ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસને એક પછી એક જોરદાર ફટકા પડી રહ્યા છે. અરવલ્લી વિધાનસભા બેઠકના કોંગ્રેસના દિવગંત ધારાસભ્ય અનિલભાઈ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારાએ પંજાનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેઓને કેસરી ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. અરવલ્લી બેઠક પરથી લાગલગાટ છેલ્લી પાંચ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજેતા બનતા અનિલભાઈ જોશીયારાનું તાજેતરમાં કોરોનાની બિમારીથી નિધન થયું હતુ
. તેઓ આદિવાસી સમાજના બહુમોટા નેતા હતા. તેમના પુત્ર કેવળ જોશીયારા ભાજપમાં જોડાશે તેવી અટકળોચાલતી હતી જેના પર આજે પૂર્ણ વિરામ મૂકાય ગયું છે. આજેતેઓએ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓએ મીડીયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, ભાજપમાં જોડાવવાનો નિર્ણય મારો સ્વતંત્ર છે.
વિધાનસભાની ટિકિટ માટે કોઈ જ પ્રકારની શરત રાખી નથી મને ભાજપમાં જતો અટકાવવા માટે કોઈ કોંગી નેતાનો ફોન આવ્યો નથી. એક માત્ર ઉતર ગુજરાતના પ્રભારીએ મારી સાથે વાત કરી હતી ભાજપનો વિકાસની રાજનીતિથી પ્રેરાય ને હુ તેમાં પ્રવેશ કરી રહ્યો છું કોઈ દબાણ કે શરત નથી.