ઉદ્યોગો આડેની બ્યુરોક્રેટની બેરીકેડ તોડવામાં પ્રથમ રાજ્ય બન્યું રાજસ્થાન

આપણા દેશમાં નવા ઉઘોગો સ્થાપવામાં અનેક સરકારી વિભાગોની મંજુરી લેવી પડે છે. આવા સરકારી વિભાગોના બ્યુરોક્રેરોની દાદાગીરીના કારણે ઉઘોગકારોને અનેક પરેશાની ભોગવવી પડે છે. જેની બ્યુરોક્રેટોની બેરીકેડ નવા ઉઘોગો સ્થાપવામાં નડતર રુપ હોય જેને દુર કરવા રાજસ્થાનની અશોક ગેહલોતે સરકારે મહત્વપૂર્ણ ખરડો લાવવાનો નિર્ણય કર્યો છે.

આ ખરડા મુજબ રાજસ્થાનમાં લધુ, નાના અને મઘ્યમ ઉઘોગો સ્થાપવા માટે કોઇપણ સરકારી વિભાગોની મંજુરી  હવે લેવી નહીં પડે તથા આવા નવા ઉઘોગોને ત્રણ વર્ષ સુધી કોઇપણ સરકારી તંત્રો તપાસ કરવા પણ જઇ શકશે. રાજસ્થાનમાં નવા રોકાણોને આકર્ષવા અશોક ગેહલોત સરકારે લધુ, નાના અને મઘ્યમ ઉઘોગ માટે ખાસ ખરડો-૨૦૧૯ લાવવા ગત સપ્તાહે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં દેશભરમાં સૌ પ્રથમ વખત લધુ, નાના અને મઘ્યમ ઉઘોગોને પ્રોત્સાહન આપવા માટે નડતરરુપ સરકારી નિયમોની જોગવાઇઓનો હટાવવામાં આવી છે. જેનો લાભ લેવા માટે ઉઘોગકારો માત્ર સરકારી તંત્રમાં તેઓ કયાં પ્રકારનો ઉઘોગ સ્થાપવા માંગો છે તેનું ડેકબેરેશન આપવાનું રહેશે. જેથી આવા ઉઘોગકારોને તંત્ર દ્વારા સ્વીકૃતિ પ્રમાણપત્ર આપવામાં આવશે જે બાદ ઉઘોગકાર કોઇપણ જાતની સરકારી મંજુરી વગર પોતાની રીતે ઉઘોગની  સ્થાપના કરીને પ્રોડકશન શરુ કરી શકશે.

આ અંગે રાજસ્થાનના ઉઘોગ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સુબોધ અગ્રવાલે જણાવ્યું હતું કે ઉઘોગો સ્થાપવા વિવિધ સરકારી તંત્રોની જરુરી મંજુરી મળવામાં થતા વિલંબના કારણે ભૂતકાળમાં અનેક રોકાણકારો પોતાના પ્રોજેકટો પડતા મુકયા છે. જયારે અનેક પ્રોજેકટો સ્થાપવામાં લાંબા સમય લાગે છે. જેથી નવા ઉઘોગો સ્થાપવામાં વિવિધ સરકારી તંત્રની કનડગતથી ત્રાસીને ઉઘોગકારો નવા પ્રોજેકટો લાવવામાં નિરસતા દાખવે છે. ખાસ કરીને લધુ, નાના અને મઘ્યમ ઉઘોગકારોને આવી મુશ્કેલીઓનો વધારે સામનો કરવો પડે છે. જેથી રાજસ્થાન સરકારે આ અંગે નિયમોને સરળ બનાવીને આ તમામ સરકારી અવરોધો ને દુર કરીને નવા ઉઘોગોને સ્થાપવા માટે સરળત કરી દીધું છે.

આ નવા અધિનિયમમાં રાજસ્થાનમાં નાના મઘ્યમ ઉઘોગો સ્થાપવામાં કોઇપણ સરકારી નિયમોમાં મંજુરી અને નિરીક્ષણોમાંથી છુટ આપવામાં આવી છે. પરંતુ, આવા ઉઘોગકારોએ જે તે ઉઘોગો માટે બનાવવામાં આવેલા નિયમો, કાયદાનું પાલન કરવું જરુરી છે. રાજય સરકારના કોઇપણ સરકારી વિભાગો આ નવા અધિનિયમની જોગવાઇ મુજબ નવા સ્થાપાયેલા ઓઘોગીક એકમોની તપાસ નહી કરી શકે જો કે આ ત્રણ વર્ષનો સમય ગાળો પૂર્ણ થયા બાદ આવા એકમોને છ માસની અંદર વિવિધ સરકારી વિભાગો પાસેથી તેમને મેળવવાની થતી મંજુરી મેળવવી પડશે. રાજય સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં ઓનલાઇન અરજી કરવા અને સ્વીકૃતિ પ્રમાણપત્ર આપવા વેબસાઇટ પણ શરુ કરશે તેમ અગ્રવાલે અંતમાં ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.