મગજ માણસનો મિત્ર અને દુશ્મન પણ, આજની 21મી સદીનો મહારોગ એટલે મગજનો થાક: આજના માણસોનું મગજ વિકસિત પણ તેના ઉપયોગનું કામ અવિકસિત જેવું
જુના જમાનાના લોકોની ‘કોઠાસુઝ’ જેવી વાત આજના યુગમાં ક્યાંય જોવા મળતી નથી: ઇલેક્ટ્રોનિક ગેઝેટે આપણું મગજ શુન્ય કરી દીધુ છે: એક બીજા સાથે વ્યવહારો અને કાર્યમાં ‘મગજ’નો ઉપયોગ સૌથી જરૂરી
આપણાં શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે ‘મગજ’, નાનુ અને મોટું બન્ને મગજનું કાર્ય અને તેની આપણા કાર્યો પર થતી અસર વિશે જાણવું જરૂરી છે. વિચાર શુન્ય માણસનું પણ મગજ ચાલતું જ હોય છે, પણ તેનો સફળ થવા માટેનો ઉપયોગ બહું ઓછો જોવા મળે છે. પહેલાના જમાનામાં લોકોની કોઠાસુઝથી તેઓ ગમે તેવી મુશ્કેલીમાંથી માર્ગ શોધી લેતા અને કાર્યને સફળ બનાવતા હતા. જીવનયાત્રા દરમ્યાન આપણે સમજણા થઇને અને મૃત્યુ પહેલા સુધી સતત વિચારો આવતાં જ રહે છે, જેને કારણે મગજ સતત ચાલતું જ રહે છે.
આપણે ઘણીવાર વાતોમાં કહીએ છીએ એ ભાઇ જરાક મગજ તો ‘દોડાવ’, કાંઇક તો વિચાર કર. આ વસ્તું પાછળ આજના યુવા વર્ગે ખાસ વાત એ સમજવી જરૂરી છે કે આજના યુગમાં હરિફાઇ સાથે ડીઝીટલ યુગ હોવાથી ઘણું બધુ શિખવા માટે પણ શાંત મગજની જરૂર પડે છે. મગજ માણસનો મિત્ર અને દુશ્મન પણ છે. ક્રોધમાં મગજ ગરમ થાય ત્યારે લેવાતા નિર્ણયોથી હાની તેને જ થવાની હોવાથી 100 વાર વિચાર કરીને અંકુશ રાખવો જરૂરી છે. કોઇકના માર્ગદર્શન અને સમજદારીથી આપણું ડેવલમેન્ટ કરીને મગજનો વિકાસ કરીને કાર્યના સ્થળે બીજા કરતાં કંઇક જુદા દેખાય છીએ. કોઇવસ્તુ કે કાર્ય જોવો ત્યારે તરત જ તમને આવતાં વિચારો, દિશાસુચન, સંજ્ઞા વિગેરે તમારૂ મગજ તમને આપે છે.
આજની 21મી સદીનો મહારોગ એટલે મગજનો થાક છે. સમાજમાં તમને ઘણા માણસો એવા મળશે જે તેના વિકસિત મગજનો ઉપયોગ કરવાનું આવે ત્યારે અવિકસિત જેવું કામ કરે છે. કંઇક નવું અને કંઇક અનોખું કરવું હોય ત્યારે તમારે સૌ પ્રથમ મગજ ચલાવવું જરૂરી છે. મગજ તો ચાલતું જ હોય છે પણ તમારે સફળ થવા તેનો યોગ્ય ઉપયોગ કરવો એ રીતે વાપરવું એવો અર્થ થાય છે.
આજની સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ યુગમાં મોટાભાગનું કામ કોમ્પ્યૂટરની ઝડપે થઇ જતાં હોવાથી તેની સીધી અસર આપણા વિચારો, કાર્ય કરવાની પધ્ધતિ, યાદગીરી વિગેરે પડી છે. આજે આપણને આપણનો નંબર યાદ નથી રહેતો. આજના ઝડપી યુગમાં મશીન યુગ આવી જતાં હવે આપણે મગજ વાપરવાનું જ બંધ કરી દીધું છે. ટેકનોલોજીમાં એટલા બધા ઓત-પ્રોત થઇ ગયા છીએ કે આપણે શું કરીએ છીએ તે ઘણીવાર આપણને પણ ખબર પડતી નથી.
