જીવ સૃષ્ટિના ઉદ્ધાર માત્ર માટે સોમયજ્ઞ શ્રેષ્ઠ ઉપાય
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ગોપાલાત્સવજી મહારાજ અને સોમયજ્ઞના પ્રમુખ રાજુભાઈ પોબારૂ
ધર્મમય નગરી રાજકોટમાં વિરાટ સોમયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન તા.16 માર્ચ થી 22 માર્ચ 2019 સુધી નિશ્ચિત થયેલ છે. પદ્મશ્રી એવમ પદ્મભૂષણ, ગોકુલોત્સવજી મહારાજ (ઈન્દૌર)ના આશિર્વાદથી વિશ્વશાંતિ, પ્રાણીમાત્રના સુખ-સમૃધ્ધિ-યશ-સૌભાગ્યનિ સંપ્રાપ્તિ અને વંશવૃદ્ધિ હેતુ શ્રી વિરાટ સોમયજ્ઞનું આયોજન થયેલ છે. સોમયજ્ઞની 1 પરિક્રમાંથી 108 પરિક્રમાનું ફળ મળે છે અને સોમયજ્ઞની 1 આહુતિથી 108 આહુતિનું ફળ મળે છે. અબ તક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડોક્ટર ગોકુલોત્સવ મહારાજ સૌમ્યજ્ઞ સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારુ ઉપસ્થિત રહ્યા હતા
આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ ‘યજ્ઞ’ હશે. ભગવાનને અપાતી પવિત્ર આહુતિઓ એટલે યજ્ઞ. યજ્ઞ એ મૂળ સંસ્કૃતની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાના એક માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. યજ્ઞની પૂજા એવી છે જેને કરવાથી સંસારનું કલ્યાણ થાય છે. ધાર્મિક ગ્રંથો વાંચવા પર ખ્યાલ આવે છે કે યજ્ઞનું પ્રચલન વૈદિક યુગથી જ ચાલ્યું આવે છે. વૈદિક યુગમાં જ્યારે પણ કોઈ મુસીબતના સમાચાર મળે એટલે ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા જેથી આવનાર આપત્તિ ટળી જતી.
લોકો આજે ધર્મનું મહત્ત્વ અને તેની પાછળનું વિજ્ઞાન નથી સમજી શકતા, પરંતુ ખરેખર યજ્ઞનું પણ પોતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. તેમ જ યજ્ઞમાં આહુતિમાં અપાતી વસ્તુ પણ અગ્નિમાં ભળીને સો ગણી વધુ શક્તિશાળી બની જાય છે, જેથી ઔષધ રૂપે તે મનુષ્ય સહિતનાં પ્રાણીઓનાં અને લોહીના પરિભ્રમણ દરેક ઉપર ખૂબ જ સકારાત્મક અસર ઊભી કરે છે.
યજ્ઞકુંડમાંથી નીકળતો ધુમાડો વ્યક્તિના શ્વાસોચ્છ્વાસમાં જઈ શરીરને શુદ્ધ કરે છે. આમ, યજ્ઞ ખાલી ધાર્મિક દૃષ્ટિએ જ કરાય છે એવું નથી, તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ વિશેષ છે. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમાં મનુષ્ય માનસિક રીતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વળી, પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વિતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે
શાસ્ત્રમાં યજ્ઞનું ખૂબ મહત્ત્વ જણાવાયું છે. પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો આપણો ઇતિહાસ યજ્ઞના અનેક ચમત્કારોથી ભરેલો છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેણ છે અને વૈજ્ઞાનિકો પણ એ વાત માનવા માંડયા છે કે યજ્ઞના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધતા અને હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા, દાનવોનો પ્રકોપ દૂર કરવા યજ્ઞો કરતા હતા.
યજુર્વેદમાં એવું પણ કહેવાયું છે કે, ‘જે યજ્ઞનો ત્યાગ કરે છે, ઈશ્વર એનો પણ ત્યાગ કરે છે.’ યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે. વળી, યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ગાયત્રીને માતા જ્યારે યજ્ઞને પિતા ગણવામાં આવ્યાં છે. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.
