વિષે આત્માખોજ કરવી જોઇએ!અને છેલ્લે,જેમ જેમ આતંકી પરિબળો સામે આકરાં પગલાં લેવાતાં જશે તેમ તેમ નવી નવી સનસનાટીઓ સર્જાતી જશે એ ન ભૂલીએ!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.