પ્રેમની બીમારી એવી છે જેમાં સાથીને અનેક મુશ્કેલીઓ માંથી પસાર થવું પેડે છે…!!!
બેપનાહ પ્યાર હૈ આજા… આ રીતનો હદથી વધુ પ્રેમ એટલે…???
પ્રેમ એ બલિદાન અને સમર્પણની સાચી લાગણીનું પ્રતિક છે. ત્યારે પ્રેમનો અતિરેક અનેકવાર ભારે પડે છે અને બિમારીનું સ્વરૂપ ધારણ કારે છે. પ્રેમ એટલે સાથીને સમજવો અનેઅને તેની લાગણી યોગ્ય મન આપવું પરંતુ ક્યારેક સંબંધો પર પ્રેમ હાવી થયી જાય છે ત્યારે સાથીને એ નથી સમજાતું હોતું કે તે શું કરી રહયા છે. અને એ હદથી વધુ પ્રેમનું પરિણામ પણ એટલું વરવું આવી શકે છે.
જે વ્યક્તિ પ્રેમ કરે છે તેને પ્રેમ આપવો એ વધુ માહવાનું હોય છે નહિકે પ્રેમના બદલામાં પ્રેંજ મેળવવો. પરંતુ જે વ્યક્તિ સીમા ઓળંગીને પ્રેમ કરે છે તે વ્યક્તિ સામે વળી વ્યક્તિને પણ પોતાને પ્રેમ કરવા મજબૂર કરે છે,અને તેની આ પ્રકારની પરિસ્થિતીને ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર કહેવાય છે.
ઓબ્સેસિવ લવ ડિસઓર્ડર એ એક માનસિક બીમારી છે. અને સામાન્ય રીતે તે યુવાઓમાં વધુ જીવા મળે છે. અન્ય લક્ષણો જોઈએ તો એ વ્યક્તિ પ્રેમમાં પાગલ હોય છે, અને સાથી પ્રત્યે અસમયા આકર્ષણ હોય છે.
દરેક સમયે તેના વિષે જ વિચારવું અને એ વિચારો અનિયંત્રિત બનવા. સાથીની લાગણીઓને અને સાથીને કાબુમાં રાખવાની ઈચ્છા હોવી. સાથી દ્વારા કોઈ પણ પ્રસ્તાવ બાબતેની અસ્વીકૃતિનો સ્વીકાર ના કરવો.
અન્ય વ્યક્તિઓ સાથે પણ સાથીની જ વાતો કરવી, અને પોતાના પ્રેમ વિષે વાત કરવાના બહાના ગોતવા, જેમાં એ સિવાયના સંબંધોને વિસરી જવાય છે.
જે વ્યક્તિને અતિ પ્રેમ કરો છો તે વ્યક્તિને સતત મેસેજ, કોલ કરવા તેમજ સોસિયલ મીડિયા પર તેને સતત ફોલો કરવાનું આ સિવાય પણ તેને બ્લેકમેલ કરવાનું કોઈ પણ રીતે પોતાની વાત મનાવવાની આ તમામ સંકેતો ઓબ્સેસિવ લવ ડિસઓર્ડરના જ છે