જસદણના ખડવાવડી ગામે સરકારી જમીનનું બે જ્ઞાતિએ દબાણ કર્યું છે. જેમાં એક જ્ઞાતીના દબાણની દિવાલ બીજી જ્ઞાતિએ તોડી પાડતા આ અંગે ખોબા જેવડા ખડવાવડીમાં કોઈ વેરઝેર ન થાય તે અંગે ગ્રામ્યજનોનું એક ટોળુ જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવતા તાલુકા વિકાસ અધિકારી આઈ.એમ.બેલીમે તપાસ શરૂ કરવાની ખાતરી આપતા અને સ્થળ પર સર્કલ ઈન્સ્પેકટરને દોડાવતા આ મામલો હાલ તો શાંત પડી ગયો છે પણ આવનારા દિવસોમાં શું ? એવો લાખ મણનો સવાલ ઉઠવા પામ્યો છે. જસદણ પંથકમાં એક બાજુ સરકારી જમીનો પર દબાણ કરનારા પોતાના બાપદાદાની માલિકીની હોય એમ ખુલ્લેઆમ ચણતર કરે છે. તેમને રાજકીય ઓથ હોવાથી અધિકારીઓ પણ ફફડતા જીવે કામ કરી રહ્યાં છે. ખડવાવડીમાં બંને પક્ષોએ સરકારી જમીન દબાણ કરી છે. વળી પાછા ફરિયાદ કરવા માટે પણ દોડી જાય છે ત્યારે હાલમાં તો નિર્દોષ ગ્રામ્યજનોને મોટેભાગે સહન કરવું પડી રહ્યું છે.
Trending
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે