‘અબતક’ સાથે મુખ્યમંત્રીની ખાસ વાતચીત
આજે માઁ નર્મદાના આશીર્વાદ લઇ અને હું ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યો છું. રાજકોટનાં પ્રતિનિધિ તરીકે હું જયારે ફોર્મ ભરતો હોય, તો રાજકોટની સૌથી મોટી સમસ્યા તે પીવાના પાણી માટેની હતી. ૪૦૦ કી.મી. દુરથી માં નર્મદા અહિં પધારીને રાજકોટની જનતાની જે પ્યાસ છૂપાઇવી છે. એમનો આભાર અને એમનો રૂણ રાજકોટની જનતા ભૂલી નહી શકે અને એમના આશીર્વાદ લઇ ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યો છું.ટીકીટને મુદ્દે ભાજપનાં કાર્યકરોમાં કોઇ જ અસંતોષ નથી ભારતીય જનતા પાર્ટી એક પરીવાર છે, પરીવારનાં લોકોમાં કયારેય લોકોને દુ:ખ થયું હોઇ, પણ તેમ છતાં તમામ લોકો અને કાર્યકરો આવતા ર દિવસમાં પાર્ટીના કામમાં લાગી જશે. કોંગ્રેસ અને ત્રણ એચ, એટલે હાર્દિક, અલ્પેશ, જીગ્નેશ અને એસ.સી.પી. ર્સ્વાથથી જોડાયેલી હતી. કોઇને ગુજરાત અને ગુજરાતનાં લોકોની ચિંતા નહોતી કરી, શુલ્ક રાજનીતી કરે છે. સમાજનાં નામે રાજનીતી, જ્ઞાતિવાદ, જાતીવાદનાં નામે રાજનીતી અને એના જ કારણે કોંગ્રેસથી વિખુટા પડી ગયા કોગ્રેસ જે ટૂંકા રસ્તા અપનાવા જઇ રહી છે. જે કોંગેસને જ ભારી પડવાની છે.