આર્ટ ઓફ લિવિંગના યોગા નિષ્ણાંતો સાથે ‘અબતક’ની ખાસ વાત
રસોઇ બનાવતી સ્ત્રી પણ યોગ જ કરી રહી છે: સંતાન કરતાં વાલીઓમાં જાગૃતતા કેળવવી પડશે
આર્ટ ઓફ લીવીંગ રાજકોટ ચેપ્ટર દ્વારા બાળકો અને યુવાઓ મારે ઉત્કર્ષ યોગા અને મેધા યોગા વર્કશોપનું આગામી તા.4 થી 8 મે સુધી ‘સ્નેહ નિર્જર’ સવાની કિડની હોસ્પિટલની સામે, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે આયોજન કરાયું છે.
આ બાબતે કાર્યક્રમની વિશેષ માહિતી આપવા માટે બ્રહ્મચારી કેતનજી, દિપકભાઇ પંજાબી, માલાબેન પંજાબી, રીનાબેન જાની, ડો.કલ્પેશ ફળીયા વિગેરે ‘અબતક’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા અને વિશેષ માહિતી આપી હતી. મુલાકાતે આવેલા સંસ્થાના યોગા નિષ્ણાંતોએ ‘અબતક’ સાથે યોગ વિશે વિશેષ ચર્ચાઓ કરી હતી.
બિમાર થયાં પછી સામાન્ય રીતે કરાતા યોગા કરતાં બિમાર જ ન થવાય એ માટે યોગાની ખાસ જરૂરીયાત છે. આર્ટ ઓફ લીવીંગ દ્વારા શરીરને નિરોગી રાખવાની કળા સમજાવાય છે. મનની સ્થિતિ કેળવવા પ્રિયેર બનવું જરૂરી છે. રસોઇ કરતી સ્ત્રી પણ એક જાતનો યોગ જ કરી રહી છે. મનની સ્થિતિ કેળવવા હિમાલયમાં નવાની જરૂર નથી. જીવન જીવવાની કળા હાથવગી છે. રમતા-રમતા જીવન જીવવાથી નિરોગી રહી શકાય છે. જીવન અમૂલ્ય છે. વેડફવા માટે નહી. જીવનનું સાચું સુખ શું છે તે અનુભવવાની તક માણસને મળી છે. બચપન, યૌવન અને વષંતકાળ દરેકમાં યોગની ખાસ જરૂરીયાત છે.
- આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્ટર દ્વારા બાળકો અને યુવાઓ માટે
- ઉત્કર્ષ યોગા અને મેધા યોગા વર્કશોપનું આયોજન
- રમતો અને સંગીતમાં યોગા અને સુદર્શન ક્રિયાઓ કરાવાશે
આર્ટ ઓફ લિવિંગ સમાજમાં યોગા પ્રાણાયામ, ધ્યાન અને સત્સંગ દ્વારા તણાવયુક્ત, સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપે છે. ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને ભણતરના ભારના કારણે બાળકો અને યુવાઓમાં પણ તણાવ જોવા મળે છે અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ બધાના નિવારણ માટે આર્ટ ઓફ લિવિંગનું રાજકોટ ચેપ્ટરએ બાળકો અને યુવાઓ માટે ભવ્ય વર્કશોપનું આયોજન કર્યું છે.
આ વર્કશોપમાં રમતો રમાડવામાં આવશે અને સંગીતના સંગાતમાં યોગા અને સુદર્શન ક્રિયા પણ કરાવવામાં આવશે. મસ્તી અને મોજથી કરવામાં આવતી આ પ્રક્રિયાના કારણે બાળકોના એકાગ્રતા શક્તિ અને આત્મવિશ્ર્વાસમાં વધારો થાય છે. તેઓ મુશ્કિલ પરિસ્થિતીઓનો તર્કપૂર્ણ અને કુશળ રીતે સામનો કરી શકે છે.
“સ્નેહ નિર્જર” સવાની કિડની હોસ્પિટલની સામે, યુનિવર્સિટી રોડ રાજકોટ ખાતે તારીખ-5 થી 8 મે દરમ્યાન “ઉત્કર્ષ યોગા” (8 થી 13 વર્ષ) માટે 8.30 થી 11.30 સવારે અને “મેધા યોગા” (13 થી 18 વર્ષ) માટે 5.30 થી 8.30 સાંજે આ કાર્યક્રમ યોજાશે.
બાળક નાની વયથી યોગાના ગુણો અને લાભને સમજી શકે તે માટે નામ નોંધાવવા 9924546358, 9427255198 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.