આરોગ્ય તંત્ર રીતસર ઘુંટણીયે પડી ગયું: સ્વાઇન ફલુનો હાહાકાર
જુનાગઢ હાલ સ્વાઇન ફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જીલ્લાના પીએચસી અને સીએચસી સેન્ટરો આ રોગની સામે ઘુંટણીયે પડયા છે. તબીબો તેમજ દવાના આભાવે સામાન્ય જનતાને ને ‘જાયે તો જાયે કહાં’ જેવી હાલત થવા પામી છે. વાસ્વતમાં મોટી મોટી વાતો કરતા જવાબદાર તંત્ર પાસે કુદરત સીવાય કોઇ આસરો નથી એ કડવી વાસ્તવિકતા બુઘ્ધીજીવી સમાજની સામે ખડકાઇ છે.
આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢ તેમજ સોરઠ પંથકમાં સ્વાઇન ફલુએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ સ્વાઇન ફલુ જે જગ્યાએથી મુળ પગ પેસારો કરી રહ્યો છે. તે ગ્રામ્ય વિસ્તારહાલ ભગવાન ભરોસે હોવાનું જનતામાં ચર્ચાઇ રહ્યું છે. જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં સ્વાઇન ફલુ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તે વાત હાલ તબીબી ક્ષેત્રમાં ચર્ચાઇ રહી છે પરંતુ અત્યારે આ પંથકના પીએચસી અને સીએચસી
સેન્ટરોની કામગીરી દસ ગણી વધી છે તો જીલ્લાની હોસ્પિટલ ડઝનેક બેડ અને વેન્ટીલેટરો તૈયાર કરી સબ સલામતના દાવા કરે તે કેટલા અંશે વ્યાજબી છે? પ્રજામાં ખોટી માહીતી અને જનતાને અંધારામાં રાખી વાસ્તવિક ચીત્ર ન સ્પષ્ટ થવા દેવા કરતાં નરી વાસ્તવિકતાને સ્વીકારી દર્દીઓ તેમજ તેમના લાગતા વળગતાઓને વાકેફ કરવા હિતાવહ છે.
તેવું તબીબી આલમનું માનવું છે હાલ આ પંથકમાં જે પીએચસી અને સીએચસી સેન્ટરની ઓપીડી નોર્મલ રીતે ચાલતી તેના કરતા દસ ગણી કે તેના કરતાંથી પણ વધુ પરિસ્થિતિ ખરાબ થઇ છે.
ત્યારે આ પીએચસી અને સીએચસી સેન્ટરોમાં દવા તબીબ અને ટેસ્ટ ત્રણેયનો અભાવ રીતસર જોવા મળી રહ્યો છે. નાના એવા પીએચસી સેન્ટરનો હાલ સો સવાસો દર્દીઓની ઓપીડી જોવા મળે છે. આ દર્દીઓને બ્લડ ટેસ્ટ અહીં શકય નથી એટલા માટે જેમાં અતિ ગંભીર
લક્ષણો દેખાતા હોય તેને તાત્કાલીક શહેરની હોસ્પિટલો તરફ રીફર કરવા પડે છે વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કે ત્યાં ટેમી ફલુ દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં નથી.
પીએચસી તેમજ સીએચસી સેન્ટરોમાં શરુ થાય અને ત્યાં થી જ સ્વાઇન ફલુ સામેની લડત શરુ થાય તો ચોકકસ પણે સારુ પરીણામ મળી શકે છે હાલ આ પીએચસી સીએચસી સેન્ટરોની હાલત તબીબી આલમ મટોઆંખો પાટા બાંધી ખતકનાક રોગ સામે ફકત એક ટેમી ફલુ દવા લઇને લડવાની વાત જેવી છે જયારેઆ દવા પણ રજીસ્ટ્રેશન વાળી દવા હોવાનું ઇન્ટરનેટના માઘ્યમથી ગમે ત્યારે ગમે તે જોઇ શકે છે આ દવા સામે વાઇરસ રજીસ્ટેશન થઇ ગયો ત્યારે શું ? આ વિકરાવી પ્રશ્ર્ન હાલ આ લોકોમાં મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે સામાન્ય બુઘ્ધિજીવી વર્ગને હાલ અહીંની આરોગ્ય તંત્ર એક તબકકે રીતસર વિકલાંગ દેખાઇ રહ્યું છે.