થડા માટે અપસેટ કિંમત રૂ.૧.૨૧ લાખ રખાતા વેપારીઓએ હરાજીમાં રસ ન લીધો હોવાનું તારણ

શહેરની અલગ-અલગ શાકમાર્કેટમાં ચડત હપ્તા ન ભરતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તાજેતરમાં ૨૭૨ થડાની ફાળવણી રદ કરી હતી.દરમિયાન આજે જયુબીલી શાકમાર્કેટ વિભાગ-૨માં ખાલસા કરવામાં આવેલા ૨૦ થડાની જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. જોકે એક પણ લેવાલ ન દેખાતા અંતે હરાજી રદ કરવાની ફરજ પડી હતી.

આજે સવારે જયુબીલી શાકમાર્કેટ વિભાગ-૨માં ૨૦ થડાની જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી. આ થડાની અપસેટ કિંમત રૂ.૧,૨૧,૬૧૦ રાખવામાં આવી હોવાનાં કારણે એકપણ વેપારીએ રસ દાખવ્યો ન હતો અને જાહેર હરાજીનાં સ્થળે દેખાયા ન હતા. જેનાં કારણે કલાકો સુધી રાહ જોયા બાદ અંતે હરાજી કેન્સલ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે ૨૭૨ થડાની ફાળવણી રદ કરી ખાલસા કરવાના આદેશ આપ્યા બાદ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને કેટલાક વેપારીઓએ ચડત પૈસા ભરવાની તૈયારી દાખવતાં જે વેપારીઓ પૈસા ભરવા તૈયાર હોય તેઓને ફરી થડાની ફાળવણી કરવાની છુટછાટ આપવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.