મેંગલોર યુનિવર્સિટીએ મટીરીયલ સાયન્સ વિષયમાં ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરી
કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી ત્યારે 79 વર્ષના પ્રોફેસરે મટીરીયલ સાયન્સ વિષય પર પીએચડી ડિગ્રી મેળવી છે અને આ ડિગ્રી તેઓને મેંગલોર યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવી છે. પ્રભાકર કુપાહાલી પીએચડી ડિગ્રી મેળવી હતી તેઓએ જણાવ્યું કે શીખવા માટેની કોઈ ઉંમરનો બાદ હોતો નથી જ્યારે તેઓ 75 વર્ષમાં પહોંચ્યા ત્યારબાદ તેઓએ પીએચડી માટે મહેનત શરૂ કરી હતી અને મટીરીયલ સાયન્સ વિષયનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ડોક્ટર પ્રભાકરે અનેક વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્રે પ્રોત્સાહિત કર્યા હતા તેવો આઇઆઈએસસી બેંગલોર ખાતે એન્જિનિયરિંગ ની ડીગ્રી 1966માં મેળવી હતી ત્યારબાદ તેઓ બોમ્બે ખાતે આઇઆઇટીમાં પણ થોડા વર્ષો કામ કર્યું હતું અને ત્યારબાદ તેઓ અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓએ 1976 માં યુનિવર્સિટી ઓફ પીટસબર્ગ ખાતે પોતાની માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી. તે યુનિવર્સિટીમાં તેઓએ 15 વર્ષ પોતાની સેવા પણ આપી હતી. ભારત પરત ફરતા તેઓ મટીરીયલ સાયન્સ વિષયનો અભ્યાસ શરૂ કર્યો હતો.
તેમના પત્ની હાઉસવાઈફ છે અને સાથે તેમનો દીકરો આઈ ટી પ્રોફેશનલ તરીકે કાર્ય કરે છે. મેંગલોર યુનિવર્સિટીના શિક્ષકોનું અને પ્રોફેસરો નું માનવું છે કે જે રીતે ડોક્ટર પ્રભાકરે પીએચડી ડિગ્રી હાંસલ કરી છે તે બાદ તેઓ હજુ પણ વધુ વિષયોનો અભ્યાસ કરવા માટે રસ દાખવી રહ્યા છે.
શિક્ષણ મેળવેલા ડોક્ટર પ્રભાકરે વિશેષ ઉપલબ્ધીઓને પણ સ્વીકારી ન હતી અને યોગ્ય શિક્ષક તરીકે જ તેઓ હાલ કાર્ય કરી રહ્યા છે. ડોક્ટર દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રિસર્ચ કાર્યમાં પણ સતત પ્રોતસાહિત કરી રહ્યા છે ત્યારે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે શીખવા ને કોઈ ઉંમર બાધ નડતી નથી.