કચરો હટાવી કરાય છે પાણીનો નિકાલ ભારે વરસાદ માટે પણ તંત્ર સજજ
શહેરમાં લોકો જયાં ત્યાં કચરો નાખતા હોવાથી આવો કચરો વરસાદ સાથે પાણીનાં વહેણમાં તણાઈને પાણી ભરાવાની સમસ્યા સર્જે છે તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર ઉદિત અગ્રવાલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસમાં સારો વરસાદ આવ્યો છે ત્યારે જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં અમારી ટીમ તાત્કાલિક પહોંચી જાય છે. લોકો જાહેરમાં કચરો નાખે છે તે પાણીમાં તણાઈને નિકાલનાં સ્થળે ભરાઈ જાય છે જેનાથી પાણીનો ભરાવો થાય છે. તેના કારણે પાણી ભરાય છે. અમારા સ્ટાફ દ્વારા એ કચરો હટાવવાથી પાણીનો નિકાલ શરૂ થયો હતો. લોકોને અપીલ કરીએ છીએ કે કચરો જાહેરમાં ફેંકવો નહીં. વર્ષોથી જયાં પાણી ભરાતું હોય તેની મુલાકાત લેવાની હોય છે. જે હજુ ભારે વરસાદ આવશે તો તેના માટે અમે તૈયાર છીએ. બધા જળાશયોમાં નવા નીર આવ્યા છે. તમામ ડેમો પર પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કચરો ના ફેલાય અને પાણી ભરાવાના પ્રશ્ર્નો ના થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી જ રહી છે.