નાગાર્જુન સાગર શ્રીશૈલમ ટાઇગર ભારતનાં સૌથી મોટા આરક્ષિત ક્ષેત્રમાં એટલે કે રિઝર્વમાંથી એક છે. આ આંધ્રપ્રદેશમાં છે અને પાંચ જિલ્લાઓ જેવાં કે નાલગોંડા, મહેબૂબનગર, કર્નુલ, પ્રકાશમ અને ગુંટૂર જિલ્લાઓમાં ફેલાયેલ છે.
આ એ રિઝર્વમાંથી એક છે કે જ્યાં પશ્ચિમ બંગાળ સિવાય રૉયલ બંગાળ ટાઇગર જોઇ શકાય છે. આનો મુખ્ય હિસ્સો અંદાજે 3,568 સ્ક્વેર કિ.મીમાં ફેલાયેલ જંગલનાં 1,200 સ્ક્વેર કિ.મી ભાગમાં છે.
આ ટાઇગર રિઝર્વની મુલાકાત કરવા આવનાર લોકો માટે તીર્થયાત્રારૂપે પણ એક અવસર બની શકે છે કેમ કે નાલામાલાનાં પહાડો પર સ્થિત આ સ્થળ એક પવિત્ર તીર્થસ્થળ પણ છે.
અહીં શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન અને દેવી ભરરામમ્બાનું પ્રાચીન મંદિર પણ સ્થિત છે. દેવી ભરરામમ્બા માતા પાર્વતીનો જ અવતાર માનવામાં આવે છે. આ મંદિર બાર જ્યોતિર્લીંગો અને આઠ શક્તિપીઠોમાંથી એક છે.
આધુનિક શ્રીશૈલમ ટાઇગર રિઝર્વ 1983માં પ્રોજેક્ટ ટાઇગર અભિયાનનાં સંરક્ષિત જાહેર કરવામાં આવ્યું. આઝાદી પહેલાં આ રિઝર્વનો દક્ષિણી અડધો ભાગ તત્કાલીન અંગ્રેજ સરકાર દ્વારા અને ઉત્તરી અડધો ભાગ હૈદરાબાદનાં રાજાનાં શાસનમાં આવતું હતું કે જેમણે પોતાના અને પોતાના મહેમાનો સાથે શિકારનો આનંદ લેવા માટે આને વિકસિત કરવામાં આવ્યું.
1983 સુધી આ જંગલમાં અંદાજે 40 વાઘ હતા કે જે અવૈધ શિકારને લઇ ઘણા ઘટી ગયા હતાં. સંરક્ષિત જાહેર કર્યા બાદ 1989માં એની સંખ્યામાં વધારો થયો અને આંકડો 94 સુધી પહોંચી ગયો. વીતેલા વર્ષોની ગણનાએ આની સંખ્યા 110 સુધી પહોંચી ગઇ હતી.