આર.સી.એમ થી કોટન ઉધોગની કમ્મર તુટી: જગતાતને પણ સીધી અસર
જીનિંગ ઉધોગના હબ ગણાતા ટંકારામાં મોટાભાગના ધંધા કોટન કારખાનાને કારણે ધમધમે છે. અહીં અત્યારે અંદાજે ૪૫ જેટલા જીનિંગ કારખાના છે. જેમાંથી આ વર્ષે માત્ર ૫૦% થી ઓછા ૨૦ જેટલા કારખાનના જ બચ્યા છે. હવે સ્વિચ ઓફ થઈ બેઠા છે. એગ્રો કોમોડિટીમાં માત્રને માત્ર કપાસ ઉપર જી.એસ.ટી.અંતર્ગત રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ કરવામાં આવતા માલિકોની કમર તુટી ગઈ છે.
જેની સીધી અસર ટંકારા ઉપર પડી છે અને કહેવાતા જગતાતથી ચિંતાતુર બન્યા છે. મોલ હવે તૈયાર થયેલ પડયો છે કોઈ ખરીદનાર ન હોય. મજુરોને મજુરી કયાંથી ચૂકવે. જીન માલિકોને પણ મુસીબત વેઠવી પડે છે. ગાડાના મજુરોથી લઈ કારખાનામાં ફુસ સ્ટાફ આવી ગયા છે અને એડવાન્સ મહેનતાણું પણ ચુકવી દીધું છે.
હવે કારખાના બંધ થતા બે રોજગારો બમણા થયા છે અને જો જીન શ‚ નહીં થાય તો ઓઈલ મિલોને પણ અસર થશે ત્યારે ઓલ ઈન્ડિયા કક્ષાએ વિરોધને લઈ સંગઠને મજબુતાઈથી આર.સી.એમ.ના નિર્ણય પાછો ન લે ત્યાં સુધી બંધના નિર્ણય કર્યો છે. ચૂંટણીના દિવસો પણ નજીક છે ત્યારે સીધી અસર સરકાર પર પડશે.