ક્રિકેટનાં તમામ ફોર્મેટમાં વિરાટ અન્ય ખેલાડીઓ કરતાં ભીન્ન
ક્રિકેટ ક્ષેત્રે એવા ઘણાં સારા ખેલાડીઓ રમી રહ્યા છે અને સામે એટલી જ જલ્દી નિવૃતિ પણ લેતા નજરે પડે છે ત્યારે ક્રિકેટ ઈતિહાસમાં એક આગવું સ્થાન ધરાવનાર વેસ્ટ ઈન્ડિઝનાં ભૂતપૂર્વ સુકાની બ્રાયન લારાએ વિરાટ કોહલીનાં વખાણ કરતાં સહેજ પણ અચકાયા ન હતા. તેઓએ તેમની પ્રથમ ચોઈસ અને તેમનો ફેવરીટ ખેલાડી સચિન તેંડુલકરને ગણાવ્યો હતો પરંતુ સામે એ પણ કહ્યું હતું કે, હાલ ક્રિકેટ જગતમાં વિરાટ કોહલી એક રન મશીન છે તેને ટીમ જો વન-ડે ટી-૨૦ ટેસ્ટ અથવા તો કોઈ અન્ય નવનિર્મિત ફોર્મેટમાં રમાડવામાં આવે તો તે અન્ય ખેલાડીઓની સરખામણીમાં ખુબ જ સારું પ્રદર્શન કરી શકશે એટલે કહી શકાય કે ‘વિરાટ’નો કોઈ જવાબ નથી તેમ બ્રાયન લારાએ જણાવ્યું હતું. વેસ્ટઇન્ડીઝનાં નામાંકિત ખેલાડી બ્રાયન લારાએ કોહલીની તુલના રન મશીન સાથે કરી અને જણાવ્યું હતું કે, અલગ અલગ ફોર્મેટમાં બેટિંગની વાત છે તો આ ભારતીય કેપ્ટન દુનિયાનાં બાકીનાં ખેલાડીઓ કરતા ઘણો આગળ છે. જો કે ભારતનાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર લારાનાં સર્વકાલિન મનપસંદ ખેલાડીઓમાં છે. લારાએ કહ્યું કે વર્તમાન યુગમાં કોહલી સર્વશ્રેષ્ઠ છે. લારાને અહીં નેરૂલમાં ડીવાઈ પાટિલ વિશ્વવિદ્યાલય દ્વારા વિજ્ઞાનમાં માનદ ઉપાધિથી સમ્માનિત કરવામાં આવ્યા.તેમણે ત્યારબાદ કહ્યું કે, તે વિરાટ એક રન મશીન છે, પરંતુ સચિન તેમની પહેલી પસંદ બની રહેશે. લારાનાં નામે ટેસ્ટમાં સર્વાધિક રન ૪૦૦ રનનો રેકોર્ડ અકબંધ છે. તેમણે કહ્યું કે, પરંતુ તમારા પ્રશ્ન વિશે કહ્યું તો તેમાં કોઇ શક નથી કે રમતનાં દરેક ફોર્મેટમાં વિરાટ કોહલી અને બાકીની દુનિયા વચ્ચે ઘણું અંતર છે. રોહિત શર્માએ ભલે વિશ્વ કપમાં ૪ સદી ફટકારી હોય, જોની બેયરસ્ટો અથવા બીજુ કોઇ હોય, પરંતુ જો તમે કોઇને ટી-૨૦, ટી-૧૦, ૧૦૦ બોલ ક્રિકેટ અથવા ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરતા જોવા ઇચ્છો છો તો આજે તે વિરાટ કોહલી હશે. લારાએ કહ્યું કે, સચિનનો રમત પર જે પ્રભાવ છે, તે અવિશ્વસનીય છે. કારણ કે તે સમયે આવું પ્રદર્શન કર્યું જ્યારે મનાતુ હતુ કે ભારતીય બેટ્સમેન ભારતીય જમીન અને ભારતીય પિચોની બહાર સારું પ્રદર્શન નથી કરી શકતા, પરંતુ સચિન તેંડુલકર દરેક પિચ પર સારું પ્રદર્શન કરતા હતા. જો આજની વાત કરીએ તો દરેક ભારતીય બેટ્સમેન દરેક પિચ પર સારું પ્રદર્શન કરે છે. મને લાગે છે કે તેમણે સચિનનાં રમવાની રીત શીખી લીધી છે.