આજે બધા લોકો ચાલતા જોવા મળે છે, પણ મગજથી ચાલનારા કેટલા એ પ્રશ્ર્ન મોટો છે. વિચારવું અને મગજ ચલાવવો એ બન્ને બાબત જુદી છે. આપણાં શરીરના અસંખ્ય કાર્યોને કંટ્રોલ કરનાર મગજ અદ્ભૂત છે. ઇશ્ર્વરે ફક્ત માનવીને જ આ મહાન ભેટ આપી છે. આપણા મગજના ત્રણ ભાગ પડે છે. જેમાં ફોર બ્રેઇન (આગળનું), મીડ બ્રેઇન (વચ્ચેનું) અને હાઇન્ડ બ્રેઇન (પાછળનું)નો સમાવેશ થાય છે. માનવીને થતી બધી અસરોમાં સ્પર્શ, સ્વાદ, દબાણ, ઉષ્ણતાપમાન, ભાષા જાણવી કે શીખવી તે બધુ કામ મગજ કરે છે. આગળનો ભાગ બોલવા, ચાલવા, વિચારે અને હલનચલન, લાગણીઓ જેવી કામગીરી કરે છે. તેમાં રહેલ હિપોકેમ્પસનું કામ તમારી યાદગીરી લાચવવાનું કામ કરે છે. મગજમાં 60 ટકા ચરબી હોય છે.
તમારા મગજમાં 86 ટકા પાણી છે, જો તમે રોજના બે થી અઢી લીટર પાણી ના પીવો તો તમારી દિનચર્યા, કાર્ય કરવાની શક્તિ અને યાદશક્તિ પર અસર પડે છે. ઊંમર વધવાથી ‘શોર્ટ ટર્મ મેમરી લોસ’ની સમસ્યા રહે છે. યાદશક્તિનું કોઇ માપ નથી, તમે મગજના કામમાં પ્રગતિ કરો અને આઇક્યું વધારતા જાવ. એક ટકા અપવાદને બાદ કરતાં મગજની બધા જ પ્રકારની શક્તિ 25 વર્ષ પછી વધુ વિકસિત થાય છે. જીવન પસાર થાય તેમ તેમ તમારા મગજની સાઇઝ નાની થતી જાય છે. એક નવાઇની વાત એ છે કે તમારા શરીરના કુલ વજનના માત્ર બે ટકા જ તમારા મગજનું વજન હોય છે. સ્ત્રી-પુરૂષના આકર્ષણમાં પણ મગજમાં આવેલ ડોયામાઇન નામના ક્યુરોટ્રાન્સમીટર જવાબદાર હોય છે.
આજની સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ યુગમાં મોટાભાગનું કામ કોમ્પ્યૂટરની ઝડપે થઇ જતાં હોવાથી તેની સીધી અસર આપણા વિચારો, કાર્ય કરવાની પધ્ધતિ, યાદગીરી વિગેરે પડી છે. આજે આપણને આપણનો નંબર યાદ નથી રહેતો.
આપણા મગજને દબાવો કે સર્જરી વખતે કાપવાથી દર્દીને કોઇ દુ:ખાવો નથી થતો. હકારાત્મક વલણથી તમારૂ મગજ ટનાટન રહે છે. ઋતુચક્રની અસરો મગજને વહેલી પડી જવાથી ઠંડીમાં ધ્રુજારી અને ગરમીમાં પરસેવો વળવા લાગે છે. આ ઉપરાંત ભય, વિવિધ લાગણીઓ પણ તેની અસર જોવા મળે છે. તમારા મગજની તંદુરસ્તી તમારા આંતરડામાં રહેલા બેક્ટેરીયા (માઇક્રોબ્યોમ) ઉપર આધારીત છે, આને આપણા મુડ સાથે પણ સીધો સંબંધ છે. તમારી નિંદરમાં પણ તમારૂ મગજ સતત સક્રિય હોય છે.