સૌરાષ્ટ્રની પાવન ધરતી પર ગુસાઈજી અનેક સ્થળો બેઠક કરી
સૌરાષ્ટ્ર તપો ભૂમિ તમને કેવી લાગી છે ત્યારે ગોપાલત્સવજી મહારાજે અબતક ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાત ચીત કરતાજણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વલ્લભાચાર્યના પુત્ર શ્રી ગુસાઈજીએ 10 જગ્યાએ બેઠક કરી છે અને સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સમાજના હજારો ભક્તો બિરાજે છે તેથી સૌરાષ્ટ્રની તપોભૂમિ ને ધન્ય ગણી છે
સકલ સિધ્ધી માટે યમુનાજી એકમાત્ર ઉપાય
સંપ્રદાયમાં યમુનાજીનું શું મહત્વ છે તે ગોકુલોત્સવ જી મહારાજે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું હતું કેવૈષ્ણવ સંપ્રદાય મા અને ધાર્મિક રીતે પણ યમુનાનું આગવુ મહત્વ છે યમુના જી ના ભાઈ યમરાજ છે અને માતા સંજ્ઞા ના ત્રણ વેદ છે યમુનાજીના પ્રભાવથી સકળ સિદ્ધિ મળે છે .આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા યમનોત્રી નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક ગંગા નદીમાં મળી જાય છે. ચુંદડી ઓઢાડવાનું યમુનાજીને ચુંદડી ઓઢાડવાનું મનોરથ કરવામાં આવે છે
કૃષ્ણ દરેક યુગમાં અવતાર લે છે
કૃષ્ણ આખી સૃષ્ટિને જુલાવે છે અને એને આપણે પારણામાં ઝુલાવીએ છીએ એ વાત ને સમજાવતા ગોકુલોત્સવજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ બાળ લીલાથી લઈ વિરાટ સ્વરૂપમાં પૂજાય છે અને કૃષ્ણ (કૃષ્ણ) એક દેવતા છે, વિવિધ હિન્દુ ધર્મની અનેક પરંપરાઓમાં વિવિધ દ્રષ્ટિકોણથી પૂજાાય છે. જ્યારે ઘણા વૈષ્ણવ કીજૂથો તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ઓળખે છે;
કૃષ્ણ ધર્મની કેટલીક પરંપરાઓ, કૃષ્ણને સ્વયં ભગવાન, અથવા સર્વોત્તમ માનવો.કૃષ્ણ (કૃષ્ણ) એક દેવતા છે, વિવિધ હિન્દુ ધર્મની અનેક પરંપરાઓમાં વિવિધ દ્રષ્ટિકોણથી પૂજાાય છે. જ્યારે ઘણા વૈષ્ણવ જૂથો તેમને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે ઓળખે છે; કૃષ્ણ ધર્મની કેટલીક પરંપરાઓ, કૃષ્ણને સ્વયં ભગવાન, અથવા સર્વોત્તમ માનવો.જ્યારે-જ્યારે આ ધરતી ઉપર ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધવા લાગે છે, ત્યારે-ત્યારે તેઓ અવતાર લે છે અને ધર્મની સ્થાપના કરે છે. વિષ્ણુ ભગવાને કૃષ્ણનું આઠમો અવતાર લીધો હતો મત્સ્યઅવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર વામન અવતાર જેવા જુદા જુદા દસ અવતાર ધારણ કર્યા હતા
તમામ દેવોને તૃપ્ત કરવા સોમયજ્ઞ શ્રેષ્ઠ ચાવી
સોમયજ્ઞની શું વિશેષતા છે એ બાબત જણાવતા ગોકુલો ઉત્સવ જી મહારાજ જણાવ્યું હતું વિરાટ સોમયાગ અંતર્ગત એક અંતભૂત ભાગ તે વિષ્ણુ ગોપાલ યજ્ઞ છે, વિષ્ણુ ગોપાલ યજ્ઞ સ્વયં મહાયજ્ઞ છે. વિષ્ણુ ગોપાલ યજ્ઞ પરિપૂર્ણ કરનારના સર્વે કષ્ટો દૂર થાય છે. આ યજ્ઞથી જીવનના સર્વદોષની નિવૃતિ થાય છે, જીવનની પ્રગતિમાં બાધારૂપ સર્વે કઠિનતા વિષ્ણુ ગોપાલ યજ્ઞથી દૂર થાય છે, વર્તમાન મનુષ્ય જીવન માં વ્યાપરા વ્યવસાયમાં વાંધાઓને કારણે અશાંત છે શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ શારીરિક-માનસિક કષ્ટ દોષ દૂર કરી શાંતિ આપે છે વિરાટ સોમયજ્ઞ જરૂરી અને ઉપયોગી છે.
આ સોમયજ્ઞની આહુતિઓથી ઉત્પન ધ્રમ-ધુમાડો વાતાવરણ-પર્યાવરણની શુદ્ધિ કરે છે અને દુર્ભાગ્યને દૂર કરે છે
સનાતન વેદધર્મ અનુસાર લક્ષ્મી પ્રાપ્તિ માટે, વ્યાપરા વ્યવસાયમાં ઉન્નતી માટે પ્રત્યેહ ગ્રહમાં સુખ શાંતિ અને રિધ્ધિ-સિધ્ધી તથા ઐશ્ર્વર્યની પ્રાપ્તી માટે શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું યજમ કરવાનું વિધાન છે. મેટા બોલીઝમ તેમજ સ્મોક થેરાપી વિશે પણ જ્ઞાન પીરશિયું હતું બ્રહ્માંડની રચના મનુષ્ય માટે સમજવી અસંભવ વાત છે 2011માં રાજકોટમાં યજ્ઞ કર્યો હતો ત્યારે અને અત્યારના રાજકોટમાં ઘણો ફેર છે યોગ્ય કરી દેવતાઓને રીઝવવામાં આવે છે અને લાકડા થી જ અગ્નિ પ્રગટ કરવામાં આવે છે અત્યારે જે પ્રદૂષણ વધ્યું છે તેમને કારણે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે સૌમ્ય યજ્ઞ કરવાથી વાતાવરણમાં શુદ્ધિ આવે છે
ડો.વ્રજોત્સજી મહારાજને વિદ્વાનોએ આપી સોમયજ્ઞ સમ્રાટની પદવી
સોમ યજ્ઞનો મહિમા અને તેનું ફળ અનન્ય હોય છે ગોકુલેશ્વર મહારાજે જણાવ્યું હતું કે સોમ યજ્ઞ ઈચ્છાપૂર્તિ અને સર્વો કલ્યાણકારી યજ્ઞ ગણવામાં આવે છે આ યજ્ઞ નો લાભ લેનાર ને સંતાન પ્રાપ્તિ ધન પ્રાપ્તિથી લઈને એશ્વર્યા અને તમામ સુખ પ્રાપ્ત થાય છે તેમણે જણાવ્યું હતું કે મારા પુત્ર ડોક્ટર વ્રજતસવજીમહારાજ સોમ યજ્ઞ માટે સતત પ્રવૃત્તિશીલ છે આથી જ વિદ્વાનોએ ડોક્ટર વ્રજોશ્વરજી મહારાજને સોમ યજ્ઞ સમ્રાટની પદવી આપી છે સોમયજ્ઞ એ ધર્મ અને સર્વ જીવ અને સૃષ્ટિ કલ્યાણ કારક યજ્ઞ છે