વૈશ્ર્વિક સ્તરે સૌથી ઓછા બેંક ખાતા ધરાવતા દેશોમાં ચીન પહેલા અને ભારત બીજા ક્રમે

 ચીન બાદ ભારતમાં સૌથી મોટી એવી વસ્તી છે જેની પાસે બેંક એકાઉન્ટ ન હોય. બેન્કીંગ સુવિધા વધારવા સરકારે જનધન યોજના જાહેર કરી હતી. આમ છતાં ૧૯ કરોડ પુખ્ત ભારતીયો પાસે બેંકનું ખાતું જ નથી.

આ ઉપરાંત અડધો અડધ બેંક ખાતા ગત વર્ષે એકટીવ રહ્યા નથી. માર્ચ ૨૦૧૪થી ૩૧ કરોડ ભારતીયોને બેંક સિસ્ટમ સાથે જોડવા જનધન યોજના બનાવવામાં આવી હતી પણ તેની અસર નહીંવત દેખાઈ રહી છે. જોકે ૨૦૧૧થી બેંક એકાઉન્ટ ધારકોમાં ૮૦ ટકા જેટલો વધારો આવ્યો છે. વૈશ્ર્વિક બેંકના રિપોર્ટ પ્રમાણે વિશ્ર્વના બેંક ખાતું ન ધરાવતા ૧૧ ટકા પુખ્તો ભારતીય છે. જોકે હવે મોબાઈલ બેકિંગને કારણે લોકોમાં જાગૃકતા આવી છે. આ પૂર્વે ખાતા ધરાવવામાં ભારતીયોની સ્થિતિ વધુ નબળી હતી તો નોટબંધી, જીએસટી અને આધાર લીંક બાદથી બેંકના ખાતા બોલાવવા લોકો પ્રેરિત થયા છે.

આ આંકડામાં ૨૦૧૪થી ૬૨ ટકાનો વધારો થયો છે અને ૨૦૧૧માં ફકત ૫૧ ટકા, ૨૦૧૪થી લઈને ૨૦૧૭ સુધીમાં ૫૧૫ મિલીયન પુખ્તોએ એકાઉન્ટ મેળવ્યા હતા. વિશ્ર્વમાં સૌથી વધુ આબાદી ધરાવતા દેશોમાં પહેલુ ચીન અને બીજુ ભારત છે એમ સૌથી ઓછા બેંક એકાઉન્ટ ધરાવતા દેશોમાં પણ ચીન પહેલા અને ભારત બીજા ક્રમે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.