શહેરના મુખ્ય સ્થળ કે જયા કચરાપેટી હશે ત્યાં કેમેરા મુકવાનુ પાલિકા દ્વારા શરૂ
દેવભૂમિ દ્વારકા જીલ્લાનુ વડુમથક ખંભાળીયામાં તમામ પાયાની સુવિધા ઉભી કરવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે, જો કે હજુ સુધી શહેરને મહત્વની કોઇ સુવિધા આપવામાં આવી નથી. ત્યારે સફાઇ બાબતે પાલિકાએ એક નવો પ્રોજેકટ અમલીકરણ બનાવ્યો છે. પાલીકા દ્વારા મહત્વના સ્થળો કે જયા કચરાપેટીનાં ડબ્બો રાખવામાં આવે છે. તેના પર સીસીટીવી કેમેરા મુકવામાં આવશે અને હવે જાહેરમાં કચરો નાખનારની ખેર નથી, પકડનારને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવશે.
ખંભાળીયા નગરપાલિકા દ્વારા ખંભાળીયાના શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતા કેળવાય તેમજ લોકો જાહેરમાં કચરો ન ફેકે અને ખંભાળીયા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર એકઠો કરતા વાહનમાં જ કચરો આપે તેવા શુભહેતુ સર નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ સફાઇ સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા મુકવામા આવેલ છે. તેમજ તેનું સતત મોનીટરીંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામા આવેલ છે. આ સીસીટીવી સર્વલન્સમા કોઇ જાહેરમાં કચરો ફેકતો માલુમ પડશે તો તેની સામે નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તથા આ ઉપરાંત શહેરીજનો જાહેરમાં કચરો ન ફેકે અને ખંભાળીયા શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂ પ બને તેવી ખંભાળીયા નગરપાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફીસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સદસ્યઓ તથા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને અિ૫લ કરવામાં આવેલ છે.