કોરોના કાળ વચ્ચે મશીનના અભાવે ઘણા દર્દીઓ મોતને ભેટ્યા: કરોડોની ગ્રાન્ટમાંથી હોસ્પિટલનું મેનેજમેન્ટ તંત્ર રૂ.૧ કરોડનું મશીન વસાવી શકતું નથી ?
એક બાજુ દર્દી અંદર પગથિયાં ચડીને જાય છે, પાછલા બારણે મૃતદેહ બહાર નીકળે છે
કોવિડ દર્દીને ટ્રોમાં બિલ્ડીંગમાં સીટી સ્કેન માટે લઇ જવાતા અન્ય દર્દીઓમાં અફરા તફરીનો માહોલ
રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે સીટી સ્કેનની સુવિધા જ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકારમાંથી કોવિડ દર્દીઓની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી સિવિલીનું મેનેજમેન્ટ તંત્ર રૂ ૧ કરોડ થી ૧.૫૯ કરોડ સુધીનું મશીન વસાવાની જગ્યાએ ખાનગી કોન્ટ્રાકટ કંપની સાથે એમ.ઓ.યુ કરી છેલ્લા ૧૦ વર્ષથી ગાડું ગબડાવી રહી છે. કોવિડ પોઝીટીવ દર્દીઓના સીટી સ્કેન માટે દર્દીને ટ્રોમા બિલ્ડીંગ ખાતે લઈ જવામાં આવતા અન્ય દર્દીમાં અફરા તફરીનો માહોલ જોવા મળતો હોય છે.
સિવિલના કોવિડ વિભાગમાં કોવિડનું ચેકઅપ કરાવવા માટે આવતા દર્દીઓના પ્રથમ તબક્કામાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. બીજા તબક્કામાં છઝઙઈછ ટેસ્ટ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં દર્દીના એક્સ રે કરવામાં આવે છે.ચોથા તબક્કામાં લોહીના ટેસ્ટ કરવામાં આવે છે.પાંચમા તબક્કામાં ગંભીર પ્રકારના દર્દીઓ માટે સીટી સ્કેન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના ૧૦ મહીનાના સમયગાળા વચ્ચે પણ કરોડોની ગ્રાન્ટમાંથી મેનેજમેન્ટ તંત્ર મશીન વસાવી શક્યું નથી. ના છૂટકે ગંભીર પ્રકારના કોવિડ પોઝીટીવ દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી બહાર કાઢી ટ્રોમાં બિલ્ડીંગમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં લઈ જઈ સીટી સ્કેન કરાવવું પડે છે. કોવિડ પોઝીટીવ દર્દીને જોતા જ અન્ય દર્દીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળે છે. એક જ મશીનમાં કોવિડ પોઝીટીવ દર્દી અને સામાન્ય દર્દીના રિપોર્ટ કરવામાં આવતા હોવાથી પણ કોરોના થશે તેવો અન્ય દર્દીઓમાં ભય જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં તો કોવિડ દર્દી કોવિડ બિલ્ડિંગમાં પગથિયાં ચડી અંદર જતો નજરે પડે છે,તો થોડીક જ ક્ષણોમાં બીજી બારણેથી એનો મૃતદેહ બહાર નીકળતો જોવા મળે છે.
સીટી સ્કેનના અભાવના કારણે પણ ઘણા દર્દીઓના ટપોટપ મોત થઈ રહયા હોવાનો મૃતકના સ્વજનો આક્ષેપ કરી રહ્યા છે.
કોરોનાનો સ્કોર જોવા માટે સીટી સ્કેન ઉપયોગી
પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાય લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના સીટી સ્કેનને પણ કરાવતા હોય છે. રેડિયો ડાયગ્નોસીસમાં સીટી સ્કેનનો ઉપયોગ ફેફસામાં વાયરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે.આ રિપોર્ટ ગંભીર પ્રકારના દર્દીના પાંચમા તબક્કામાં કરવામાં આવે છે.પાંચમા તબક્કાની અંદર ફેફસાની અંદર ભરાયેલા કોરોનાનું સ્કોર જોવા માટે થાય છે. સીટી સ્કેન માં દર ચાર થી પાંચ દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે જો વાયરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો ૧૪ થી ૨૮ દિવસ દરમિયાનમાં એચઆરસીટીમાં બદલાવ જોવા મળે છે.
મશીનના અભાવે દર્દીઓના ફેફસામાં વધતું જતું કોરોનાનું પ્રમાણ,અંતે દર્દી મોતને ભેટે છે
મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (હજ્ઞબીહય) હોય છે. કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર ૨૫ અથવા ૪૦ માંથી આપવામાં આવે છે. જો ૨૫ ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો કોરેડ સ્કોરનો સરવાળો ૮ થી નીચે હોય તો હળવી અસર, આઠથી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને ૧૫થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે. કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાઇ આવે ત્યારે જ દર્દીને સધન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે. પરંતુ મશીનના અભાવે દર્દીનો ચોક્કસ ઈલાજ કરી શકાતો નથી.જેના કારણે ગંભીર પ્રકારના દર્દીઓના ટપોટપ મોત થતા જોવા મળે છે.આ મામલે દર્દીના સ્વજનોના આક્ષેપ બાદ કોવિડનું મેનેજમેન્ટ તંત્ર જવાબદારીની ફેંકાફેકી કરતા જોવા મળે છે.