અબતક, રાજકોટ
અંદરના અહંકારને ત્યજીને , સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે થયેલા અણબનાંવ , ગેરસમજણ કે દુર્વ્યવહાર પ્રત્યે ક્ષમાપના કરીને આ સંવત્સરીને સાર્થક કરી લેવાના પરમ બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પૂર્ણતા તરફ જઈ રહેલા ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો આજનો અવસર અનેક ભાવિકોની આંખોમાં ક્ષમાભાવના અશ્રુબિંદુ વાવી ગયો હતો.
પરમ ગુરુદેવના શ્રીમુખેથી ધર્મબોધને પ્રાપ્ત કરવા સમગ્ર ભારતના ખૂણે – ખૂણેથી તેમ જ વિદેશના ૧૨૦ થી વધુ દેશોના હજારો લાખો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને પ્રતિબોધિત બની રહ્યા છે,
હજારો હૃદયની આતુરતા સાથે પ્રગટ થતા પરમ ગુરુદેવની દૂરદર્શી દ્દષ્ટિની પરિકલ્પનાથી સર્જિત સૌના વહાલા પ્રભુ પાત્ર સિદ્ધમ દ્રારા કાલીઘેલી ભાષામાં આપવામાં આવેલી ૈઆત્મહિતની પ્રેરણા સાથે જ આ અવસરે પરમ ગુરુદેવે ક્ષમાભાવના પિયુષપાન કરાવતા સમજાવ્યું હતું કે , દર વર્ષે પર્વાધિરાજ આવે છે અને ૧૨ મહિનાનું જૈનત્વનુ રીન્યુઅલ કરાવીને આપણે પર્વાધિરાજને વિદાય આપી દઈએ છીએ.
પરતું અવસરે જનમ જનમના સદગુણોને રિચાર્જ કરીને પર્વાધિરાજને સાર્થક કરી લઈએ આ પર્વાધિરાજમાં સ્વયંની અનુપેક્ષા કરીને પોતાની અંદરના અહંકાર ભાવને શુન્ય કરવાનો છે,
અહંકારને છોડવા નમ્ર બનવું જરૂરી છે , અક્કડ વ્યકિત કદી સંવત્સરી ઉજવી ન શકે . પરમાત્મા કહે છે , ક્રોપી વ્યક્તિ હજી પણ શાંત બની શકે, પરંતુ અહંકારી વ્યક્તિ કદી ક્ષમાપના ન કરી શકે . હું જ પરફેક્ટ, હું જ સાચો એનાથી મોટો કોઈ અહંકાર નથી હોતો . હું કદી ભૂલ કરું જ નહીં એવો ઇગો જ તેને મીટી ભૂલ કરાવી દેતો હોય છે અને જેવો ઈગો છોડ્યો તે દરેક રીતે પરફેક્ટ બની ગયો . અહંકારીને કદી વિકાસ નથી થતો પરંતુ જે નમ્ર બને છે , ે એની નમ્રતાની નિધિ જે તેનો વિકાસ કરાવી દેતો હોય છે.
એ સાથે જ, સહુના હૃદયમાંથી હર્ષ હર્ષના ઉદગાર સરી પડ્યા હતા જ્યારે અમેરિકાની ઉંઅઈંગઅ સંસ્થાના ઉપક્રમે પાવનધામ પારસધામ અને વસઈ ક્ષેત્રમાં જરૂરીયાતમંદ સાધર્મિક ભાવિકોને સહાય કીટ અર્પણ કરવામાં આવી હતી . ઉપરાંતમાં પરમ ગુરુ દેવની પ્રેરણાથી ચેન્નઈની ઈગ્મોર ચિલ્ડ્રન હોસ્પિટલના બાળ કૌને ભોજન કરાવવામાં આવ્યું હતું . આજના દિવસે ધર્મના કર્તવ્ય સ્વરૂપ દાન ધર્મની પરમ ગુરુદેવની પ્રેરણા સાથે અનેક ભાવિકો દ્વારા જરૂરિયાતમંદ ભાવિકોને ચશ્માની ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી.
છેલ્લા આઠ આઠ દિવસથી સમગ્ર વિશ્વના લાખો ભાવિકોને પરમ ગુરુદેવના શ્રીમુખેથી ફરમાવવામાં આવતા પરમ કલ્યાણકારી બોધ વચનો સાથે , આત્મહિતની પ્રેરણા આપતા અનેક પ્રેરણાત્મક દ્રશ્ય અનેક ધર્મ અનુષ્ઠાનો અને તપ ત્યાગ સાધના આરાધના તેમજ પ્રભુભક્તિના ગુંજતા મધુર સુરોથી ગાજી રહેલા ગ્લોબલ પર્વાધિરાજ પર્વના આવતીકાલના અંતિમ દિવસે તારીખ ૧૨,૯,૨૦૨૧ શનિવારે પર્વાધિરાજના એક સમાન ક્ષમાધર્મનો કલ્યાણકારી બોધ પરમ ગુરુ દેવની દિવ્ય વાણીમાં પામવા તેમજ આવતીકાલે બપોરના ૨:૩૦ થી ૫:૦૦ કલાકે આલોચના વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે , જે સોહમ , ઈશ્વર અને પારસ ટીવી ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે . સાંજના ૬:૦૦ કલાકે એકસાથે ૧,૧૧,૧૧૧ ભાવિકો કરશે સંવત્સરી પ્રતિક્રમણની આરાધના જેનું ગુજરાતી ઈગ્લીશ અને હિન્દી ભાષામાં લાઈવ પ્રસારણ સોહમ અને ઈશ્ર્વર ટીવી ચેનલ પર કરવામાં આવશે. આ દોષવિશુધ્ધિની સાધના અને આત્મશુધ્ધિની આરાધનામાં સહુને જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.