અપ્પુ જોશી

અમરેલીના એક સ્થાનિક વર્તમાનપત્રમાં આવેલ પ્રેસનોટ પ્રમાણે લાઠી બાબરા દામનગરમાં લુખ્ખાઓ અને ગુંડાઓનું સામ્રાજ્ય છે આ વાત સદંતર ખોટી અને સત્યથી વેગળી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગૃહમંત્રી હર્ષ સંધવી તથા પૂર્વ એસ.પી.નિલિપ્તરાય હાલના એસ.પી. હિમકારસિંહની કડક કાર્યવાહી અને બાજ નજરને લીધે સમગ્ર અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી છે લાઠી બાબરા વિસ્તારમાં પણ કોઈ લુખ્ખાગીરી અને ગુંડાગીરીનું સામ્રાજ્ય નથી. માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે રાજયની ભાજપ સરકારને બદનામ કરીએ યોગ્ય નથી.કપરા કોરોના કાળ દરમિયાન લાઠી બાબરા ભાજપના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે રહી ઓક્સિજનના બાટલા કોવિડ હોસ્પિટલ ટિફિન સેવા રાહત રસોડું મીથિલિન બલૂનું વિતરણ અનાજ કરિયાણાની કીટ વિતરણ દવા વિતરણ એવા અનેક કાર્યો ભાજપના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ પણ કર્યા છે ત્યારે આ કપરા કાળમાં લાઠી બાબરાના ક્યાં વિસ્તારમાંની મુલાકાત લીધી અને સેવાનું કામ કર્યું? રહી વાત લોક સંપર્કથી તો ભાજપના ચૂંટાયેલા લોકો,સંગઠન અને કાર્યકર્તાઓ લોકોના સંપર્કમાં રહીને સતત લોકોના કામ કરે છે.

લાઠી બાબરા દામનગર લોકો બહારથી આવેલા ધારાસભ્યો ઉમેદવારોથી થાક્યા છે જેથી સ્થાનિક ઉમેદવારનું વાતએ જોર પકડ્યું ત્યારે તેઓ આવા ગતકડાં કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પોતાને સક્ષમ દર્શાવવા સ્થાનિક કાર્યકર્તાઓને વામણા અને નબળા બતાવવાનો પ્રયાસ નિદૅનિય છે અને ભાજપની રાજ્ય સરકારને પણ નબળી બતાવવી એ નિંદનીય છે લાઠી બાબરા દામનગર વિધાનસભા મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ આ વખતે ભાજપના કોઈ પણ સ્થાનીક ઉમેદવારને વિજય બનાવવા સક્ષમ અને તાકાતવાન છે જેમાં સ્થાનિક કાર્યકર્તામાં શ્રી ગોપાલભાઈ વસ્તરપરા, જનકભાઈ તળાવીયા, નીતિનભાઈ રાઠોડ, હિમતભાઈ દેત્રોજા, ભરતભાઈ સુતરિયા, હિમતભાઈ એવીયા, અશોકભાઈ અસલાલીયા, બટુકભાઈ શિયાણી, રાજુભાઈ વિરોજા, અસ્વીનભાઈ ઓડિયા, અશોકભાઈ રાખોલીયા, ભરતભાઈ બુટાણી, જગદીશભાઈ નાકરાણી, રાજુભાઈ ભુવા ગભરૂભાઈ, ફુલઝર વિઠલભાઈ, ગજેરા નરેશભાઈ, ડોડા તખુજી, ઈસાપર દામજીભાઈ લીબાસિયા, હરેશભાઈ સોરઠીયા, મહેશભાઈ ઝાવીયા, જીતુભાઈ ડેર અમરર્શિભાઈ વાધેલા, જીવરાજભાઈ લાહર, તળશીભાઈ મગતરપરા, તળશીભાઈ રજોડિયા, સહિત કાર્યકરોએ સ્થાનીક ઉમેદવાર નો સુર લગાવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.