ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે એવા લોકો પર કડક વલણ લેવાનું છે કે જેમણે નોટબંધી … દરમિયાન બેન્કોમાં `સંદિગ્ધ’ નાણાં જમા કરાવ્યા છે પરંતુ હજુ સુધી ઇન્કમ ટેક્સ રીટર્ન (આઇટી રીટર્ન) … ફાઇલ નથી કર્યું. આઇટી ડિપાર્ટમેન્ટ એવા કેસોમાં આગામી જાન્યુઆરીથી એસેસમેન્ટ પોસિડિંગ્સ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે 8 નવેમ્બરે નોટબંધી કરી હતી જેમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી.
31 ડિસેમ્બર સુધીમાં મોકલી દેવાશે નોટિસ
આઇટી ડિપાર્ટમેન્ટ માટે પોલિસી તૈયાર કરનાર સેન્ટ્રલ બોર્ડ ઓફર ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું છે કે એવા લોકોને નોટિસો આપવાનું કામ 31 ડિસેમ્બર સુધીમાં થઇ જશે.એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ આઇટી નોટિસ પછી મળેલા જવાબના આધારે એસેસીઝ સામે એસેસમેન્ટ પ્રોસિડિંગ જાન્યુઆરીની આખરીમાં શરૂ કરશે. તેમણે કહ્યું કે જે કેસોમાં નોટિસના જવાબ મળી ચૂક્યા છે. તેમનું એનાલિસિસ થઇ રહ્યું છે.