૧લી જાન્યુઆરી ૨૦૨૧થી આરબીઆઈ ‘પોઝીટીવ પે’ સિસ્ટમને અમલી બનાવશે
હાલ દેશમાં બેન્કિંગને લઈ અનેકવિધ પ્રકારે ફ્રોડ થતા હોય છે જેમાં જે ફ્રોડ સૌથી વધુ નજરે આવે છે તે ચેકને લગતા હોવાથી લોકોને ઘણાપ્રશ્નો ઉદભવિત થાય છે ત્યારે ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પોઝીટીવ પે સિસ્ટમને અમલી બનાવવામાં આવશે જેમાં ૫૦,૦૦૦થી લઈ ૫ લાખથી ઉપરના ચેકો માટે બેંકો હવે ફરીથી ક્રોસ ચેક કરશે જેના માટે ચેક આપનાર વ્યકિતએ ચેકમાં તારીખ, કોને ચેક આપવામાં આવી રહ્યો છે તે અંગેની માહિતી બેંકોને આપવી પડશે. બીજી તરફ ચેક આપનાર વ્યકિત તમામ વિગતો એસએમએસ, મોબાઈલ એપ્લીકેશન, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા તો અન્ય ઈલેકટ્રોનિક માધ્યમોથી બેંકોને જણાવવાનું રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ બેંકોનું માનવું છે કે, જે રીતે ચેક મારફતે ફ્રોડ થઈ રહ્યા છે તેને કેવી રીતે રોકી શકાય તે દિશામાં હાલ પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોઝીટીવ પે સિસ્ટમને ૧લી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમલી બનાવશે. કોઈપણ વ્યકિત કે જે ૫ લાખ કે તેના ઉપરનો ચેક આપતા હોય તેઓએ તમામ માહિતી બેંકોને આપવામાં આવશે તેમાં બેંક સીટીએસ એટલે કે ચેક ટ્રંકેશન સિસ્ટમ મારફતે ક્રોસ ચેક કરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈ સીટીએસમાં પોઝીટીવ પે સિસ્ટમને અમલી બનાવશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ પોઝીટીવ પે સિસ્ટમ આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી અમલી બનાવવાનું પણ જણાવ્યું છે જેના માટે આરબીઆઈ દ્વારા બેંકોને તાકિદ પણ કરવામાં આવી છે કે, એકાઉન્ટધારકોને આ અંગે જાૃગત કરવામાં આવે અને પોઝીટીવ પે સિસ્ટમ મારફતે બેંક દ્વારા એસએમએસ એલર્ટની વિગતો બેંકોને સુપ્રત કરાશે સાથો સાથ એકાઉન્ટધારકોને પણ આપવામાં આવશે. આરબીઆઈનું માનવું છે કે, આ પઘ્ધતિથી જે ચેકમાં ફ્રોડ થઈ રહ્યા છે તેમાં અનેકઅંશે ઘટાડો પણ જોવા મળશે.