બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને વાયરલ ઈન્ફેક્શન, શરદી કે રોગપ્રતિકારક ઓછી હોવાને કારણે વારંવાર તાવ આવી જતો હોય છે અથવા તો શરીરમાં ઝીણો તાવ રહેવા લાગે છે. જેને કંટ્રોલ કરવા માટે રસોડામાં રહેલાં ઉપાયો અજમાવવામાં જ ભલાઈ છે.
– એક ગ્લાસ પાણીમાં 3-4 કાળા મરી 1 ચમચી આદુ અને તુલસી નાખીને ઉકાળી લો અને કુણું પડતા તેને ગાળીને પી લો. આરામ મળશે.
-ફુદીના અને આદુ મિક્સ કરીને ઉકાળો બનાવી લો. તેને ધીરે ધીરે પીવો અને આરામ કરો. જલ્દી ફાયદો થશે.
– તુલસી, મુલેઠી મધ અને ખાંડને પાણીમાં ઉકાળી લો. તેને પીવાથી તાવ અને શરદી ઠીક થઈ જશે.
-મધ, આદુ અને પાનના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી લો. તેને સવાર સાંજ પીવો તાવ જલ્દી ઉતરીજશે.
– 8 કાળા મરી, 10 તુલસીના પાન થોડો આદુ અને તજને પાણીમાં નાખીને ઉકાળો અને આ પાણી ગાળીને પીવો. તાવથી રાહત મળશે.
– તુલસી અને સૂરજમુખીના પાનનો રસ પીવાથી ટાયફોઈડ તાવમાં રાહત મળે છે. આને રોજ સવારે પીવાથી ફરક અનુભવશો.
– રોજ સવારે કુણુ પાણી પીવો. તેનાથી શરીરના બધા ખરાબ તત્વો બહાર નીકળી જશે અને તાવ જલ્દી ઉતરી જશે.
– 5-6 લસણની કળીઓને ઘી માં પકવો અને સંચળ નાખીને ખાવ. તાવ ઉતરી જશે.
– ઠંડા પાણીમાં ડુબાડેલુ કપડુ 5 થી 10 મિનિટ માથા પર મુકો તાવ ઉતરી જશે.
– સવાર-સાંજ ડુંગળીનો રસ પીવાથી તાવ ઉતરી જશે અને ડાયજેશન પણ ઠીક રહેશે.
– કાચા લસણને એક કપ પાણી સાથે ઉકાળીને તેને ગાળી પીવો. શરદી, તાવ અને ખાંસીમાં રાહત મળશે.