સ્ટ્રેકચર એન્જિનિયર પાર્શ્ર્વ સંઘવીએ ત્રણ ગોલ્ડ મેળવી જૈન સમાજ અને રાજકોટનું ગૌરવ વધાર્યુ
દ્રઢ મનોબળ આત્મવિશ્ર્વાસ અને દ્રઢ સંકલ્પનો ત્રિવેણી સંગમ માનવીના જીવનને સમૃઘ્ધ બનાવે છે. સિઘ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય, પરિશ્રમ એ જ પારસમણિ કે જે જીવનને ઉન્નત શિખરે પહોચાડે છે. રાજકોટની મારવાડી કોલેજમાં સીવીલ એન્જીનીયરીંગમાં બેચલની ડ્રીગી મેળવીને માસ્ટર કરીને સ્ટ્રકચર એન્જીનીયરીંગ બનેલા રાજકોટ જૈન સમાજના તરવરીયા, પરિશ્રમી યુવાન પાર્શ્ર્વ હિરેનભાઇ સંઘવીએ તાજેતરમાં ત્રણ ગોલ્ડ મેળવીને સિઘ્ધી હાંસલ કરી છે.
પાર્શ્ર્વ સંઘવીએ જીટીયુમાં પ્રથમ ક્રમાંક રહીને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવદત્ત ના હસ્તે સન્માન પત્ર તથા ગોલ્ડ મેડલ મેળવ્યું આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉ૫સ્થિતિ હતી. આ એવોર્ડ તા.૧૧ જાન્યુ. ૨૦૨૦ ના રોજ અપાયો હતો.
પાર્શ્ર્વ સંઘવીએ બીજો એવોર્ડ તથા ગોલ્ડ મેડલ ગુજરાત ઇન્ડસ્ટ્રીટયુટ ઓફ સીવીલ એન્જીનીયર એન્ઢડ આર્કિટેકનો તા.૧લી ફેબ્રુઆરીના મળ્યો. જયારે ત્રીજો એવોર્ડ ૧ ડિસેમ્બરના ગુજરાત સ્ટેટ સેન્ટર દ્વારા મળ્યો. ગોલ્ડ મેડાલીસ્ટ પાર્શ્ર્વ સંઘવીને મારવાડી કોલેજમાં પ્રવેશ લીધા પછી ડો. તારક વોરા તથા ડો. મઝહર ધનકોટનો સારો સહકાર મળ્યો હતો.
પ્રેસ મુલાકાતે આવેલા પાર્શ્ર્વ સંઘવીએ જણાવ્યું કે મારી કારકીર્દીનો ઉજજવળ બનાવવામાં મારા પિતા હિરેનભાઇ તથા માતા બીનાબેને ઘણો જ ભોગ દીધેલો છે એ વખતે અમારી સામાન્ય સ્થિતિ હતી છતાં માતા-પિતાએ સમયે સખત પરિશ્રમ કરીને મારા અભ્યાસને ઉજજવળ બનાવ્યો મારા પિતા ડેકોરેટીવ કલર, ટઠેકસચર, વોટર પૂફીંગ સંબંધીત વ્યવસાયમાં છે. અને મારા માતા વર્ષોથી બાળકોના ટયુશન ડ્રોઇંગ તથા રંગોળી કલાસ ચલાવે છે. માતાનો ડ્રોઇગનો શોખ મને પણ ફળ્યો અને હું નેશનલ ડ્રોઇંગ કોમ્પીટીશનમાં વિજેતા બન્યો. પિતાએ મને લોન લઇને ભણાવ્યો છે. ચેસમાં પણ સ્ટેટ લેવલ સુધી વિનર થયેલ છું.
પાર્શ્ર્વ સંઘવીને સીવીલ એ.જી. ના અભ્યાસ દરમિયાન અખબાર (પસ્તી) માંથી બ્રીજ બનાવી ઇન્ડીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે બ્રીજ ૪ર ફુટ લાંબો, ૮ ફુટ પહોળો તથા ૧ર ફુટ ઉંચો બ્રીજ કે જે ૧૦ જણાની ટીમ સાથે બનાવ્યો હતો. બ્રીજના પલીર પર પસ્તીમાંથી જ બનાવેલ, ૮ માસની જહેમત બાદ આ સિઘ્ધિ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કંઇક નવું કરવાની ધગશ નાનાપણથી જ રહી છે. ધગશના કારણે કામયાબીના શિખર પર પહોંચી શકયો છું. ઇન્ફ્રાસ્ટકચર કંપનીમાં જોડાવવાની કામના છે. સખત મહેનત, સાશનદેવની સહાય માની મહેર અને ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબની કૃપાથી આ શકય થયું હતું.
પાર્શ્ર્વ સંઘવી ભણતર સાથે સોશ્યિલ એકટીવીટીમાં પણ રસ લે છે જૈન વિઝનમાં પણ માતા-પિતા સાથે સેવા આપે છે.
પ્રેસ મુલાકાત સમયે પાર્શ્ર્વ સંઘવી સાથે તેના માતા-પિતા હિરેનભાઇ બીનાબેન નીતીનભાઇ મહેતા જોડાયા હતા. રાજીવભાઇ ઘેલાણી, પાર્શ્ર્વના માસા ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇ અને પ્રેરણાસ્ત્રોત સહ ખુશાલીની લાગણી વ્યકત કરી હતી.