દબાણ હટાવ શાખાની ડીઝાસ્ટર કામગીરી ચોમાસા પહેલા ફૂટપાથોના દબાણો ચોખ્ખા ચટ કરવાનું અભીયાન પૂરજોશ
શહેરની ફૂટપાથો અને રસ્તા પર દબાણકારોનું ન્યુસન્સ દૂર કરવા તંત્ર એ કમર કશી છે, દબાણકારો પર તંત્રની તવાઈ ઉતરતા રસ્તાપર પથારો પાથરી અડચણ રૂપ થનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં તારીખ: 10/06/2022 થી તારીખ: 12/06/2022 સુધી રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્ટોલ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 27 (ક્રિષ્ના ટી સ્ટોલ, રવેચી ટી સ્ટોલ, લાજવાબ હાર્ડવેર) જે યાજ્ઞિક રોડ, રેલનગર, જામનગર રોડ, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, ગાયકવાડ રોડ, પોસ્ટ ઓફિસ રોડ,150 રીંગ રોડ, પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતો અને વહીવટી ચાર્જ રૂ. 8,000/- તે જામનગર રોડ, નાના મૌવા રોડ, માથી વસુલ કરવામા આવ્યોઆજે દબાણ શાખાની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.