સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સુનાવણીને લઈને CJI રંજન ગોગોઈએ કહ્યું કે ડીલ પર કોઈ શંકા નથી. વિમાનની આપણાં દેશને જરૂર છે. તેઓએ વધુમાં કહ્યું કે રાફેલની ગુણવતામાં કોઈ સવાલ નથી. અમે ડીલની સમગ્ર પ્રક્રિયાને વાંચી છે. વિમાનની કિંમત જોવાનું કામ અમારું નથી.
રાફેલ ફાઈટર પ્લેન ડીલની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાંઆવે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. 14 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેંચે પોતાનોચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ પહેલાં કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કેજ્યાં સુધી અમે નક્કી નહીં કરીએ ત્યાં સુધી અરજકર્તાઓને રાફેલની કિંમતોની જાણકારીઆપવાની જરૂર નથી.