પ્રકૃતિ સાથેની છેડછાડ કરવાની માનવીય અટકચાળા જેવી પ્રવૃત્તિ ની કિંમત કોઈપણ સંજોગોમાં ચૂકવવી જપડે છે, પ્રકૃતિ ,પર્યાવરણ અને કુદરત તેના સનાતન નિયમ મુજબ જ ચાલવા માટે ટેવાયેલી છે,પ્રકૃતિ ક્યારે નિયમોમાં ફેરફાર કે બાંધ છોડ સ્વીકારી શકતી નથી ,નિયમ મુજબ ચાલવા બંધાયેલી “કુદરત” તેના નિયમ ભંગ ની ચેષ્ટાઓ ને ક્યારેય માફ કરતી નથી ,વિશ્વમાં અત્યારે “ગ્લોબલ વોર્મિંગ” અને પર્યાવરણ અને માનવી દખલગીરી ની સમસ્યાઓનો વ્યાપક પ્રશ્ન સામે આવ્યો છે ,અને કાળા માથાનો માનવી પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિના નિયમો અને કુદરતી સંપત્તિનો ડા ટ વળવા માં પાછું વળીને જોતો નથી, પાણી હવા અને જમીન નું પ્રદૂષણ ફેલાવવામાં ક્યાંય “કચાસ” રાખવામાં આવતી જ નથી ઔદ્યોગિક વિકાસના નામે ઊર્જાનું ઉત્પાદન અને પેટ્રોલ ડીઝલ ના અતિરેક ભર્યા વપરાશદ્વારા વાયુમાં ગરમીનું પ્રમાણ અને વાતાવરણમાં ઝેરીલા પદાર્થ નું ઉત્સર્જન ભયંકર પરિણામો માટે નિમિત્ત બની રહ્યા છે ,પેરિસ ખાતે યોજાયેલી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચન મુજબ દરેક જવાબદાર રાષ્ટ્રને પોતાના આભા મંડળમાં ઓછામાં ઓછું ત્રણ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટાડવા માટે નિમિત્ત બનવાનું નક્કી થયું હતું ,અને તે મુજબવિકલ્પ ઉર્જા સ્ત્રોતના વપરાશનું નક્કી કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ જે રીતે પુરોગામી ભયંકર પરિસ્થિતિ તરફ આગળ વધી રહી છે, તેનો એક દાખલો રવિવારે જગત સમક્ષ નિર્માણ થયું હતું નંદાદેવી ઉત્તરાખંડમાં ચમોલી ખાતે ગલેશિયલ દુર્ઘટનાથી થયેલ હિમસ્ખલન અને તળાવ ફાટવાની ઘટના થી જે હાહાકાર સર્જાયો હતો તે માત્ર ને માત્ર માનવસર્જિત પર્યાવરણ ની દખલગીરી ના પરિણામે જ થયું હોવાનું માનવાને કોઇ શંકા નથી માનવ ચંચુપાત ભ્રષ્ટાચાર અને સ્વાર્થની વૃત્તિ વહીવટી રીતે અને સામાજિક ધોરણે ક્યાંકને ક્યાંક નજર અંદાજ કરીને તેની વિપરીત પરિસ્થિતિ નું નિવારણ કરી શકાય પરંતુ કુદરત સાથે ના સેતુ અને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેની છેડછાડ કુદરત ક્યારેય સહન કરતી નથી પર્યાવરણ ની પરિસ્થિતિ દરરોજ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે, આ નુકસાન અટકે તેવી કોઈ પ્રવૃત્તિ પણ થતી નથી ,જંગલના નાશ થાય છે હરિયાળી ઓછી થતી જાય છે, તેની સામે વૃક્ષારોપણની પ્રવૃત્તિ નહિવત થાય છે કપાય છે એટલા વૃક્ષ પાછા વાવવામાં આવતા નથી ,બગડે છે એટલી જમીન સુધરતી નથી ,દરિયાના ખારા પાણી મીઠા થતા નથી, ખારી જમીનનું ક્યારેય નવસર્જન થતું નથી પ્રકૃતિ બગડવાની બગાડવાની અને પર્યાવરણની નખોદ વાળવાની આ ચાલ એક તરફી ચાલે છે તેના માઠા પરિણામો હવે દેખાવા લાગ્યા છે હિમાલય પીગળવાની ઝડપ છેલ્લા એક દાયકામાં બેગણી થઈ ગઈ છે દરિયાની સપાટી વધતી જાય છે રહેવા લાયક જમીનડૂબતી જાય છે જંગલ નાશ પામતા જાય છે પૃથ્વીનું વાતાવરણ ગરમ થતાં જ થતું જાય છે જો આ પરિસ્થિતિ પર કાબૂ નહીં આવે તો એ દિવસ દૂર નથી કે હરિયાળી આ પૃથ્વી પર્યાવરણના નખ્ખોદ થી નાશ પામે કુદરતની તમામ આપશો પાછળ કુદરતી નહીં માનવના પર્યાવરણના અટકચાળા જવાબદાર છે પર્યાવરણની આ ઘોર ખોદવા થી અનેક પશુ-પક્ષીઓ વનસ્પતિઓ નામશેષ થવા આવી છે પ્રકૃતિ ની સાંકળ તૂટી જાય છે જો આ પરિસ્થિતિને આગળ વધતી અટકાવી હશે તો માણસને તેની સ્વાર્થી વૃત્તિ માંથી બહાર આવીને પ્રકૃતિ અને પર્યાવરણ નું જતન અને કુદરતના નિયમોને સન્માન આપતા શીખવું જ પડશે
Trending
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