મગજને ગમવા ન ગમવાની વાતો પણ જાણવા જેવી છે, જેમાં સારા સ્વપ્ન આવે, મિત્ર વર્તુળ વધારો, ચ્યુઇંગમ ખાવ, બહાર ગામ ફરવા જાવ, હાસ્ય મેડીટેશન, કસરત, કુદરતી ખોરાક, ફળો, સુકો મેવો, શાકભાજી વિગેરે બહું ગમે છે.
કોઇકના માર્ગદર્શન અને સમજદારીથી આપણું ડેવલમેન્ટ કરીને મગજનો વિકાસ કરીને કાર્યના સ્થળે બીજા કરતાં કંઇક જુદા દેખાય છીએ. કોઇવસ્તુ કે કાર્ય જોવો ત્યારે તરત જ તમને આવતાં વિચારો, દિશાસુચન, સંજ્ઞા વિગેરે તમારૂ મગજ તમને આપે છે. ઊંઘ ઓછી લો, દારૂ-સિગારેટ, ખાંડવાળા પદાર્થો, વધુ શ્રમ, માથાનો દુ:ખાવો, ચેપી રોગો જેવી બાબતો તમારા મગજને જરાપણ ગમતી નથી. મગજ આપણાં શરીરની નર્વસ સિસ્ટમનું મુખ્ય કેન્દ્ર છે. માનવીના મગજ અને મનની ગજબની શક્તિ હોય છે. મગજને કંટ્રોલ રાખી શકનાર સારૂ આયુષ્ય ભોગવે છે. આજના યુગમાં માણસો થોડું કામ કરીને થાકી જતાં જોવા મળે છે. ઘણીવાર તમે ઘણા કામ કરો છો, પણ એકપણ કામમાં ભલીવાર હોતી નથી, મન લબકે તમે દિલ દઇને કે મગજ ચલાવીને કામ નથી કર્યુ. મગજના ચેતાતંતુઓને નુકશાન થાય ત્યારે જોવા મળતા લક્ષણોના સમૂહને ‘ડિમેન્શિયા’ કહેવાય છે.
માનવીના મગજનું વજન માત્ર ત્રણ પાઉન્ડ !
શરીરનું મહત્વ અંગ ‘મગજ’ માત્ર ત્રણ પાઉન્ડનું છે, છતાં તે શરીરમાં વપરાતી કુલ ઉર્જા પૈકી 20 ટકા ઉર્જા વાપરી નાંખે છે. આપણું મગજ વિશ્ર્વના સૌથી જટીલ માળખા તરીકે ઓળખાય છે. આ ભાગ ખુબ જ નાજુક હોવાથી તે આંતરિક અને બાહ્ય આઘાત તેને નુકશાન પહોંચાડી શકે છે. મગજમાં થયેલ એકવાર નુકશાન બાદ તેની કાળજી લેવી અઘરી થઇ જાય છે. વિશ્ર્વમાં અલ્ઝાઇમર, ડિમેન્શિયાને લગતા વિવિધ સ્વરૂપના તેના રોગોની સંખ્યામાં વૈશ્ર્વિકસ્તરે ચીન-અમેરીકા પછી ભારતનો ત્રીજો ક્રમ આવે છે. આવનારા 2030 મગજના રોગીઓની સંખ્યા હાલ કરતાં ડબલ થઇ જશે. મગજના આરોગ્યને લગતા વિવિધ પાસાંને આવરી લેવા માટે ‘વિટામીન-બી’ શ્રેષ્ઠ છે. લીલાશાકભાજીમાં વિટામીન બી-9 ફોલિક એસિડથી સમૃધ્ધ હોવાથી આપણો મુડ અને તંદુરસ્તી સારી રહે છે. તમારા મગજને વૃધ્ધ થતું અટકાવવા વિટામીન-બીના કુલ 8 પ્રકાર પૈકી બી-1, બી-12, બી-9 થી ભરપૂર આહાર લેવો જરૂરી છે.