સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જો કે આંચકાની તિવ્રતા 1 થી લઈ 4.5 સુધીની નોંધાઈ છે. ત્યારે આવા આવા નાના મોટા આંચકાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. કચ્છમાં સૌથી વધુ ભૂકંપના આંચકા આવે છે. જમીનની અંદર પાણીની સપાટીનું સ્તર વધતાં પ્લેટમાં જે હલન-ચલન થાય છે તેનું બેલેન્સ જાળવી રાખવા આવા નાના-મોટા આંચકાનો અનુભવ થાય છે. આ આંચકા સામાન્ય હોય અને તેની ઉંડાઈ પણ જમીનથી થોડી ઉંડે હોય જેથી તેની અસર વધુ થતી નથી જેને લઈ આવા આંચકાથી લોકોએ ડરવાની જરૂર નથી તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મોડી રાત્રે 12:52 કલાકે કચ્છના દૂધઈથી 28 કિ.મી. દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે 2ની તિવ્રતાની આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે 4:10 કલાકે કચ્છના ભચાઉથી 19 કિ.મી. દૂર 2.7ની તિવ્રતાની આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું અને આ આંચકાની ઉંડાઈ જમીનથી 26.3 કિ.મી. ઉંડે નોંધાઈ હતી. જ્યારે મોડી રાત્રે આવેલા આંચકાની ઉંડાઈ જમીનથી 20.2 કિ.મી.ની નોંધાઈ હતી.

આંચકા સામાન્ય હોય છતાં ઘણા ખરા લોકોને આ આંચકાનો અનુભવ થતો હોય છે. જો કે આ આંચકાથી લોકોએ બિલકુલ ગભરાવવાની જરૂર નથી. આજે આવેલા આંચકાથી હાલ તો કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

સૌરાષ્ટ્રમાં તાજેતરમાં ર0ર1નો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો જેની તિવ્રતા 4.5 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી. આંચકાનું કેન્દ્રબિંદુ ઉનાથી ર7 કિ.મી. દૂર દરિયાકાંઠે નોંધાઇ હતી અને આ આંચકાની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.