છેલ્લા બે માસમાં રાજયમાં સ્વાઇન ફલુના 74 કેસ નોંધાયા: શનિવારની સરખામણીએ રવિવારે કોરોનાના કેસમાં રપ ટકાનો ઘટાડો: એક વ્યકિતએ જીવ ખોયો
ગુજરાતમાં કોરોનાની સંભવિત ચોથી લહેર શરુ થઇ જવા પામી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે રાજયમાં સ્વાઇન ફલુના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા બે માસમાં રાજયમાં સ્વાઇન ફલુના નવા 74 કેસ નોંધાયા છે. દરમિયાન રવિવારે કોરોનાના કેસમાઁ રપ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નવા 303 કેસ નોંધાયા હતા એક વ્યકિતનું મોત નિપજયું હતું. હાલ એકિટવ કેસનો આંક 1697 એ પહોંચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ ઉપાડો લીધો છે. ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે.
ગત શનિવારે રાજયમાં કોરોનાના નવા 40ર કેસ નોંધાયા હતા અને અમદાવાદ તથા કચ્છમાં એક એક દર્દીનું મોત નિપજયું હતું. દરમિયાન રવિવારે કોરોનાના કેસમાં રપ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નવા 303 કેસ નોંધાયા હતા જયારે વલસાડમાં એક વ્યકિતનું મોત નિપજયું હતું. 134 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. રવિવારે અમદાવાદમાં નવા 1ર0 કેસ, રાજકોટ શહેરમાં 30 અને જિલ્લામાં 14 કેસ, સુરતમાં 33 કેસ, વડોદરામાં 30 કેસ, મોરબીમાં 17 કેસ, અમરેલી, મહેસાણા, સાંબરકાંઠા, ભાવનગરમૉ નવા 6-6 કેસ, કચ્છમાં નવા પાંચ કેસ બનાસકાંઠા, પાટણ, વલસાડમાં ચાર-ચાર કેસ, ગાંધીનગર અને પંચમહાલમાં નવા 3-3 કેસ, આણંદ – નવસારીમાં બબ્બે કેસ, ભરૂચ અને ખેડામ)ં 1-1 કેસ નોંધાયા હતા. વલસાડમાં એક દર્દીનું મોત નિપજયું હતું. છેલ્લા એક અઠવાડીયામાં છ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજયમાં રવિવારે 134 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી હાલ 1697 એકિટવ કેસ છે જે પૈકી પાંચ દર્દીઓ વેલ્ટીલેટર પર છે અને 1693 દર્દીઓની હાલત સ્થીર છે.
કોરોનાના કહેર વચ્ચે રાજયમાં સ્વાઇન ફલુએ પણ ઉપાડો લીધો છે. છેલ્લા બે માસમાં સ્વાઇન ફલુના 74 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત નિપજયું છે. કોરોનાની સંભવિત લહેરને નાથવા માટે રાજય સરકાર સર્તક થઇ ગઇ છે.
દેશમાં કોરોનાના કેસમાં 78%નો તોતિંગ વધારો
દેશમાં કોરોનાના કેસ ફરી એક વાર ફરી ડરવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1890 નવા કેસ નોંધાયા છે.દેશમાં કોવિડ-19 સંક્રમણથી મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસોમાં કેસોમાં 78% નો વધારો થયો છે, જ્યારે આ દેશમાં 29 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
દેશમાં કોરોનાના કેસ વર્ષ 22 ઓક્ટોબર પછી સૌથી વધુ નોંધાયા છે.ગયા વર્ષ આ સમયે વધુ 1,988 નવા કેસ નોંધાયા હતા.છેલ્લા સાત દિવસોમાં કોરનાના 8,781 નવા કેસ મળી આવ્યા છે.જે છેલ્લા સાત દિવસોમાં 4,929 થી 78% વધુ છે. દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોવિડ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
દેશમાં કોરોનાના દૈનિક કેસ લગભગ આઠ દિવસોમાં બે ગણો વધારો થયો છે. દૈનિક કેસ સાત-દિવસીય સરેરાશ શનિવાર સુધી 1,254 થયો હતો.ત્યાર પછી આઠ દિવસ પહેલા આ સંખ્યા 626 થી, સતત બીજા હફ્તે મહારાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસોમાં દેશમાં સૌથી વધુ નવા કેસ દાખલ થયા. રાજ્યમાં 1,956 નવા ચેપના કેસ દાખલ કર્યા, જે પાછલી ગાળામાં 1,165 થી 68% વધુ હતી. જ્યારે હરિયાણા, દિલ્હી, યુપી, ગુજરાત, હિમાચલ અને ગોવા માં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.