પ્રકાશના વર્ષ તરીકે ઓળખાતા દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. દિવાળીનો તહેવાર બસ હવે બારણે ટકોરા મારી જ રહ્યો છે ત્યારે બજારોમાં ખરીદીની ચહલ-પહલ જોવા મળી રહી છે. ઠેરઠેર સરકારી કચેરીઓને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રાજકોટ શહેરની પરાબજાર, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક સહિતની મુખ્ય બજારોમાં હાલ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘર સુશોભનથી માંડીને કપડા, બૂટ, ચપ્પલ, દાગીના, મુખવાસ, ફટાકડા, દીવડા, રંગોળીના કલર સહિતની દિપાવલીને લગતી ખરીદીઓ લોકો કરી ર્હયાં છે. ખાસ કરીને નોટબંધી અને જી.એસ.ટી.ની વાત કરીએ તો દૂકાનદારોનું કહેવું છે કે બજારો ભલે મોડી શરૂ થઈ પરંતુ લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.